Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પંજાબી ગીતોમાં માત્ર દેખાડો હોય છે':શ્રેયા ઘોષાલે પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર વિવાદિત નિવેદન આપ્યું; સોશિયલ મીડિયા પર સિંગર ટ્રોલ થઈ

    1 day ago

    બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલે એક પોડકાસ્ટમાં પંજાબી ગીતો અંગે વિવાદિત નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, 'પંજાબી ગીતોમાં કાર, બંગલો અને છોકરીઓની જ વાત હોય છે.' આ ઉપરાંત શ્રેયા ઘોષાલે હાથના ઈશારા કરીને સિંગરોના સ્ટાઈલની પણ મજાક ઉડાવી. પોડકાસ્ટમાં શ્રેયાએ કહ્યું કે, 'મોટાભાગના લોકપ્રિય ગીતોનો વિષય પણ એક સરખો જ હોય ​​છે.' શ્રેયાનો આ વીડિયો સામે આવતા જ તે પંજાબના લોકોના નિશાન પર આવી ગઈ છે. શ્રેયા ઘોષાલને ટ્રોલ કરતા યુઝર્સે કહ્યું કે, ‘તેના ગીતો નથી ચાલી રહ્યા, જેથી તે આવું કહી રહી છે. પંજાબીઓએ મહેનત કરીને કાર-બંગલા બનાવ્યા છે. જ્યારે બરાબરી ન થાય, ત્યારે બદનામી શરૂ કરી દો.’ શ્રેયા ઘોષાલે શું કહ્યું… પોડકાસ્ટમાં શ્રેયા ઘોષાલે કહ્યું, 'આ કહેવા માટે માફ કરજો, પણ ઘણા પંજાબી ગીતો છે, જે ખૂબ સારા ચાલી રહ્યા છે. તેમાં તેઓ શું બોલે છે, ખાસ કરીને જે ગીતો લોકપ્રિય છે. તેમાં ગાડી, બંગલો, છોકરી અને હાથથી ઇશારા હોય છે. પંજાબી ગીતોમાં અવારનવાર ધન-દોલત અને પોતાની તાકાતનું પ્રદર્શન કે દેખાડો કરવામાં આવે છે, જે આજના યુવાનોમાં ખૂબ પ્રચલિત છે.' તેણે આગળ કહ્યું, 'આ ગીતો એટલા માટે વધુ સાંભળવામાં અને પસંદ કરવામાં આવે છે, કારણ કે તેમની ધૂન ખૂબ સારી હોય છે અને સાથે જ તેમાં દેખાડાનું એક આકર્ષણ હોય છે. આ 'ફ્લેક્સ કલ્ચર' અને 'સારી બીટ્સ'નું મિશ્રણ કેટલીક ખાસ માર્કેટ્સ અને દર્શકો વચ્ચે ખૂબ પ્રભાવશાળી રીતે કામ કરે છે. હવે જુઓ, લોકો કેવી રીતે શ્રેયાને નિશાન બનાવી રહ્યા છે… શ્રેયાનું નામ આ વિવાદોમાં પણ સપડાયું છે… 'ચિકની ચમેલી' ગીતને લઈને વિવાદ ફિલ્મ 'અગ્નિપથ' (2012)નું આઈટમ સોંગ 'ચિકની ચમેલી' હિટ રહ્યું. પરંતુ બાદમાં આ ગીતને લઈને ચર્ચા થઈ. શ્રેયા ઘોષાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, આજના સમયમાં તે એવા ગીતો રેકોર્ડ કરવા માંગશે નહીં, જેના બોલ મહિલાઓને ઑબ્જેક્ટિફાય કરતા હોય. આ પછી સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી, કારણ કે તે બાદમાં કોન્સર્ટમાં આ ગીત ગાતી પણ જોવા મળી હતી. લાઇવ કોન્સર્ટને લઈને સિંગર્સ ઘેરાયા તાજેતરમાં તેણે કેટલાક સિંગર્સ દ્વારા કોન્સર્ટમાં લિપ સિંક (રેકોર્ડેડ ગીતો વાગતા હોય ત્યારે માત્ર હોઠ હલાવવા) કરવા બદલ ટીકા કરી. તેણે તેને 'લેઝી એક્ટ' એટલે કે આળસુ કામ ગણાવ્યું. શ્રેયાનું માનવું હતું કે, જો દર્શકો ટિકિટ ખરીદીને આવી રહ્યા છે, તો તેમને અસલી લાઇવ પરફોર્મન્સ મળવું જોઈએ. આ નિવેદનથી ઘણા મોટા સિંગર્સને લઈને પ્રશ્નો ઉભા થયા. કરણ જોહર સાથે ક્રેડિટ વિવાદ થયો 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મના ગીત 'તુમ ક્યા મિલે'ના પ્રમોશન દરમિયાન કરણ જોહરે શરૂઆતની પોસ્ટમાં અરિજીત સિંહનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ શ્રેયાનું નામ નહોતું. આના પર શ્રેયાના ફેન્સે તેને ફીમેલ સિંગરની અવગણના ગણાવીને પ્રશ્નો ઉઠાવ્યા. આ દરમિયાન શ્રેયાએ પણ આના પર એક ફેનના ટ્વીટને રીટ્વીટ કરીને પોતાની મૂકસંમતિ દર્શાવી હતી, જેના પછી કરણ જોહરે સુધારો કરીને તેને ક્રેડિટ આપ્યું.
    Click here to Read More
    Previous Article
    Owaisi से भिड़ गए Nishikant | Asaduddin Owais vs Nishikant Dubey | Lok Sabha LIVE
    Next Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- UCC લાગુ કરવાનો સમય આવી ગયો છે:સંસદ નિર્ણય કરે, શરિયત કાયદાની કલમો રદ કરવાથી કાયદાકીય શૂન્યાવકાશ સર્જાઈ શકે છે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment