Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં પારુલ યુનિવર્સિટી-ભાવનગર પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી:બોમ્બ-ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી, સંકુલ ખાલી કરાવવા તજવીજ

    3 days ago

    વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકીભર્યો ઈ-મેઈલ આવતાં યુનિવર્સિટીમાં દોડધામ મચી છે. બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમ, ગ્રામ્ય LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી છે. કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. આ યુનિવર્સિટીમાં ભારતના 29 રાજ્ય અને 75થી વધુ દેશના 65 હજારથી વધુ સ્ટુડન્ટ અભ્યાસ કરે છે. આખી યુનિવર્સિટીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સ્કૂલો, કોર્ટને પણ ધમકી આપવામાં આવી હતી. ભાવનગરમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ડોગ-બોમ્બ સ્કવોડ સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ઓફિસ ખાલી કરાવવા તજવીજ હાથ ધરી છે. જૂનાગઢ ગાંધીગ્રામ ખાતે આવેલી પોસ્ટ ઓફિસને ફરી બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઈલ મળ્યો છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી મુખ્ય પાસપોર્ટ ઓફિસને વહેલી સવારે ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સમગ્ર સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સત્તાવાર માહિતી મુજબ, પાસપોર્ટ ઓફિસના સત્તાવાર આઈડી પર વહેલી સવારે આ ધમકીભર્યો મેઈલ મળ્યો હતો, જેમાં ઓફિસને વિસ્ફોટકોથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મેઈલ મળતાની સાથે જ સુરક્ષાના ભાગરૂપે કચેરીના તમામ કર્મચારીઓ અને અરજદારોને તાત્કાલિક બહાર કાઢી બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. ધમકીની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર બિલ્ડિંગમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ વખતે ધમકીભર્યો મેઈલ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં હોવાથી સાયબર ક્રાઈમની ટીમે પણ આ મામલે તપાસ તેજ કરી છે. પોલીસ દ્વારા આઈપી એડ્રેસના આધારે મોકલનાર શખ્સને ટ્રેસ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ક્રેટા કાર અકસ્માત:રવિરાજ ચોકડી પુલ પર અજાણ્યા વાહનને ટક્કર, યુવાનનું મોત
    Next Article
    Israel Iran War LIVE Updates | સેંકડો લોકોનો જીવ ગયો! | Netanyahu | Ali Khamnei | PM Modi | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment