Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રામાં ફરાર બે આરોપી ઝડપાયા:આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા હથિયાર અને કપડાં કબજે કરાયા

    1 day ago

    ધ્રાંગધ્રા સિટી પોલીસે ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલા હથિયાર અને કપડાં પણ કબજે કર્યા છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના બાદ કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતના માર્ગદર્શન હેઠળ, ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.યુ. મસીની ટીમે આ કામગીરી કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ સરફરાજને બાતમી મળી હતી કે, હાજી સલીમ અને સકલીનમુસ્તાક ઉર્ફે કાલી ધ્રાંગધ્રાની ફુલગલીમાં તેમના રહેણાંક મકાનમાં છે. આ બાતમીના આધારે, પોલીસે ટીમ બનાવી ફુલગલીમાં આવેલા આરોપીઓના રહેણાંક મકાનની છત પરથી બંનેને પકડી પાડ્યા હતા. પોલીસે ગુના સમયે ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને પહેરેલા કપડાં પણ કબજે કર્યા છે. પકડાયેલા આરોપીઓમાં (1) હાજી સલીમ સંધી (રહે. ફુલગલી, ધ્રાંગધ્રા) અને (2) સકલીનમુસ્તાક ઉર્ફે કાલી ફિરોજ બેલીમ (રહે. કશ્બાશેરી, ધ્રાંગધ્રા) નો સમાવેશ થાય છે. ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. ઉપરાંત, આરોપી સકલીનમુસ્તાક ઉર્ફે કાલી મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ ફરાર હતો. આ કામગીરીમાં પો.ઈન્સ. એમ.યુ. મસી, પો.સબ.ઈન્સ. એ.એમ. યુડાસમા, પો.હેડ.કોન્સ. ધીરુભા નારસંગભા પરમાર, જગદીશ રમેશ, પો.કોન્સ. નરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ, સરફરાજ અનવર, પ્રતિપાલસિંહ ક્રિપાલસિંહ, રણજીતસિંહ ઘનશ્યામસિંહ, મૂળરાજસિંહ બાવલભા અને વુ.પો.કોન્સ. હીનાબેન દેવજી સહિતનો સ્ટાફ જોડાયો હતો.
    Click here to Read More
    Previous Article
    હવે વિદેશ પ્રવાસ મોંઘો થયો:ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સનું ભાડું 15% વધ્યું, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી જેટ ઇંધણના ભાવ બમણા થયા; ઈરાન યુદ્ધની અસર
    Next Article
    નોટિસ-નમૂનાની કામગીરી કરી તંત્રએ સંતોષ માન્યો:રાજકોટમાં ખાણીપીણીની મુખ્ય બજારમાંથી પણ ફૂડ વિભાગને માત્ર 7 કિલો વાસી ખોરાક મળ્યો, શુદ્ધ ઘી, પંજાબી સબ્જીની ગ્રેવી અને સાંભારનાં નમુના લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment