Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બોમ્બની ધમકીને લઇ પાટણ પોસ્ટ ઓફિસ ખાલી કરાઈ:પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાના ઈમેલ બાદ રાજ્યભરમાં એલર્ટ, સુરક્ષા એજન્સીઓ સતર્ક

    1 day ago

    સુરતની પોસ્ટ ઓફિસ સ્થિત પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ હોવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ સમગ્ર ગુજરાતના પોસ્ટ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. સાવચેતીના ભાગરૂપે પાટણની હેડ પોસ્ટ ઓફિસને પણ તાત્કાલિક ખાલી કરાવી પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. સુરત ખાતે આવેલી પોસ્ટ ઓફિસની પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઘટના બાદ રાજ્યનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ઈમેલના પગલે ગુજરાતની તમામ હેડ પોસ્ટ ઓફિસોને હાઈ એલર્ટ પર રહેવા અને સતર્કતા રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સુરક્ષા સૂચનાઓને પગલે પાટણ શહેરની હેડ પોસ્ટ ઓફિસને પણ તાત્કાલિક અસરથી ખાલી કરાવી દેવામાં આવી. અચાનક પોસ્ટ ઓફિસ ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ત્યાં હાજર કર્મચારીઓ અને કામ અર્થે આવેલા નાગરિકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. બનાવની ગંભીરતાને જોતા પાટણ હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. પોસ્ટ ઓફિસના તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે બિલ્ડિંગની બહાર નીકળી ગયા હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર પરિસરની તપાસ અને અન્ય સાવચેતીના પગલાં ભરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. રાજ્યભરમાં મળેલી આ બોમ્બની ધમકીને પગલે પાટણ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં હિન્દુ યુવાનની હત્યાનો બોટાદમાં વિરોધ:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, આરોપીઓને ફાંસીની સજાની માંગ
    Next Article
    હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંની આવક શરૂ:આજે 2540 બોરીની આવક, 440થી 655 રુપિયા સુધીનો ભાવ બોલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment