Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેન્કરનું સીલ તોડી ડીઝલ ચોરતી ગેંગ ઝડપાઈ:જામનગર નજીક 3 આરોપી પકડાયા, રૂ. 41.50 લાખનો મુદ્દામાલ જપ્ત

    6 घंटे पहले

    રાજકોટ રેન્જની ટીમે જામનગર જિલ્લાના જાંબુડા ગામ નજીક ટેન્કરનું સીલ તોડી ડીઝલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ડીઝલ ભરેલું ટેન્કર, બે મોટરસાયકલ સહિત કુલ રૂ. 41,50,504ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચોક્કસ બાતમીના આધારે દરોડો પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે PSI એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ અને તેમની ટીમે જામનગરના જાંબુડા ગામની સીમમાં શ્રીનાથજી પાર્ક, રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નં. 90 પાસે જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. આ સ્થળ પંચકોષી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલું છે. તપાસ દરમિયાન ટેન્કરમાંથી ડીઝલની ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. સીલ તોડી ડીઝલ કાઢી ફરી સીલ લગાવતા પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે નયારા કંપનીમાંથી 'યશ રોડલાઇન્સ' ટ્રાન્સપોર્ટ પેઢી મારફતે મોકલવામાં આવતો ડીઝલનો જથ્થો નિર્ધારિત સ્થળે પહોંચાડવાને બદલે આરોપીઓ ચોરી કરતા હતા. આરોપીઓ ટ્રાન્સપોર્ટ પેઢીને જાણ કર્યા વગર ટેન્કરનું સીલ તોડી તેમાંથી ડીઝલ કાઢી લેતા હતા અને ત્યારબાદ ફરીથી સીલ લગાવી દેતા હતા. જેથી ડીઝલની ચોરી થઈ હોવાની જાણ ન થાય. રૂ. 41.50 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે સ્થળ પરથી ડીઝલ ભરેલું ટેન્કર GJ-18-BV-2287, મોટરસાયકલ નં. GJ-10-BP-7262 અને GJ-10-EK-6504 સહિત અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 41,50,504 આંકવામાં આવી છે. જામનગરના બે સહિત ત્રણ આરોપીઓની ધરપકડ આ ગુનામાં પોલીસે ગોપાલ ભુરાભાઈ સરસીયા અને ભરત ભુરાભાઈ સરસીયાની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ જામનગરના નવા મોખાણાના રહેવાસી છે. જ્યારે ત્રીજો આરોપી અરુણ લાલમણી યાદવ જાંબુડા ગામે રવીભાઈના કારખાનામાં રહેતો હોવાનું સામે આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાંદેર અને જહાંગીરપુરામાં 21 નવેમ્બરની સાંજે પાણી કાપ:શનિવારે જોગાણીનગર જળવિતરણ મથકે સફાઈ અને મેન્ટેનન્સની કામગીરીથી પાણી વિતરણ બંધ
    Next Article
    Balasaheb Thackeray की तस्वीर फाड़ने पर घिरी Shivsena, अब मांगी माफी| Shaina NC|Sonia Gandhi Book

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment