Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં અંગદાન, મહિલા આરોગ્ય જાગૃતિ પર વ્યાખ્યાન યોજાયું:શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને આરોગ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન

    1 day ago

    વેરાવળમાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખાતે અંગદાન અને મહિલા આરોગ્ય જાગૃતિ અંગે એક વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને આરોગ્ય ચેરીટેબલ ટ્રસ્ટ, વેરાવળ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. સુકાન્ત કુમાર સેનાપતિ અને કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા, આરોગ્ય ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ડૉ. જયેશભાઈ વઘાસિયા, સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. નિમિષાબેન માખણસા, અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદકુમાર ઝા, સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યા અને કાર્યક્રમના સંયોજિકા ડૉ. કુંજલબેન ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વૈદિક મંત્રોચ્ચાર સાથે થયો હતો. સંયોજિકા ડૉ. કુંજલબેન ત્રિવેદીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદકુમાર ઝાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કાર્યક્રમના મહત્વ પર ભાર મૂક્યો હતો. વિશેષ અતિથિ ડૉ. જયેશભાઈ વઘાસિયાએ અંગદાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે બ્રેઇન ડેથ બાદ અંગદાન દ્વારા અનેક લોકોને નવું જીવન આપી શકાય છે. પુરાણોમાંથી દધિચી ઋષિનું ઉદાહરણ આપી, તેમણે "જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી"ના સંદેશ સાથે લોકોને અંગદાન માટે પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ ડૉ. મહેશકુમાર મેતરાએ પોતાના ઉદ્બોધનમાં અંગદાન અંગે સમાજમાં વધુ જાગૃતિ લાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. મુખ્ય વક્તા સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. નિમિષાબેન માખણસાએ સર્વાઇકલ કેન્સર અને સ્તન કેન્સર વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે કેન્સરના લક્ષણો, નિદાન, સારવાર અને એચપીવી (HPV) વેક્સિન અંગે PPT અને વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા સરળ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના સમાપનમાં ડૉ. કુંજલબેન ત્રિવેદીએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. અમિષાબેન દવેએ કર્યું હતું. આ કાર્યક્રમના સફળ આયોજનમાં ડૉ. કુંજલબેન ત્રિવેદી અને ડૉ. અમિષાબેન દવેએ સંયોજિકા તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું- દુનિયા ઇઝરાયલ-અમેરિકાના રાજદૂતોને હાંકી કાઢે:આવું થશે તો જ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને પસાર થવા દેશે; ટેક્સ વસૂલવાની શરત પણ મૂકી
    Next Article
    દિલ્હીમાં હિન્દુ યુવાનની હત્યાનો બોટાદમાં વિરોધ:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, આરોપીઓને ફાંસીની સજાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment