Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોતના મુખમાંથી પરત ફરેલા દર્દીઓના નોંધપાત્ર કિસ્સા:ગુલિયન બેર સિન્ડ્રોમના કારણે શ્વાચ્છોશ્વાસ-લકવાની અસર સાથે લવાયેલા ગંભીર 10 દર્દીને સ્મીમેરમાં સારવારથી મળ્યું નવજીવન

    9 hours ago

    સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ગરીબ વર્ગના દર્દીઓ માટે ફરી સંજીવની સાબિત થઈ છે. ત્રણ મહિનામાં સ્મીમેરમાં ‘જીબીએસ’ જેવી અત્યંત ગંભીર બીમારીના 10 દર્દીઓ દાખલ થયા હતા. આમાંના ઘણા દર્દીઓ અત્યંત નાજુક સ્થિતિમાં અને વેન્ટિલેટર પર હતા. ખાનગી હોસ્પિટલોમાં GBS સારવારનો ખર્ચ અંદાજે 6 થી 7 લાખ રૂપિયા થાય છે, પરંતુ સ્મીમેરમાં આ તમામ દર્દીઓને મોંઘા ઈન્જેક્શન અને સારવાર આપીને હેમખેમ ઘરે મોકલાયા છે. મોતના મુખમાંથી પરત ફરેલા દર્દીઓના નોંધપાત્ર કિસ્સા વેન્ટિલેટર સાથે દાખલ દર્દી ચાલતા ઘરે ગયા : ઈબ્રાહીમ કુરેશીને 12 જૂન 2026ના રોજ બહારથી જ વેન્ટિલેટર સાથે સ્મીમેર દાખલ કરાયા હતા. 6 દિવસમાં વેન્ટિલેટર પરથી મુક્ત કરાયા અને 22 જૂને સ્વસ્થ થતાં રજા અપાઇ હલનચલન ગુમાવી ચૂકેલા દર્દી ચાલતા થયા : સાજીદ મન્સુરી કે જેઓના હાથ-પગમાં બિલકુલ હલનચલન ન હતું, તેમને 16 જૂને દાખલ કરી INJ IVIG અપાયા હતા. સારવારના અંતે તેઓ 24 જૂને હેમખેમ ઘરે પરત ફર્યા હતા. આ દર્દીઓની પણ સફળ સારવાર : રાહુલ માળી, કંચન અરીદ્દોપીયા, જયસુખ દેસાઈ, રઘુભાઈ, ભરતભાઈ, વશ્રામ લાડુમોર અને ગોર્ધન હેપાનીને લકવાની અસર સાથે દાખલ કરાયા હતા. સારવાર બાદ સ્વસ્થ થઇ ઘરે ગયા હતા. ગંભીર બીમારી GBS શુ છે? GBS (ગુલિયન બેર સિન્ડ્રોમ એ એક દુર્લભ પરંતુ ગંભીર ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. જેમાં દર્દીની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી તેના પેરીફેરલ ચેતાતંતુઓ પર હુમલો કરે છે. શરીરમાં સુન્નતા છવાઈ છે, ક્યારેક લકવો થઈ શકે છે. શરૂઆત હાથ-પગમાં સોય ભોંકાવાથી થાય છે, ગંભીર કિસ્સામાં દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે અને વેન્ટિલેટરનો આશરો લેવો પડે છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:'મોદીજી, તમે મારી જિંદગી નરક બનાવી દીધી', PMને ગાળો આપનારી છોકરીનો નવો વીડિયો, નેપાળમાં 800 મોત, પાટણમાં જંગલી જનાવરે 15થી વધુ લોકોને બટકાં ભર્યાં
    Next Article
    અમેરિકાએ ઈરાન પર એક મહિના પછી ફરી હુમલો કર્યો:હોર્મુઝ નજીક રોકેટ લોન્ચર્સને ટાર્ગેટ કરી નષ્ટ કર્યા; ઈરાને જવાબમાં જોર્ડન પર મિસાઈલો છોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment