Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતી સિનેમામાં ફિલ્મોનો ધમધમાટ:કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સનો ત્રિવેણી સંગમ એક બાદ એક વહેશે; લાંબા સમય બાદ મલ્હાર-પૂજાની જોડી સાથે દેખાશે

    1 day ago

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે તેના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં જ કેટલીક મોટી ફિલ્મોની જાહેરાત અને પોસ્ટર રિલીઝ થતા ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આગામી સમયમાં રજૂ થનારી ફિલ્મોમાં જાણીતા કલાકારો અને દિગ્ગજ દિગ્દર્શકોની ફોજ જોવા મળશે. 1. 'ભસતા - રમતા': મિત્ર ગઢવીની નવી કોમેડી રાઈડ લોકપ્રિય અભિનેતા મિત્ર ગઢવી, તત્સત મુનશી અને શિવાની ભારદ્વાજ આગામી 28 ઓગસ્ટ, 2026ના રોજ પ્રેક્ષકોને હસાવવા માટે તૈયાર છે. 'ભસતા - રમતા' શીર્ષક સાથેની આ ફિલ્મ તેના અતરંગી નામ અને સ્ટાર કાસ્ટને કારણે અત્યારથી જ ચર્ચાનું કેન્દ્ર બની છે. 2. ધ્વનિ ગૌતમની 'રસિયો રૂપાળો રંગરેલિયો' જાણીતા ડિરેક્ટર ધ્વનિ ગૌતમ ફરી એકવાર મનોરંજક ફિલ્મ લઈને આવી રહ્યા છે. નીતિશાળી પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત ફિલ્મ ‘રસિયો રૂપાળો રંગરેલિયો’નું સત્તાવાર પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જો કલાકારોની વાત કરીએ તો ભાવીન ભાનુશાલી, ભરત ચાવડા, ધર્મેશ વ્યાસ, મિલોની જોન્સા, અશીમા વરદાન ધૂમ મચાવશે. ફિલ્મના પોસ્ટરમાં કેસિનો વ્હીલ અને ગન જેવા એલિમેન્ટ્સ જોવા મળે છે, જે સૂચવે છે કે આ ફિલ્મ કોમેડીની સાથે સાથે 'કોમેડી કેઓસ' અને રોમાંચથી ભરપૂર હશે. ડિરેક્ટરે કેપ્શનમાં લખ્યું છે કે, "વોર્નિંગ: લાફ્ટર લોડિંગ... કોમેડી કેઓસ ઓફિશિયલ લોન્ચ થઈ ગયું છે!". 3. ‘ફાફડા જલેબી’: મલ્હર ઠાકર અને પૂજા જોષી ફરી સાથે જોવા મળશે 'હું ઇકબાલ' અને 'ભ્રમ' જેવી સફળ ફિલ્મો આપનાર મેકર્સ હવે 'ફાફડા જલેબી' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં મલ્હર ઠાકર, પરીક્ષિત, અભિનય બેંકર અને પૂજા જોષી જેવા કલાકારો પોતાનો કમાલ દેખાડશે. 4. 'કર્મના રહસ્યમ': રહસ્ય અને રોમાંચની દુનિયા એપ્રિલ 2026માં એક મોટું રહસ્ય ખુલવા જઈ રહ્યું છે. આસિફ સિલાવત દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'કર્મના રહસ્યમ' નું પોસ્ટર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં ઉત્સવ નાઈક, સપના, બંસી રાજપૂત અને અરવિંદ વેગડા સહિત કલાકારોની લાંબી યાદી જોવા મળશે. 5. 'લાલો'ની 'તુલસી' અને 'કૃષ્ણા'ની જોડી ફરી મોટા પડદે ચમકશે! 'દ્વાન પ્રોડક્શન' દ્વારા તેમની આગામી ગુજરાતી ફિલ્મની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનું શુભ મુહૂર્ત ફિલ્મ જગતના અગ્રણીઓની હાજરીમાં ઉત્સાહપૂર્વક યોજાયું હતું. નિર્માણ અને સહયોગ આ ફિલ્મનું નિર્માણ દક્ષ એ. વાસુ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે દીપ પટેલ કો-પ્રોડ્યુસર તરીકે આ પ્રોજેક્ટમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. નોંધનીય છે કે આ ફિલ્મ 'ડ્રીમ યાત્રા ફિલ્મ્સ' સાથેના વિશેષ એસોસિએશનમાં તૈયાર થઈ રહી છે. જાણીત એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા આ ફિલ્મમાં ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે જોડાઈને પ્રોજેક્ટની કલાત્મક બાજુ સંભાળી રહ્યા છે. દિગ્દર્શન અને લેખન ફિલ્મનું સુકાન યુવા અને દ્રષ્ટિવંત દિગ્દર્શક ધ્રુવ ગોસ્વામીના હાથમાં છે. તેમની આગવી શૈલી ફિલ્મને એક નવો વળાંક આપશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. ફિલ્મની વાર્તા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના જાણીતા લેખક અને અભિનેતા ચેતન દૈયા દ્વારા કલમબદ્ધ કરવામાં આવી છે. ચેતન દૈયાની વાર્તાઓ હંમેશા પ્રેક્ષકોને જકડી રાખવામાં સફળ રહી છે, ત્યારે આ ફિલ્મમાં પણ તેમનું ધારદાર લેખન આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રતિભાશાળ સ્ટારકાસ્ટ ફિલ્મમાં કલાકારોની એક મજબૂત ટીમ જોવા મળશે, જેમાં: શ્રુહદ ગોસ્વામી કૃણાલ પંડિત હેમિન ત્રિવેદી રીવા રાચ્છ શું હશે ફિલ્મનું ટાઈટલ? જોકે મુહૂર્ત પ્રસંગે ફિલ્મની ટીમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મનું ટાઈટલ અને રિલીઝ ડેટ રહસ્યમાં રાખ્યા છે. 6. 'ચોર No.1' તાજેતરમાં 23 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ ખાતે ફિલ્મ ‘ચોર No.1’નો મુહૂર્ત શોટ યોજાયો હતો. આ ફિલ્મ એક કંપનીના ત્રણ કર્મચારીઓની આસપાસ ફરે છે, જે પોતાના મેનેજરના અત્યાચારથી કંટાળીને બદલો લેવા માટે ચોરીનો માર્ગ અપનાવે છે. આ એક રાતની ઘટના તેમની આખી જિંદગી બદલી નાખે છે. ફિલ્મમાં મનિન ત્રિવેદી, કેતન ઠક્કર, શ્રેય મારડિયા, ઋષિ જાની, અર્ચન ત્રિવેદી, આંચલ શાહ, પાર્થ મોદી અને બંસરી દેસાઈ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર રાકેશ શાહ છે, જ્યારે પ્રોડ્યુસર નિલેશ મોદી (E4U Entertainment) છે. મેકર્સ દ્વારા આ ફિલ્મને મે 2026માં રિલીઝ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રણદીપ હુડ્ડાના ઘરે લક્ષ્મી પધાર્યાં:પત્ની લિન લેશરામે દીકરીને જન્મ આપ્યો, એક્ટરે પુત્રીનો ફોટો શેર કરી ખુશખબર આપી
    Next Article
    ઈરાન યુદ્ધ- 9 એશિયન દેશોમાં ઓઇલ સંકટ:બાંગ્લાદેશમાં યુનિવર્સિટીઓ બંધ, થાઈલેન્ડમાં લિફ્ટના ઉપયોગ પર પ્રતિબંધ; પાકિસ્તાને મંત્રીઓના પગાર-વિદેશ યાત્રા બંધ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment