Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્સ્ટાગ્રામનો પ્રેમે કાયદાની મર્યાદા ઓળંગી:21 વર્ષની યુવતી 17 વર્ષના સગીરને ભગાડીને સુરત લાવી, સુરત રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવાયાં, પરિવાર સુધી પહોંચાડવામાં મોટી સફળતા મળી

    2 days ago

    કહેવાય છે કે “પ્રેમ આંધળો હોય છે”, પણ જ્યારે આ પ્રેમ કાયદાની મર્યાદા ઓળંગે ત્યારે પોલીસની ત્રીજી આંખ તેને શોધી જ કાઢે છે. રાજકોટના વિરપુરથી અપહરણ થયેલા એક 17 વર્ષીય સગીર અને તેની 21 વર્ષીય પ્રેમિકાને સુરત રેલવે પોલીસની શી-ટીમ દ્વારા સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પાંગર્યો હતો પ્રેમ મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશની 21 વર્ષીય યુવતી મીના (નામ બદલ્યું છે) અને રાજકોટના 17 વર્ષીય સગીર રાજુ (નામ બદલ્યું છે) વચ્ચે દોઢ વર્ષ પહેલા ઈન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા થઈ હતી. આ મિત્રતા ધીરે-ધીરે પ્રેમમાં પરિણમી હતી. બંનેએ સાથે જીવવા-મરવાના કસમ ખાઈ ગત તા. 6 માર્ચના રોજ ઘરેથી ભાગી છૂટ્યા હતા અને સુરત રેલ્વે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા. શી-ટીમની સતર્કતા અને સફળતા સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.બી. મીઠાપરાના માર્ગદર્શન હેઠળ વુમન એ.એસ.આઈ. મનિષા મધુકર અને તેમની શી-ટીમ પ્લેટફોર્મ નં-1 પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન જનરલ વેઇટિંગ રૂમમાં એક યુવતી અને સગીર ગભરાયેલી હાલતમાં બેઠેલા જણાતા પોલીસને શંકા ગઈ હતી. પોલીસે જ્યારે તેમની પૂછપરછ કરી ત્યારે સત્ય બહાર આવ્યું હતું કે સગીર રાજુ ગુમ થતા તેના પરિવારે વિરપુર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરી દેતા ભાગ્યા સુરત રેલ્વે પોલીસે તાત્કાલિક વિરપુર પોલીસનો સંપર્ક કરી વિગતો મેળવી હતી. યુવતી સગીરને પ્રેમ કરતી હતી અને તેના પરિવારને જાણ કરતા તેના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કરી દેતા બંને ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. પરિવાર સાથે મિલન અને પોલીસ કાર્યવાહી ગઈકાલે મોડી રાત્રે વિરપુર પોલીસના મહિલા એ.એસ.આઈ. નેહાબેન અને પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ સુરત આવી પહોંચ્યા હતા. સુરત રેલ્વે પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી સગીર બાળક અને મહિલાનો કબજો વિરપુર પોલીસને સોંપ્યો હતો. આમ, સુરત રેલ્વે પોલીસની સતર્કતાને કારણે એક સગીરને તેના પરિવાર સુધી પહોંચાડવામાં મોટી સફળતા મળી છે.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધ જેવો હવાઈ ‘ડ્રોન હુમલો’, બોટ દ્વારા પાણીનો મારો ચલાવાયો:અદાણી હજીરા પોર્ટ ઉપર લિક્વિડ જેટી-લિક્વિડ ટર્મિનલ પર સુરક્ષા સજ્જતા ચકાસવા મોકડ્રિલ
    Next Article
    વલસાડમાં પિકઅપના દરવાજે લટકી બાળક સાથે યુવકના સ્ટંટ:જીવલેણ હરકતથી રાહદારીઓને પણ જોખમમાં મૂક્યા; વીડિયો વાયરલ; પોલીસ કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment