Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુંજ્યો સશક્ત મહિલા સંવાદ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 'વિદુષી' અને ભારતીય શિક્ષણ મંડળ દ્વારા પ્રેરણાદાયી મહિલા સંવાદ સંપન્ન

    1 day ago

    ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન હંમેશા ઉચ્ચ રહ્યું છે, ત્યારે વર્તમાન સમયમાં મહિલાઓને વધુ સજ્જ કરવાના હેતુથી 09/03/2026, સોમવારના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એક ભવ્ય 'મહિલા સંવાદ'નું આયોજન કરવામાં આવ્યું હતું. 'વિદુષી' અને ભારતીય શિક્ષણ મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમનું ઉદઘાટન યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીના હસ્તે કરવામાં આવ્યું હતું. કૌશલ્ય વિકાસમાં જેન્ડર બાધ નથી: ડો. ચંચળબહેન ભારદ્વાજ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા વિશ્વકર્મા સ્કિલ યુનિવર્સિટી (પલવલ, હરિયાણા)ના ડાયરેક્ટર ડો. ચંચળબહેન ભારદ્વાજે મહિલાઓના કૌશલ્ય વિકાસ (Skill Development) પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ કાર્ય કે કારકિર્દીમાં જેન્ડર બાધ હોતો નથી. આજે મહિલાઓ મિકેનિકલ કે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે. મહિલાઓએ પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખી વ્યાવસાયિક કૌશલ્ય કેળવવું અનિવાર્ય છે. વિકસિત ભારત માટે સ્વ-વિકાસ પૂર્વશરત: ડો. અમીબહેન ઉપાધ્યાય ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડો. અમીબહેન ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, જો આપણે 'વિકસિત ભારત'નું સપનું સાકાર કરવું હોય, તો તેમાં મહિલાઓનું યોગદાન અત્યંત મહત્વનું છે. પરંતુ આ યોગદાન આપતા પહેલા મહિલાઓએ પોતે શિક્ષિત અને દીક્ષિત થઈ પોતાનો સર્વાંગી વિકાસ કરવો આવશ્યક છે. જ્યારે મહિલા સશક્ત બનશે, ત્યારે જ રાષ્ટ્રની પ્રગતિમાં તેનો ફાળો અસરકારક રહેશે. કુલપતિનો સંદેશ: સંસ્કાર સિંચનથી સમસ્યાઓનું સમાધાન કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીએ સામાજિક મૂલ્યો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સમાજની અડધી સમસ્યાઓ ત્યારે જ દૂર થઈ શકે છે જ્યારે કુટુંબમાં બાળકને નાનપણથી જ મહિલાઓ પ્રત્યે આદર અને સન્માન રાખવાના સંસ્કાર આપવામાં આવે. સંસ્કારિત પેઢી જ સ્ત્રીઓને સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ આપી શકે છે. સંસ્થાકીય પરિચય અને મહાનુભાવોની ઉપસ્થિતિ ભારતીય શિક્ષણ મંડળના પ્રાંત અધ્યક્ષ સુરેશ નાહટાએ મંડળની કાર્યપ્રણાલી અને સામાજિક ઉત્તરદાયિત્વનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં 'વિદુષી' કોઓર્ડિનેટર ડો. શ્રધ્ધા બારોટે તમામ મહેમાનોનું સ્વાગત કરી 'વિદુષી' અભિયાનના ઉદ્દેશ્યો સમજાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારતીય શિક્ષણ મંડળ પ્રાંત સહસંચાલક ડો. જલ્પા રાકે કર્યું હતું, જ્યારે આભારવિધિ ડો. રેખાબા જાડેજાએ આટોપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા ગતિવિધિ પ્રમુખ ડો. રંજન ખૂંટ, પ્રાંતમંત્રી ડો. હરેશ બાંભણીયા સહિત યુનિવર્સિટીના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ સંવાદમાં મોટી સંખ્યામાં અધ્યાપિકાઓ અને વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર સહભાગી થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    વુડબોલમાં યશ્વી ઉનડકટે જીત્યો બ્રોન્ઝ મેડલ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં રાજકોટનું નામ રોશન કર્યું
    Next Article
    Why Kohli Didn't Attend T20 World Cup 2026 Final, Unlike Dhoni And Rohit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment