Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમા કોલેજમાં વિદ્યાર્થિનીઓનું મેડિકલ ચેકઅપ:ગાંધીનગરની ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજમાં કેમ્પ યોજાયો

    1 day ago

    ગાંધીનગર સ્થિત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજ ખાતે 415 વિદ્યાર્થિનીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય ડૉ. લલિતકુમાર પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ F.Y.B.A અને F.Y.B.Com ની વિદ્યાર્થિનીઓ માટે આ કેમ્પ 10 અને 11 માર્ચના રોજ કોલેજ કેમ્પસમાં યોજાયો હતો. આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલ ગાંધીનગરના મેડિકલ નિષ્ણાત ડૉ. સાજીયાબેન મુલતાની, ડૉ. ક્રિષ્નાબેન પટેલ અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થિનીઓનું જનરલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. આ ઉપરાંત, આરોગ્ય અંગે જાગૃતિ વધારવા અને સમયસર નિદાન થઈ શકે તે માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મેડિકલ ઓફિસર ડૉ. અનિલભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થિનીઓને સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર મેડિકલ કેમ્પનું સંચાલન કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર પ્રા. હરેશભાઈ પટેલ અને હેલ્થ ચેકઅપ કમિટી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ કેમ્પથી વિદ્યાર્થિનીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધશે અને તેમને સમયસર તબીબી માર્ગદર્શન મળી રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈરાનની 5 મહિલા ફૂટબોલરોને ઓસ્ટ્રેલિયામાં શરણ:રાષ્ટ્રગાન ન ગાવા બદલ ગદ્દાર જાહેર કરાઈ હતી, 10 દિવસના યુદ્ધની 35 તસવીરો
    Next Article
    નવસારીમાં રોડ સાઇડના દબાણો પર પાલિકાનો હથોડો:ટ્રાફિક સમસ્યા દૂર કરવા ડિમોલિશન; દૂધિયા તળાવ પાસે 10.5 મીટરનો રોડ હવે 18 મીટરનો થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment