Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વુડબોલમાં યશ્વી ઉનડકટે જીત્યો બ્રોન્ઝ મેડલ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં રાજકોટનું નામ રોશન કર્યું

    1 day ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે રમતગમત ક્ષેત્રે એક અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં યોજાયેલી All India Inter University Woodball Championship માં યુનિવર્સિટીની ખેલાડી યશ્વી ધર્મેશભાઈ ઉનડકટ એ શાનદાર પ્રદર્શન કરતા સિંગલ સ્ટ્રોક ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. યશ્વી ઉનડકટ રાજકોટની માતૃશ્રી વીરબાઈમા મહિલા કોલેજ (M.V.M.) માં FY B.Com માં અભ્યાસ કરે છે. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં મેડલ જીતીને તેણે યુનિવર્સિટી અને સમગ્ર રાજ્યનું ગૌરવ વધાર્યું છે. મહિલા દિવસ પર વિશેષ ભેટ વિશેષ વાત એ છે કે આ સફળતા મહિલા દિવસની ઉજવણીના અવસરે પ્રાપ્ત થઈ છે, જે નારી શક્તિ અને રમતગમત ક્ષેત્રે મહિલાઓના વધતા પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ઓલ ઈન્ડિયા લેવલે મેડલ જીતવો એ યશ્વીની સખત મહેનત અને સમર્પણનું પરિણામ છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રમતગમત અને સ્પર્ધાના આયોજનમાં સતત પ્રગતિ કરી રહી છે. યુનિવર્સિટી પરિવાર દ્વારા અભિનંદન વર્ષા આ ઝળહળતી સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશી, રજિસ્ટ્રાર તેમજ ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશ રાબા દ્વારા યશ્વીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટીમ મેનેજર જોષી ક્રિષ્ન, M.V.M. કોલેજના પ્રિન્સિપાલ અને શારીરિક શિક્ષણ વિભાગના અધ્યાપકોએ પણ ખેલાડીની સિદ્ધિને બિરદાવી ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાસપોર્ટ-પોસ્ટઓફિસ અને પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી:વડોદરા, સુરત, ભાવનગર, જૂનાગઢમાં બોમ્બ-ડોગ સ્કવોડ પહોંચી, સંકુલ ખાલી કરાવાયા
    Next Article
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુંજ્યો સશક્ત મહિલા સંવાદ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 'વિદુષી' અને ભારતીય શિક્ષણ મંડળ દ્વારા પ્રેરણાદાયી મહિલા સંવાદ સંપન્ન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment