Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિશોરનું સગીરા પર બે દિવસમાં ત્રણ વાર દુષ્કર્મ:MPથી ભાગી આવી છેલ્લા બે મહિનાથી સુરતમાં રહેતી, કિશોરે મજબૂરીનો લાભ ઉઠાવી પ્રેમજાળમાં ફસાવી

    18 hours ago

    સુરતના સચિન વિસ્તારમાંથી સગીરાની સુરક્ષા પર સવાલ ઉઠાવતી શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. મધ્યપ્રદેશથી ભાગીને સુરતમાં છેલ્લા દોઢ મહિનાથી આશ્રય લઈ રહેતી 14 વર્ષીય કિશોરી પ્રેમજાળમાં ફસાઈ જતાં તેની સાથે કિશોરે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો બન્યો છે. 16 વર્ષના કિશોરે માસૂમ કિશોરીને પોતાની ચુંગાલમાં ફસાવી બે દિવસમાં ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. પોતાના આંગણેથી ગુમ દીકરી પર આ અત્યાચાર અંગે પિતાની ફરિયાદના આધારે સચિન પોલીસે BNS અને પોક્સો હેઠળ ગુનો નોંધી ફરાર કિશોરની શોધખોળ હાથ ધરી છે. MPથી ભાગીને આવી સગીરા સચિનમાં રહેતી હતી મળતી માહિતી પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશનો પરિવાર જ્યાં રહેતો હતો, ત્યાંથી તેમની 14 વર્ષ અને 7 મહિનાની સગીરા અન્ય એક વ્યક્તિના સંપર્કમાં આવી હતી. જે બાદ તે પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. ઘરેથી ભાગ્યા બાદ સગીરા છેલ્લા દોઢથી બે મહિનાથી સુરતના સચિન વિસ્તારમાં આવીને રહેતી હતી. પરિચય વધતા 16 વર્ષના કિશોરે સગીરાને ફસાવી આ દરમિયાન ભોગ બનનાર સગીરાનો 16 વર્ષના એક કિશોર સાથે પરિચય થયો હતો. કિશોરે સગીરાની મજબૂરી અને અજાણ્યા શહેરનો લાભ ઉઠાવી તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. સંપર્ક ગાઢ બન્યા બાદ કિશોરે 15 અને 16 જુલાઈ, 2026ના બે દિવસ દરમિયાન સગીરા પર અલગ-અલગ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. આ પિશાચી કૃત્ય બાદ સગીરા નાસીપાસ થઈ ગઈ હતી અને સમગ્ર આપવીતી પોતાના પરિવારજનો સમક્ષ રજૂ કરી હતી. MPમાં અગાઉથી જ અપહરણનો ગુનો દાખલ હતો ઘટનાની ગંભીરતાને પગલે સગીરાના પિતા સુરત પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દીકરી ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ હોવાથી તેમણે મધ્યપ્રદેશના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ અગાઉથી જ નોંધાવી દીધી હતી. મધ્યપ્રદેશ પોલીસ પણ આ કિશોરીની શોધખોળ કરી રહી હતી. સચિન પોલીસે કિશોરની શોધખોળ હાથ ધરી ભોગ બનનાર સગીરાના પિતાની ફરિયાદના આધારે સચિન પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 16 વર્ષના કિશોર વિરુદ્ધ BNSની વિવિધ કલમો તેમજ પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસીપી એન.પી ગોહિલના જણાવ્યા અનુસાર, સગીરા સાથે દુષ્કર્મ આચરનાર કિશોર હાલ મળી આવ્યો નથી, જેથી તેની શોધખોળ કરી તાબામાં લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાજનાથે કહ્યું-ભારત ઇનોવેશનના રસ્તા શોધી રહ્યું છે, પાકિસ્તાન ઘૂસણખોરીના:જો તે અડચણો ઊભી કરશે તો સેનાઓ તૈયાર છે; રક્ષામંત્રીએ લદ્દાખમાં કારગિલ શહીદોને શ્રદ્ધાંજલિ આપી
    Next Article
    રાજકોટમાં સામાન્ય વરસાદમાં 19 વૃક્ષો ધરાશાયી:મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા ફિલ્ડમાં ઉતર્યા, નાગરિકોની ફરિયાદો દૂર કરવા 24 કલાક સ્ટેન્ડબાય રહેવા આદેશ, રસ્તામાં પડેલા ખાડા બુરવા જેટ પેચરથી કામગીરી થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment