Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકસભામાં સ્પીકર બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ:પશ્ચિમ એશિયા સંકટ પર સંસદમાં ચર્ચાની વિપક્ષની માગ; વિપક્ષે 'મોદી હટાવો'નારા લગાવ્યા

    2 days ago

    લોકસભામાં વિપક્ષે સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. હવે આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. આ પહેલા સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો બીજા દિવસે ફક્ત 35 મિનિટ કાર્યવાહી ચાલી હતી. લોકસભા શરૂ થતાં જ, વિપક્ષે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ, ભારત પર તેની અસર અને દેશના ઉર્જા ક્ષેત્રની સ્થિતિ પર ચર્ચાની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો. લોકસભામાં વિપક્ષી સાંસદો 'દેશ કો બચાના હૈ, મોદી કો હટાના હૈ' વોટ ચોર ગદ્દી છોડ ના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચ પર વોટની દલાલી કરવાનો આરોપ પણ લગાવ્યો. આ દરમિયાન, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતો અને કૃષિ સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે ભારતે ચોખા અને ઘઉંના ઉત્પાદનમાં ચીનને પાછળ ધકેલી દીધું છે. શિવરાજ સિંહના ભાષણ દરમિયાન વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો, જેના પર શિવરાજ સિંહે કહ્યું કે દેશ વિપક્ષનો તમાશો જોઈ રહ્યો છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્ર સરકારની યોજનાઓને લાગુ થવા દીધી નહીં. વિપક્ષના સતત હોબાળા વચ્ચે, સ્પીકરે લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. આજે લોકસભામાં સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષના 'નો કોન્ફિડન્સ મોશન' પર ચર્ચા શક્ય છે. સૂત્રો અનુસાર, વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પણ 'નો કોન્ફિડન્સ મોશન' લાવવાની તૈયારીમાં છે. તેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. આવતા અઠવાડિયે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. સત્રના પહેલા દિવસે રાજ્યસભા-લોકસભામાં વિપક્ષે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની પરિસ્થિતિઓ અને ભારત પર તેની અસર અંગે ચર્ચાની માંગને લઈને હોબાળો કર્યો. દેશના ઉર્જા સંકટ પર ચર્ચાની માંગ કરી. કેન્દ્રીય સંસદીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું - સ્પીકર સામેના મોશન વિપક્ષના મોશન પર ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ, તેઓ ચર્ચા કરે, પરંતુ વિપક્ષ બીજું મોશન લાવ્યો છે, જેનો વિદેશ મંત્રીએ બંને ગૃહોમાં ખૂબ સારી રીતે જવાબ આપ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું - વડાપ્રધાન મોદીને બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા છે. તેમની પાસે ભારતીય જનતાના હિતો વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી. મારી વાત યાદ રાખો, તેઓ સંસદમાં નહીં આવે.
    Click here to Read More
    Previous Article
    ભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ:એસેન્શિયલ કોમોડિટી એક્ટ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળી રહ્યો નથી
    Next Article
    ઇન્સ્ટાગ્રામનો પ્રેમ, 21 વર્ષની યુવતીએ 17 વર્ષના સગીરને ભગાડ્યો:MPની ‘મિના’ વિરપુરથી ‘રાજુ’ને મુંબઈ બાદ સુરત લાવી; રેલવે સ્ટેશન પર ઝડપાઈ ગયાં; સાથે જીવવા-મરવાની કસમો પણ ખાધી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment