Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સામાન્ય વરસાદમાં 19 વૃક્ષો ધરાશાયી:મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા ફિલ્ડમાં ઉતર્યા, નાગરિકોની ફરિયાદો દૂર કરવા 24 કલાક સ્ટેન્ડબાય રહેવા આદેશ, રસ્તામાં પડેલા ખાડા બુરવા જેટ પેચરથી કામગીરી થશે

    16 hours ago

    રાજકોટમાં સામાન્ય વરસાદ વચ્ચે 19 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની તેમજ કેટલાક સ્થળોએ રસ્તાઓમાં ખાડા પડવાની ઘટનાઓ સામે આવી હતી. જોકે મનપા કમિશ્નર તુષાર સુમેરાએ ચાલુ વરસાદે ત્રણેય ઝોનની ફિલ્ડ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ પાણી ભરાઈ જવા સહિતની લોકોની ફરિયાદોનો ઉકેલ લાવવા ડ્રેનેજ વિભાગ તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિત સંબંધિત વિભાગોને 24 કલાક સ્ટેન્ડબાય રહેવા આદેશો આપ્યા હતા. વરસાદમાં ખાડા બુરવા ખાસ જેટ પેચર મશીનનો ઉપયોગ કરવાનો કોન્ટ્રાકટ તાજેતરમાં જ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર થયો હોય ટૂંક સમયમાં જ આ કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરમાં ચાલુ ચોમાસાની સ્થિતિ અને ધીમીધારના સામાન્ય વરસાદ વચ્ચે પણ સ્માર્ટસિટી રાજકોટના માર્ગો બિસ્માર બનતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને ચાલુ વરસાદમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના ત્રણેય ઝોનની રૂબરૂ ફિલ્ડ મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા તથા તેના નિકાલની સ્થિતિ, ડ્રેનેજ વ્યવસ્થા અને નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે સ્થળ પર જ વિગતવાર સમીક્ષા કરી હતી. અને ડ્રેનેજ તેમજ સોલિડ વેસ્ટ સહિત અલગ અલગ વિભાગોને ત્વરિત કામગીરી કરવા આદેશો આપ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારો, મુખ્ય માર્ગો, સ્ક્રીન ચેમ્બર અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનની તપાસ કરીને તુષાર સુમેરાએ જ્યાં પણ પાણી ભરાયા હોય ત્યાં પમ્પિંગ મશીનરી અને વધારાનું માનવબળ તાત્કાલિક તૈનાત કરવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત ડ્રેનેજ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતની તમામ સંબંધિત શાખાઓને 24 કલાક સ્ટેન્ડબાય મોડ પર રાખવા, સ્ક્રીન ચેમ્બર અને ડ્રેનેજ લાઈનમાંથી કચરાનો અવરોધ સતત સાફ કરતા રહેવા તેમજ કંટ્રોલ રૂમમાં નોંધાતી પાણી ભરાવાની કે વૃક્ષ પડવાની તમામ ફરિયાદોનો ઝડપી નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા તુષાર સુમેરાએ સ્પષ્ટ સૂચના આપી હતી. રાજકોટમાં સામાન્ય વરસાદી માહોલ વચ્ચે પણ વૃક્ષો ધરાશાયી થવાના ઘણા બનાવો સામે આવ્યા છે. ફાયર બ્રિગેડના ફ્લડ કન્ટ્રોલરૂમને બે દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 19 સ્થળોએ ઝાડ પડવાની ફરિયાદો મળી હતી. તમામ સ્થળોએ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને રસ્તાઓ પરથી વૃક્ષો હટાવી વાહન વ્યવહાર અને જનજીવન પૂર્વવત બનાવ્યું હતું. વિગતવાર જોઈએ તો, શહેરના પાંચ સ્થળો જેવા કે લીમડાચોક શાસ્ત્રી મેદાન સામે, હાથીખાના શેરી નં. 14, બેડીપરા વોરા કબ્રસ્તાન સામે, ગીત ગુર્જરી મેઇન રોડ શિવાનંદ બગીચા પાસે અને કાલાવડ રોડ પર ઘનશ્યામ નગર મેઇનરોડ પર વૃક્ષો પડ્યા હતા. આ અગાઉ ગઈકાલે પણ શહેરના અલગ-અલગ 14 વિસ્તારોમાંથી વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો નોંધાઈ હતી. ચોમાસામાં રસ્તા પર પડી જતા ખાડાઓને બુરવા માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ત્રણેય ઝોન માટે રૂ. 5,24,15,167ના ખર્ચે જેટ પેચર મશીનથી કામગીરી કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. યોજના હેઠળ 36 હજાર ચોરસ મીટરના રસ્તાઓ પર જેટ પેચર મશીનથી પોટહોલ્સ રીપેર કરવામાં આવશે તથા 2 હજાર કિલો રેડીમીક્સ પેચવર્ક કોલ્ડમીક્સ મટીરીયલથી ખાડા પૂરવાનો દાવો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે વરસાદ દરમિયાન હોટમિક્સ પદ્ધતિથી રસ્તાનું સમારકામ કરવું મુશ્કેલ હોવાથી આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જાહેરાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આટલી મોટી રકમનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હોવા છતાં, વાસ્તવિકતા એ છે કે આ મશીનરી વડે ખાડા બુરવાની કામગીરી ચોમાસું પૂરું થવા આવે ત્યારે એટલે કે નવરાત્રી પહેલાં જ હાથ ધરવામાં આવે છે. દર વર્ષે દિવાળી સમયે ડામર રોડ બનાવવામાં આવે છે, જોકે આ વર્ષે ચાલુ વરસાદમાં જ કામગીરી કરવામાં આવે તેના માટે મ્યુ. કમિશ્નર અને મેયર દ્વારા આદેશો આપી દેવામાં આવ્યા છે. જેને લઈને આ વર્ષે રાજકોટવાસીઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડશે તેવા દાવાઓ કરવામાં આવ્યા છે. ત્યારે જેટ પેચર મશીનથી કામગીરી ક્યારે શરૂ કરવામાં આવે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    કિશોરનું સગીરા પર બે દિવસમાં ત્રણ વાર દુષ્કર્મ:MPથી ભાગી આવી છેલ્લા બે મહિનાથી સુરતમાં રહેતી, કિશોરે મજબૂરીનો લાભ ઉઠાવી પ્રેમજાળમાં ફસાવી
    Next Article
    Christopher Nolan Gives A Shoutout To Satyajit Ray, Calls Pather Panchali An "Incredible Film"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment