Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં રોડ સાઇડના દબાણો પર પાલિકાનો હથોડો:ટ્રાફિક સમસ્યા દૂર કરવા ડિમોલિશન; દૂધિયા તળાવ પાસે 10.5 મીટરનો રોડ હવે 18 મીટરનો થશે

    1 day ago

    નવસારી મહાનગરપાલિકાએ શહેરના વ્યસ્ત દૂધિયા તળાવ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. દૂધિયા તળાવ વોટરવર્કસ બિલ્ડિંગથી રોટરી સર્કલ તરફ જતા માર્ગ પરના દબાણો દૂર કરીને રસ્તાને પહોળો કરવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહીથી સ્થાનિકો અને વાહનચાલકોમાં રાહત જોવા મળી રહી છે. નવસારી મહાનગરપાલિકાના વિવિધ વિભાગોએ આજે સવારે 11 વાગ્યે જેસીબી મશીનો સાથે દૂધિયા તળાવ વિસ્તારમાં કામગીરી શરૂ કરી હતી. આ માર્ગ પર ત્રણ મુખ્ય રસ્તાઓ ભેગા થતા હોવાથી પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ થતો હતો. વારંવારની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, પાલિકાએ 10.50 મીટરના સાંકડા રસ્તાને 18મીટર સુધી પહોળો કરવાનો નિર્ણય લીધો છે. નવસારી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અધિકારી પ્રતીક ચૌધરીએ જણાવ્યું હતું કે, દૂધિયા તળાવથી છાપરા રોડ તરફ જતો રસ્તો ટ્રાફિક જામનું મુખ્ય કારણ હતો. આ સમસ્યાના કાયમી નિવારણ માટે GPMC એક્ટની કલમ 210 હેઠળ વોટરવર્કસ બિલ્ડિંગથી રોટરી સર્કલ સુધીના માર્ગ પર ડિમોલિશન કરવામાં આવ્યું છે. હાલનો 10.50 મીટરનો રસ્તો હવે 18મીટરનો બનશે, જેનાથી વાહન વ્યવહાર વધુ સુગમ બનશે. પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ જ્યાં ટ્રાફિકની ગંભીર સમસ્યા છે, ત્યાં સર્વે કરવામાં આવશે. ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ અને GPMC એક્ટની વિવિધ કલમો હેઠળ નિયમ અનુસાર નોટિસ આપીને દબાણો દૂર કરવાની કાર્યવાહી તબક્કાવાર ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ઉમા કોલેજમાં વિદ્યાર્થિનીઓનું મેડિકલ ચેકઅપ:ગાંધીનગરની ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજમાં કેમ્પ યોજાયો
    Next Article
    Why Russia's Putin May Be The Biggest Winner Of Trump's Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment