Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પરીણિતાને જૂના પ્રેમીએ ધમકી આપી:લગ્ન માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ

    5 days ago

    જામનગરમાં એક પરણિત મહિલાને તેના દસ વર્ષ જૂના પ્રેમીએ ઘરમાં ઘૂસી લગ્ન કરવા દબાણ કર્યું હતું. આરોપીએ લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની અને પોતે પણ આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી. આ મામલે સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. રણજીતસાગર રોડ પરની એક સોસાયટીમાં રહેતી પરણિત યુવતીએ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામના જુનેદ જુસબ ખેરાણી સામે ફરિયાદ નોંધાવી છે. યુવતી પોતાના માતા-પિતાના ઘરે પતિ સાથે આવી હતી ત્યારે આ ઘટના બની હતી. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી જુનેદ અને ફરિયાદી યુવતી દસ વર્ષ પહેલા પ્રેમ સંબંધમાં હતા. જોકે, યુવતીએ કચ્છના આદિપુરના યુવાન સાથે લગ્ન કરી લીધા હતા અને હાલ તેમને આઠ વર્ષનું એક સંતાન પણ છે. તે પોતાના પતિ અને બાળક સાથે કચ્છમાં રહે છે. ગઈકાલે યુવતી પોતાના માતા-પિતાના ઘરે જામનગર આવી હતી. તે સમયે આરોપી જુનેદ ઘરમાં ઘૂસી આવ્યો હતો. તેણે યુવતીનો હાથ પકડી પોતાની સાથે લગ્ન કરવા દબાણ કર્યું અને ધમકી આપી કે જો તે લગ્ન નહીં કરે તો તેને મારી નાખશે અને પોતે પણ આપઘાત કરી લેશે. આ બનાવ અંગે સિટી એ. ડિવિઝનના પીએસઆઇ એલ. બી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વાઘલધરામાં વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત:સોનવાડાના જતીન પટેલને જમ્પર બાંધવાની કામગીરી વખતે બેક કરંટ લાગ્યો; 10 ફૂટથી પટકાયા
    Next Article
    Shekhar Kapur recalls his spat with Javed Akhtar over Mr India sequel, says writer asked what he had done for the film: ‘I have no rights’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment