Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં દીકરીએ પ્રેમલગ્ન કરી લીધાનું લાગી આવતા માતાનો આપઘાત:આજીડેમ પાસે વૃધ્ધાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું, આપઘાતનું કારણ અકબંધ, સમાધાન માટે બોલાવી યુવકને નોનવેજની હોટેલમાં લઇ જઇ બેફામ મારકૂટ કરી

    1 day ago

    રાજકોટની શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં કાજલબેન દીપકભાઇ રાઠોડ (ઉ.વ.40) નામના મહિલાએ ઘરે ઉપરના માળે ગળાફાંસો ખાઇ લેતાં 108ના EMTએ તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બનાવની જાણ માલવીયાનગર પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આપઘાત કરનાર કાજલબેનને સંતાનમાં બે દિકરી હોવાનું અને પતિ-પત્ની બન્ને કેટરર્સનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. મોટી દિકરીએ પાંચ મહિના પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હતા અને ત્‍યારથી કાજલબેન ગુમસુમ રહેતાં હતાં જેથી આઘાતમાં આત્મઘાતી પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વૃદ્ધાએ ઝેરી દવા પી કર્યો આપઘાત કુંદનબેન દેવદાસભાઈ નકુમ (ઉં.વ.63)એ આજે સવારે 10 વાગ્યાં આસપાસ પોતે આજીડેમ પાસે આવેલા મેલડી માતાજીના મંદિર પાસે હતા ત્યારે ખળમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી તેમને તત્કાલ રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ આજીડેમ પોલીસને કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. સમાધાન માટે બોલાવી યુવકને નોનવેજની હોટેલમાં લઇ જઇ બેફામ મારકૂટ કરી રાજકોટમાં ઇગલ પેટ્રોલ પંપ સામે ખાકટીવાસમાં રહેતો સદામ સમશેરભાઇ કાથરોટીયા (ઉ.વ.26) ઇજાગ્રસ્‍ત હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્રદ્યુમનનગર પોલીસ આવી સદામની ફરિયાદ પરથી ઇરાફન, રાહુલસિંગ, અરમાનબાબુ અને બીમ્‍બો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી સદામ બપોરે 2 વાગ્‍યા આસપાસ પોતાના ઘરે હતો ત્‍યારે તેના ભાઈ સિકંદરનો ફોન આવ્‍યો હતો. સિકંદરે જણાવ્‍યું હતું કે તે ઈરફાન સાથે ઉભો છે અને જૂના ઝગડા બાબતે સમાધાનની વાત કરવાની છે. તું ભીલવાસ મેઇન રોડ પર આવેલી મિસ્‍ટર ચિકન હોટલ પાસે આવ માટે સદામ ત્‍યાં પહોંચતા જ આરોપી ઈરફાને તેને હોટલની અંદર બોલાવ્‍યો હતો. સદામ અંદર ગયો એટલે તરત જ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જાનથી મારી નાખવા ધમકી આપી હોટલની અંદર પૂર્વ આયોજિત કાવતરા મુજબ ઈરફાન, રાહુલસિંહ, અરમાનબાપુ અને બિમ્‍બા નામના શખ્‍સોએ સદામને ઘેરી લીધો હતો. ઈરફાને સદામના વાળ પકડી લીધા હતા અને અન્‍ય શખ્‍સોએ તેને નીચે નમાવી દીધો હતો. ત્‍યારબાદ ચારેય શખ્‍સોએ ભેગા મળીને સદામને પીઠના ભાગે અને શરીરે ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન સદામના ભાઈ સિકંદરે વચ્‍ચે પડીને તેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાખોરોની ચુંગાલમાંથી છૂટીને સદામ જ્‍યારે હોટલની બહાર ભાગવા જઈ રહ્યો હતો ત્‍યારે બિમ્‍બા નામના શખ્‍સે કોઈ અણીદાર વસ્‍તુ વડે હુમલો કરતા સદામને ડાબી આંખની બાજુના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ભાગી રહેલા સદામને પાછળથી આરોપી ઈરફાને ધમકી આપી હતી કે આજ તો તું બચી ગયો છે, પણ હવે જો કયારેય સામે ભટકાઈશ તો તને જાનથી મારી નાખીશ. ‘વિરાણી ચોકનું મકાન મને દઇ દે નહિતર તને અને નાના ભાઇને મારી નાંખીશ’ રૂડાનગર નજીક સરિતા વિહાર પાસે શ્રી હાઉસીંગ સોસાયટીમાં રહેતાં હંસાબેન મહેન્‍દ્રભાઇ ડાભી (ઉ.વ.60) નામના વૃધ્‍ધાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે તેના પુત્ર રાહુલ મહેન્‍દ્રભાઇ ડાભી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. હંસાબેન ડાભીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું મારા નાના દિકરા આશિષ અને તેની પત્‍નિ નંદીની સાથે રહુ છું. મોટો દિકરો રાહુલ તેના પત્‍નિ સાથે અલગ રહે છે. 10.15 વાગ્‍યે હું નાના દિકરા આશિષના ઘરે શ્રી હાઉસીંગ સોસાયટીમાં હતી ત્‍યારે મોટા દિકરા રાહુલે ફોન કરી કહ્યું કે-તું તારું વિરાણી ચોક વાળુ મકાન મને આપી દે. જેથી મેં મકાન મારા નામનું છે અને તે મકાન તને નહિ મળે. આ સાંભળી તેણે ફરીથી મકાન મને આપી દેજે નહિતર તને અને તારા દિકરા આશિષને છરીના ઘા મારી દઇશ અને પતાવી દઇશ તેમ કહી ધમકી આપી હતી. હાલ યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Mumbai records hottest March day since 2021 as mercury hits 40°C
    Next Article
    સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી:હાઇકોર્ટે વડોદરાની હોસ્પિટલને સગીરાની તપાસના આપ્યા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment