Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાનું મુખ્યાલયનું નામ બદલાયું, હવે ‘તાપી ભવન’ થી ઓળખાશે:આસપાસના વિસ્તારનું નામ ‘તાપીપુરા’ રાખવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર

    1 day ago

    સુરત મહાનગરપાલિકાની વર્તમાન ટર્મની છેલ્લી સામાન્ય સભામાં એક ઐતિહાસિક નિર્ણય લેતા મનપાના મુખ્યાલય 'મુઘલસરાઈ'નું નામ બદલીને હવે ‘તાપી ભવન’ અને આસપાસના વિસ્તારનું નામ ‘તાપીપુરા’ રાખવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરવામાં આવેલી આ દરખાસ્તને શાસક અને વિપક્ષ બંનેના નગરસેવકોએ "સનાતન ધર્મની જય" ના નારા અને બેન્ચ થપથપાવીને ઉત્સાહભેર વધાવી લીધી હતી. સુરત શહેરના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસા અને તાપી નદીના મહત્વને ઉજાગર કરવાના હેતુથી લેવાયેલા આ નિર્ણયથી સાત વર્ષ જૂની માંગણી સંતોષાઈ છે, જેમાં અગાઉ ભાજપના નગરસેવક વિજય ચોમાલે આ નામ બદલવાની રજૂઆત કરી હતી. સુરત મનપાની મુખ્ય કચેરી અને મુગલીસરાના નામ બદલાયા સુરતના ઐતિહાસિક વારસા અને તાપી નદીના મહિમાને ઉજાગર કરવા માટે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી દ્વારા એક મહત્વપૂર્ણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્તમાં મહાનગરપાલિકાની મુખ્ય વહીવટી કચેરી (હેડ ક્વાર્ટર) અને તેની આસપાસના 'મુગલીસરા' વિસ્તારનું નામ બદલવા માટે ઠરાવવામાં આવ્યું છે. મુગલીસરા હવે 'શ્રી તાપી પુરા' તરીકે ઓળખાશે મેયરની પ્રથમ દરખાસ્ત મુજબ, સુરતના સેન્ટ્રલ ઝોનમાં આવેલો અને વર્ષોથી 'મુગલીસરા' તરીકે પ્રચલિત વિસ્તાર હવે 'શ્રી તાપી પુરા' તરીકે ઓળખાશે. આ નિર્ણય પાછળ તાપી નદીની પવિત્રતા અને પૌરાણિક ગ્રંથ 'શ્રી તાપી મહાપુરાણ'નો સંદર્ભ લેવામાં આવ્યો છે. તાપી નદીને સૂર્યપુત્રી અને શનિદેવની બહેન માનવામાં આવે છે, જે સુરતની જાહોજલાલીનો મુખ્ય સ્ત્રોત રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યમાં નહીં થાય રાંધણ ગેસની અછત:ઋષિકેશ પટેલે આપી હૈયાધારણાં, 21 વર્ષની યુવતીએ સગીરને ભગાડ્યો, બોમ્બની ધમકી મળવાનો સિલસિલો યથાવત્
    Next Article
    અમરેલીમાં “મહિલા સંમેલન–2026” યોજાયું:વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓ અને સિદ્ધિ મેળવનાર દીકરીઓનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment