Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણદીપ હુડ્ડાના ઘરે લક્ષ્મી પધાર્યાં:પત્ની લિન લેશરામે દીકરીને જન્મ આપ્યો, એક્ટરે પુત્રીનો ફોટો શેર કરી ખુશખબર આપી

    1 day ago

    બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા પિતા બની ગયો છે. તેની પત્ની લિન લેશરામે દીકરીને જન્મ આપ્યો છે. રણદીપ હુડ્ડાએ મંગળવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને ખુશ ખબર આપી છે. દાદાના જન્મદિવસે જ પૌત્રીનો જન્મ થયો રણદીપના પિતા રણવીર હુડ્ડાનો પણ આજે જ જન્મદિવસ છે. રણદીપે પોતાના પિતા અને દીકરીનો ફોટો શેર કરતા હરિયાણવીમાં લખ્યું, 'દાદા અર પોતી નૈ જનમદિન કી ઘણીએ બધાઈ.' આ પછી રણદીપે લખ્યું, 'પાપા આજે, જ્યારે હું પિતા બન્યો છું, ત્યારે તમારા માટે મારું સન્માન વધુ ઊંડું થઈ ગયું છે. સૌથી મહત્વની વાત- લિન, મને પિતા બનાવવા અને આપણી નાની બાળકીને આ દુનિયામાં લાવવા બદલ આભાર. એક નાની છોકરી અને આજીવન પ્રેમ.' રણદીપે પિતા અને દીકરીની તસવીર શેર કરી… એક દિવસ પહેલા મેટરનીટી ફોટોશૂટની તસવીરો શેર કરી હતી એક દિવસ પહેલા રણદીપ હુડ્ડાની પત્ની લિન લેશરામે ઇન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ સાથે ફોટો શેર કર્યો હતો. લિને લખ્યું- ‘કેમેરા સામે કામ કરતી વખતે વર્ષો સુધી મને પોતાના શરીરને લઈને અનેક પ્રકારની અસુરક્ષા અનુભવાતી હતી. ક્યારેક ખૂબ પાતળી, ક્યારેક ખૂબ જાડી અથવા ક્યારેક અન્ય કોઈ કારણસર, પરંતુ હવે પ્રેગ્નન્સી દરમિયાન પોતાના શરીરનો આ બદલાવ સૌથી સુંદર લાગી રહ્યો છે. આજે હું મારા શરીરની ટીકા કરતી નથી, પરંતુ આ બદલાવ માટે આભારી છું.’ નવેમ્બરમાં પ્રેગ્નેન્સીની માહિતી આપી હતી રણદીપ અને લિને નવેમ્બર 2025માં સોશિયલ મીડિયા દ્વારા પ્રેગ્નેન્સીની માહિતી આપી હતી. લગ્નની બીજી વર્ષગાંઠે જ એક્ટરે આ ખુશખબર શેર કરી હતી. પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, 'પ્રેમ અને સાહસના બે વર્ષ અને હવે...એક નાનું મહેમાન આવવાનું છે. રણદીપ-લિને 2023માં લગ્ન કર્યાં હતાં રણદીપે વર્ષ 2023માં મણિપુરની રહેવાસી એક્ટ્રેસ લિન લેશરામ સાથે લગ્ન કર્યાં હતાં. બંનેના લગ્ન ઇમ્ફાલમાં મૈતેઈ રીતિ-રિવાજ મુજબ થયા હતા. બંનેની પહેલી મુલાકાત નસીરુદ્દીન શાહના થિયેટર ગ્રુપ 'મોટલી'માં થઈ હતી. મિત્રતાથી શરૂ થયેલો આ સંબંધ પ્રેમમાં બદલાયો અને પછી લોકડાઉનના સમયે બંને લિવ-ઇનમાં રહેવા લાગ્યા. વર્ષ 2022માં રણદીપે ઇન્સ્ટાગ્રામ દ્વારા લિન સાથેના પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. પછી એક વર્ષ બાદ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. એક્ટર રણદીપ હુડ્ડા વિશે જાણો.... પિતા સર્જન, માતા સામાજિક કાર્યકર: રણદીપ હુડ્ડાનો જન્મ 20 ઓગસ્ટ 1976ના રોજ હરિયાણાના રોહતકમાં એક હરિયાણવી જાટ પરિવારમાં થયો હતો. તેના પિતા ડૉ. રણબીર સિંહ હુડ્ડા એક મેડિકલ સર્જન છે, અને માતા આશા હુડ્ડા સામાજિક કાર્યકર છે. તેનું બાળપણ તેમના દાદી સાથે વીત્યું છે, કારણ કે તેમના માતા-પિતા કામના સંબંધમાં અવારનવાર બહાર રહેતાં હતાં. તેની મોટી બહેન અંજલિ હુડ્ડા સાંગવાન ડૉક્ટર છે. નાનો ભાઈ સંદીપ હુડ્ડા સિંગાપોરમાં સોફ્ટવેર એન્જિનિયર છે. સ્વિમિંગ, ઘોડેસવારીમાં મેડલ જીતી ચૂક્યો છે: રણદીપે પોતાનું પ્રારંભિક શિક્ષણ સોનીપતના રાઈ સ્થિત મોતીલાલ નેહરુ સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ (MNSS) માંથી પૂર્ણ કર્યું. અહીં તેણે સ્વિમિંગ અને ઘોડેસવારીમાં રાષ્ટ્રીય સ્તરે મેડલ જીત્યા. શાળામાં તેણે થિયેટરમાં પણ રસ દાખવ્યો અને ઘણા નાટકોમાં ભાગ લીધો, જેમાંથી એકનું ડિરેક્શન પણ કર્યું. બાદમાં તે દિલ્હી પબ્લિક સ્કૂલ, આરકે પુરમમાં ભણ્યો. ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ડ્રાઈવર બન્યો: 1995માં હુડ્ડા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ગયો, જ્યાં તેણે માર્કેટિંગમાં ગ્રેજ્યુએશન અને બિઝનેસ મેનેજમેન્ટ તેમજ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી. ત્યાં રહેતા તેણે કાર વોશ, વેઈટર અને ટેક્સી ડ્રાઈવર જેવા કામ કર્યા. 2000માં ભારત પાછા ફર્યા પછી તેણે એક એરલાઈનના માર્કેટિંગ વિભાગમાં કામ કર્યું, અને સાથે જ દિલ્હીમાં મોડેલિંગ અને થિયેટરમાં પણ હાથ અજમાવ્યો.
    Click here to Read More
    Previous Article
    She was to testify in a rape case. Two days later, UP woman ‘died by suicide’ in a field — but something didn’t add up
    Next Article
    ગુજરાતી સિનેમામાં ફિલ્મોનો ધમધમાટ:કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સનો ત્રિવેણી સંગમ એક બાદ એક વહેશે; લાંબા સમય બાદ મલ્હાર-પૂજાની જોડી સાથે દેખાશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment