Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાંદેર અને જહાંગીરપુરામાં 21 નવેમ્બરની સાંજે પાણી કાપ:શનિવારે જોગાણીનગર જળવિતરણ મથકે સફાઈ અને મેન્ટેનન્સની કામગીરીથી પાણી વિતરણ બંધ

    6 hours ago

    સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા શહેરીજનોને નિયમિત, પૂરતા પ્રમાણમાં અને ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો મળી રહે તે માટે સતત કામગીરી કરવામાં આવે છે. આ જ શ્રેણીમાં પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં આવેલા જોગાણીનગર જળવિતરણ મથક ખાતે જાળવણી અને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જોગાણીનગર જળવિતરણ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ તેમજ મથકના કેમ્પસમાં જરૂરી મેઇન્ટેનન્સની કામગીરી આગામી તારીખ 21 નવેમ્બર, 2026ને શનિવારના રોજ સવારે 10 કલાકથી શરૂ કરવામાં આવશે અને આ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે. શનિવારે સાંજના સમયે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ આ જાળવણી અને સફાઈની કામગીરીના કારણે જોગાણીનગર જળવિતરણ મથકના કેમ્પસમાં આવેલી ઓવરહેડ ટાંકી તેમજ જહાંગીરપુરા ઓવરહેડ ટાંકી-1 ના ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક હેઠળ આવતા વિસ્તારોમાં શનિવારે સાંજના સમયે અપાતો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. શહેરના પાણી વિતરણ વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને સ્વચ્છ રાખવા માટે આ કામગીરી અત્યંત આવશ્યક હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ જાહેર જનતાને આ અંગેની જાણકારી આપવામાં આવી છે, જેથી નાગરિકો સમયસર આયોજન કરી શકે અને કોઈ મોટી અગવડતાનો સામનો કરવો ન પડે. નાગરિકોને જરૂરિયાત મુજબનો પાણીનો જથ્થો સંગ્રહ કરવા અપીલ સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ ઉપરોક્ત બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લે. શનિવારે સાંજે પાણી પુરવઠો બંધ રહેવાનો હોવાથી નાગરિકોએ પોતાની દૈનિક જરૂરિયાત મુજબનો પાણીનો જથ્થો અગાઉથી જ સંગ્રહ કરી લેવો જોઈએ અને તેનો કરકસર તથા બચતપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તંત્ર દ્વારા નાગરિકોને આ કામગીરી દરમિયાન સંપૂર્ણ સહકાર આપવા માટે પણ અપીલ કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો ફરીથી શરૂ કરાશે વધુમાં, પાણી પુરવઠો બંધ રહેવાના કારણે સ્થાનિક રહીશોને જે અગવડતા પડશે તે બદલ સુરત મહાનગરપાલિકા દ્વારા દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે. હાઈડ્રોલિક વિભાગની ટીમ દ્વારા સફાઈ અને મેઇન્ટેનન્સની કામગીરી ઝડપી અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાના પ્રયાસો રહેશે. કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ સંબંધિત વિસ્તારોમાં પાણી પુરવઠો રાબેતા મુજબ ફરીથી શરૂ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપની ટિફિન બેઠકો યોજાઈ:નાના કેરાળા અને વઢવાણ તાલુકા તથા મહાનગરના કાર્યકર્તાઓને સંગઠન મજબૂત કરવા માર્ગદર્શન અપાયું
    Next Article
    ટેન્કરનું સીલ તોડી ડીઝલ ચોરતી ગેંગ ઝડપાઈ:જામનગર નજીક 3 આરોપી પકડાયા, રૂ. 41.50 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment