Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રેષ્ઠ પુસ્તકો:વાંચવાં જેવાં પુસ્તકો

    3 days ago

    ગાંધીનો હત્યારો ગોડસે એક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ધીરેન્દ્ર કે. ઝા , (અનુવાદ: હેમન્તકુમાર શાહ) પાનાં: 304 , કિંમત: 400 રૂ. આ પુસ્તક એ પ્રચલિત માન્યતાને પડકારે છે કે ગોડસેએ ગાંધીજીની હત્યા કરવાનો નિર્ણય અચાનક અથવા તો ગુસ્સામાં લીધો હતો. લેખક ઐતિહાસિક દસ્તાવેજોથી એવું સાબિત કરવાનો પ્રયાસ કરે છે કે આ હત્યા પાછળ વર્ષોની વિચારધારાત્મક તાલીમ અને આયોજન હતું. વળી, સાબિતી માટે લેખકે પોલીસ રિપોર્ટ્સ, કોર્ટના દસ્તાવેજો તેમજ જૂના પત્રોનો પણ ઉપયોગ કર્યો છે. પુસ્તકમાં ગોડસેના બાળપણથી માંડીને એના અંત સુધીની યાત્રા પણ આલેખી છે. આ પુસ્તકનો સૌથી મહત્ત્વનો અને વિવાદાસ્પદ ભાગ એ છે કે ગોડસે RSS અને હિંદુ મહાસભા બંને સાથે ગાઢ રીતે જોડાયેલો હતો, અને તેણે ક્યારેય આ વિચારધારા છોડી નહોતી એવું લેખક દાવા સાથે કહે છે. જોકે, લેખકનો ઝુકાવ કદાચ એક ચોક્કસ પક્ષ તરફ છે એવું સ્પષ્ટપણે કહી શકાય. એક માણસ કેમ હત્યારો બની જાય છે એ માટે અને આઝાદી સમયે ભારતની આંતરિક રાજનીતિ કેવી હતી એ જાણવા માટે આ પુસ્તક અચૂક વાંચવું જોઈએ. *** મન, આત્મા, પૂર્વજન્મો અને જીવન મૂ. લે.: સુકેતુ, અનુસર્જન: ડૉ. સરોજિની જિતેન્દ્ર પાનાં: 164 , કિંમત: 300 રૂ. પરમાત્મા અને આત્મા, તન અને મન, જીવન, મૃત્યુ અને મોક્ષ જેવા વિષયોએ આદિકાળથી માંડીને આજ દિન સુધી માનવીની જિજ્ઞાસાને જીવંત રાખી છે. પરમાત્માથી સર્જાતા આત્માની સફરને જાણવા, સમજવા અને પામવા માટેનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યો છે. આત્મા, તન અને મનની માહિતી મેળવી તેના સમન્વયથી બનેલા જીવન અને તેના ઉદ્દેશને ઓખળવા માટેની પૂરતી સમજ આ પુસ્તક વાંચીને કેળવી શકાય છે. પૂર્વજન્મ જેવું કંઇ હોય છે? શરીર શું છે અને તેને આત્માની જરૂર શા માટે છે? આવા સવાલોનો વૈજ્ઞાનિક જવાબ મેળવવો હોય તો આ પુસ્તક વાંચવું પડે. ‘ધારણાઓ’થી શરૂ કરીને ‘શરૂઆત કરીએ પ્રથમ પ્રારંભથી’ એમ કુલ 19 પ્રકરણોમાં પુસ્તક વહેંચાયેલું છે. *** હમસફર મધુ કોઠારી , પાનાં: 100 , કિંમત: 100 રૂ. શાયરો અને કવિઓનો પરિચય એવા પેટા શીર્ષક સાથેના પુસ્તકમાં 20 સર્જકોને સમાવાયા છે. હસિત બૂચ, સ્નેહરશ્મિ, જયંત પાઠક, મકરંદ જેવાં ગુજરાતી નામો છે તો બશીર બદ્ર, ખુમાર બારાબંકવી, અલી સરદાર જાફરી, ગુલશન બાવરા જેવા ભારતીય સર્જકો પણ છે. દરેક સર્જકનો આછેરો પરિચય, વિશેષતા, અંગત સંસ્મરણો હોય તો લખ્યું છે. તો વળી બશીર બદ્ર જેવા ધરમખ સર્જક વિશે લેખક માંડ દોઢ પાનું લખી શક્યા છે. *** વિજ્ઞાન અને અલૌકિક ઘટનાઓ ડો.બી. એમ. પરીખ પાનાં: 120 , કિંમત: 80 વિજ્ઞાનીઓ પાસે બધી બાબતોનું જ્ઞાન હોય એવું જરૂરી નથી, એટલે કેટલાક પ્રશ્નોના ઉકેલ મળતા નથી. મનોવિજ્ઞાનના અધ્યાપક રહી ચૂકેલા બી. એમ. પરીખે અહીં એવી જ વિજ્ઞાનની અલૌકિક વાતો 20 પ્રકરણમાં કરી છે. તેમાં બ્રહ્માંડ, ઈશ્વરનો સાક્ષાત્કાર, પૂજા-પ્રાર્થના, અતીંદ્રિય જ્ઞાન, પ્રેતવાદ, પ્રેતાત્મા સાથે સંપર્ક, જ્યોતિષવિદ્યા, વાસ્તુ વગેરેની વાતો કરવામાં આવી છે. જાહેર વહીવટ, ભારતનું રાજ્યબંધારણ, સામૂહિક વિકાસ કાર્યક્રમ અને ગુજરાતમાં પંચાયતરાજ *** ગુજરાતમાં પંચાયતરાજ, મધુભાઈ પ્રા. ભટ્ટ પાનાં: 220 , કિંમત: 400 રૂ. ગુજરાત સચિવાલયમાં કામ કરી ચૂકેલા મધુભાઈએ લખેલું આ પુસ્તક ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. જાહેર વહીવટ વિભાગમાં જાહેર વહીવટની ઓળખ, અંકુશ, અભ્યાસો, મહત્ત્વ વગેરે વાતો છે. રાજ્યબંધારણ વિભાગમાં સ્વાભાવિક રીતે જ બંધારણની વાતો છે. ત્રીજો વિભાગ ગુજરાતમાં પંચાયતરાજ અંગેનો છે, જેમાં તેનાં વિવિધ પાસાં વર્ણવાયાં છે. પુસ્તકનું ખૂબ લાંબુ અને અઘરું નામ જોઈને કોઈ સરકારી પરિપત્રનાં વાક્યો યાદ આવી જાય, કેમ કે લેખક પોતે સરકારી અધિકારી જ હતા. મુખ્યત્વે સરકારી કર્મચારી, સ્પર્ધાત્મક પરીક્ષા આપતા યુવાનો માટે ઉપયોગી છે. *** ઝાકળભીનાં ફૂલ દીપક જગતાપ, પાનાં: 200 , કિંમત : 399 રૂ. કાવ્યસંગ્રહના પુસ્તકને ગઝલ, લઘુકાવ્યો, મોનોઈમેજ કાવ્યો, અછાંદસ, પ્રલંબ કવિતા, વિજ્ઞાન લઘુકાવ્યો, હાઈકુ અને ગીતરચનાઓ એમ આઠ ભાગમાં વહેંચી દેવાયું છે. એક સમયે ગુજરાતી ભાષામાં ખરેખર દીર્ઘ કાવ્યો રચાતાં હતાં. અહીં જોકે પંદર-સતર લીટીની કવિતાને પણ દીર્ઘ ગણી લેવાઈ છે. મનોજ ખંડેરિયાની બહુ જાણીતી રચના છે, ‘આ નગરની વચોવચ હતો એક ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી’. એવી જ રચના કવિએ અહીં ‘રાજપીપલા નગરની વચ્ચોવચ એક હતો પીપળો ક્યાં ગયો ખબર નથી’ એવા નામે પણ લખી નાખી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Never stop’: Saumya Tandon on lifting weights through pregnancy and injury
    Next Article
    હીટવેવને લઈ ગાંધીનગર મ્યુ.નો એક્શન પ્લાન:શહેરના 12 સ્થળે છાંયડા-પાણીની વ્યવસ્થા, સિવિલ-અર્બન હેલ્થ સેન્ટરોમાં હીટ સ્ટ્રોકનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાશે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment