Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ક્રેટા કાર અકસ્માત:રવિરાજ ચોકડી પુલ પર અજાણ્યા વાહનને ટક્કર, યુવાનનું મોત

    2 days ago

    મોરબી-માળિયા હાઈવે પર લક્ષ્મીનગર ગામ નજીક રવિરાજ ચોકડીના પુલ ઉપર ગત તા. 2 માર્ચના રોજ રાત્રે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. એક ક્રેટા કાર આગળ જઈ રહેલા અજાણ્યા વાહન સાથે અથડાતા ધોરાજીના 27 વર્ષીય યુવાન પ્રિતકુમાર નંદલાલભાઈ ભલોડિયાનું મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રે 11 વાગ્યાના અરસામાં પ્રિતકુમાર પોતાની ક્રેટા ગાડી (GJ 36 AL 1710) લઈને પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેમની કારે આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા વાહનના પાછળના ભાગે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પ્રિતકુમારને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. મૃતક પ્રિતકુમાર મૂળ ધોરાજી તાલુકાના મોટી વાવડી ગામના વતની હતા અને હાલમાં મોરબીના સામાકાંઠે આવેલી શ્રીમદ રાજ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેઓ છેલ્લા પાંચ વર્ષથી મોરબીમાં સિરામિક કારખાનામાં કામ કરતા હતા. અકસ્માત સમયે તેઓ કારખાનેથી પોતાના રૂમ તરફ પરત ફરી રહ્યા હતા. આ બનાવ અંગે મૃતક યુવાનના પિતા નંદલાલભાઈ વલ્લભભાઈ ભાલોડીયા (ઉં. 58, રહે. મોટી વાવડી, તા. ધોરાજી) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડામાં સ્વદેશી મેળાનું આયોજન, લોકોને મળ્યો લાભ:નાના વેપારીઓ અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું, લાભાર્થીઓએ આભાર માન્યો
    Next Article
    વડોદરામાં પારુલ યુનિવર્સિટી-ભાવનગર પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી:બોમ્બ-ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી, સંકુલ ખાલી કરાવવા તજવીજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment