Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સૂર્યાએ હનુમાનજીને કહ્યું'તું ટ્રોફી લઈને આવીશું':દાદાના આશીર્વાદથી જીતી ફરી દર્શન કર્યાં, સ્ટેડિયમે સ્કેચ સાથે રાહ જોઇ પણ ન મળ્યા ને મંદિરે હાર્દિક-સૂર્યાનો પરીને ભેટો થયો

    2 days ago

    8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T-20 ફાઇનલ મેચ યોજાઇ હતી. જેમાં ટીમ ઇન્ડિયાની જીત થઈ હતી. ટીમ ઇન્ડિયા ફાઈનલમાં મેચ રમ્યા પહેલા મોટેરા સ્ટેડિયમ પાસે આવેલા હનુમાન ટેકરી દાદાના દર્શન કરવા માટે પહોંચી હતી. અને ટીમ ઇન્ડિયા પોતાની જીત બાદ પણ ટ્રોફી લઈને દાદાના ચરણોમાં દર્શન કરવા માટે પહોંચી હતી. દિવ્ય ભાસ્કરે હનુમાન ટેકરી દાદા મંદિરના મહારાજ ઈશ્વરદાસ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે ફાઇનલ પહેલાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને ગૌતમ ગંભીર દર્શન આવ્યા ત્યારે અને પછી શું શું થયું તે અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત એક બાળકીને હનુમાનજી શ્રદ્ધાના આશીર્વાદ મળ્યા હતા. આ બાળકી સાથે પણ અમે વાત કરી હતી. આ અંગે મંદિરના મહારાજ ઇશ્વરદાસે જણાવ્યું હતું કે હું આ મંદિરમાં 2002થી સેવા આપી રહ્યો છું, આ મંદિર લગભગ 100 વર્ષ જૂનું છે. આ મંદિરના પહેલા ત્રણ સેવક હતા ત્યારબાદ હું અત્યારે ચોથા સેવક તરીકે સેવા આપી રહ્યો છું. 8 માર્ચે યોજાયેલી T-20 ફાઇનલ પહેલાં ટીમ ઇન્ડિયા દર્શન કરવા માટે મંદિરે આવી હતી. ત્યારે દાદાએ તેમને દર્શન આપ્યા હતા. ‘મેચ પહેલા આશીર્વાદ લઈને ગયા હતા’ ઇશ્વરદાસે આગળ જણાવ્યું કે, સૂર્ય કુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને ગૌતમ ગંભીર જ્યારે આ મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા ત્યારે તેઓ દર્શન કરીને દાદાના ચરણોમાં શિશ ઝૂકાવીને આશીર્વાદ મેળવીને ગયા હતા. અમે અમારી તરફથી મંદિરમા પૂજા અર્ચના કરી હતી. જોકે ટીમ ઇન્ડિયાની જીત બાદ પણ કેપ્ટન સૂર્ય કુમાર યાદવ ટીમ સાથે ટ્રોફી લઈને મંદિરે ફરીથી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ‘જય શાહ મહિને ત્રણ-ચારવાર દર્શન કરવા આવે છે’ તેઓ મંદિરે આવ્યા ત્યારે તેમની સાથે જય શાહ પણ દર્શન કરવા આવ્યા હતા. જોકે જય શાહ તો જેટલી વાર અમદાવાદમાં આવે છે એટલી વખત મહિનામાં ત્રણથી ચાર વાર હનુમાન ટેકરી દાદાના દર્શને ચોક્કસ આવે છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. પોતાની માનતા બાધા અહીં પૂરી કરવા માટે આવતા હોય છે. પરી સ્કેચ સાથે સ્ટેડિયમે ઉભી રહી પણ ફેવરિટ ક્રિકેટરને મળી શકી નહીં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલને મળવાની ઈચ્છા ધરાવતી 15 વર્ષની પરી પટેલે સૂર્ય કુમાર અને હાર્દિક પંડ્યાનો સ્કેચ બનાવ્યો હતો. તેણે મોદી સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને મળવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સિક્યુરિટીના કારણે તે કોઈ ખેલાડીને મળી શકી ન હતી. હનુમાન મંદિરે પ્રાર્થના કરી ને બીજી જ મિનિટે હાર્દિક-સૂર્યા સામે દેખાયા ત્યાર બાદ પરી પટેલ નિરાશ થઈને મોદી સ્ટેડિયમ પાસે આવેલા હનુમાન ટેકરી મંદિરે ભગવાનને એ સ્કેચ બતાવવા માટે પહોંચી ભગવાનને પ્રાર્થના કરી હતી કે મારે હાર્દિક પંડ્યા અને ટીમ ઇન્ડિયાને મળવું છે. જાણે હનુમાન દાદાએ કોઈ ચમત્કાર કર્યો હોય તેવા દ્રશ્યો બીજી જ મિનિટે જોવા મળ્યા. સ્કેચ પર ઓટોગ્રાફ પણ લીધો પરી પટેલ સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા અને સંજુ સેમસનના ત્રણ સ્કેચ લઈને મંદિરમાં ઉભી હતી ત્યારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ હનુમાન ટેકરી મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને પરીના હાથમાં સ્કેચ જોઈને સૂર્યકૂમાર યાદવ અને હાર્દિક પંડ્યા ખુશ થઈને તેને મળ્યા હતા. માત્ર એટલું જ નહીં, સ્કેચ પર તેમનો ઓટોગ્રાફ પણ લીધો હતો. ઓટોગ્રાફ લીધા બાદ પરી બીજા દિવસે ફરી હનુમાન ટેકરી દાદાના દર્શન કરવા માટે સ્કેચ લઈને પહોંચી હતી. ત્યારે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં પરી પટેલે જણાવ્યું હતું કે, મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. ભારત વર્લ્ડકપ જીતી ગયું, તેથી મને ખૂબ જ આનંદ થયો. ‘અમે જેવા અંદર ગયા, તુરંત જ હાર્દિક અને સૂર્યકુમાર યાદવ ત્યાં આવ્યા’ હું હાલમાં 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. મને કોઈ ખ્યાલ નહોતો કે મને ઓટોગ્રાફ મળી જશે. મેં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો, પણ ત્યાં સુરક્ષા ખૂબ જ કડક હતી. પછી અમે હનુમાન મંદિરે દર્શન કરવા આવ્યા. અમે જેવા અંદર ગયા, તુરંત જ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ ત્યાં આવ્યા. ત્યાંના ચાર પોલીસ કર્મચારીઓએ મને ખૂબ મદદ કરી, જે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. મેં આ પોટ્રેટ રાત્રે 11:30થી સવારના 5 વાગ્યા સુધીમાં બનાવ્યું છે. ‘મારો ફેવરિટ પ્લેયર હાર્દિક પંડ્યા છે’ હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસનના પોટ્રેટ બનાવ્યા છે. મારો ફેવરિટ પ્લેયર હાર્દિક પંડ્યા છે. મને પહેલા ક્રિકેટમાં એટલો રસ નહોતો, પણ હવે ઘણો વધી ગયો છે. હનુમાન ટેકરી મંદિરના મહારાજે મને ઘણા આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી હતી કે મારી દરેક ઈચ્છા પૂરી થાય. અને ખરેખર એવું જ થયું. પરીને સૂર્યકુમાર અને હાર્દિકે શું કહ્યું? સૂર્યકુમાર અને હાર્દિક પંડ્યાને મળીને તો ખુશી બહુ આવી ગઈ હતી. એમના ચહેરા પર પણ આનંદ તો છલકાઈ જ રહ્યો હતો. સાથે સાથે સૂર્યકુમાર યાદવે તો મને કહ્યું કે 'બહુત અચ્છા' અને હાર્દિક પંડ્યાએ કહ્યું કે 'બહુ સરસ બનાવ્યું છે'. જ્યારે હાર્દિક પંડ્યાએ મારી સાથે ગુજરાતીમાં વાત કરી ત્યારે મને વધારે મજા આવી ગઈ. ‘ટીમ ઇન્ડિયા પર ભગવાનના આશીર્વાદ તો હોય જ’ જ્યારે મંદિરે દર્શન કરવા માટે આવેલી યુક્તિ ચાવડાએ જણાવ્યું હતું કે, હું અહીં 10 વર્ષથી આવું છું, નાની હતી ત્યારથી દાદાના દર્શન કરું છું.લાઈક મારા મમ્મી લોકો નાના હતા ત્યારનું આ મંદિર છે, એટલે બધાને બહુ જ શ્રદ્ધા છે. ટીમ ઇન્ડિયા પહેલાં આવી ત્યારે મને ખબર પડી હતી ત્યારે એવું જ હતું કે ટીમ ઇન્ડિયા જ જીતશે. પહેલાથી જ ખબર પડી ગઈ હતી કે ઇન્ડિયા જ જીતશે, કારણ કે દર્શન કરવા આવી હતી એટલે ભગવાનના આશીર્વાદ તો હોય જ એમની ઉપર. અહીં ભગવાનના આશીર્વાદ પણ એમની ઉપર છે અને એવી રીતે જ આખી ટીમ જીતશે, ભગવાનના આશીર્વાદ હશે એટલે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પની ધમકી- ઈરાન પર 20 ગણી તાકાતથી હુમલો:અત્યાર સુધી 5000 ઠેકાણાઓ ટાર્ગેટ કરાયાં, જ્યાં સુધી દુશ્મનનો અંત નહીં થાય યુદ્ધ શરૂ જ રહેશે
    Next Article
    Live Updates: US Says It Struck Over 5,000 Targets In First 10 Days Of Iran War

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment