Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પિકઅપના દરવાજે લટકી બાળક સાથે યુવકના સ્ટંટ:જીવલેણ હરકતથી રાહદારીઓને પણ જોખમમાં મૂક્યા; વીડિયો વાયરલ; પોલીસ કાર્યવાહીની માંગ

    2 days ago

    વલસાડ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતો અને માનવ જીવનને જોખમમાં મૂકતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક યુવક સ્ટેડિયમ રોડ પર પૂરઝડપે દોડતી પિકઅપ વાનના સાઈડ દરવાજે એક નાના બાળક સાથે જોખમી સ્ટંટ કરતો જોવા મળે છે. વાયરલ વીડિયો અનુસાર, યુવક પિકઅપ વાનના આગળના દરવાજા પર બહારની તરફ લટકી રહ્યો છે. તેના એક હાથમાં એક નાનું બાળક પણ છે. ચાલુ વાહને આ પ્રકારે દરવાજે લટકીને સ્ટંટ કરવાથી ગંભીર અકસ્માત સર્જાઈ શક્યો હોત અને બાળક સહિત યુવકને મોટી જાનહાનિ થઈ શકી હોત. આ ઘટનાને પગલે રાહદારીઓ અને અન્ય વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પિકઅપ ચાલક અને સ્ટંટ કરનાર યુવકે માત્ર પોતાનો જ નહીં, પરંતુ જાહેર માર્ગ પરથી પસાર થતા અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો. જાહેર માર્ગ પર આ પ્રકારે જોખમી ડ્રાઇવિંગ કરવું એ ટ્રાફિક નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન અને ગુનો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતાં લોકો વલસાડ પોલીસ તંત્ર પાસે પિકઅપ ચાલક અને સ્ટંટ કરનાર યુવક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે વલસાડ પોલીસ આ વાયરલ વીડિયોના આધારે પિકઅપ વાનના નંબર શોધીને તેની સામે કેવા પ્રકારના દંડનાત્મક પગલાં ભરે છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્સ્ટાગ્રામનો પ્રેમે કાયદાની મર્યાદા ઓળંગી:21 વર્ષની યુવતી 17 વર્ષના સગીરને ભગાડીને સુરત લાવી, સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવાયાં, પરિવાર સુધી પહોંચાડવામાં મોટી સફળતા મળી
    Next Article
    Sports Authority of India, Odisha Sports Department Organise Fit India Carnival 2026 In Puri

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment