Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો:ડુંગરીમાં વાલ્વ બગડતાં હજારો લિટર પાણીનો વેડફાટ‎

    2 days ago

    ભરૂચના ડુંગરી વિસ્તારમાં વાલ્વ બગડી જતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહયો છે. થોડા સમય પહેલાં રૂા.2 કરોડના ખર્ચથી નવી ટાંકી બનાવવામાં આવી હતી. આ ટાંકીના વાલ્વમાં સમસ્યા ઉભી થતાં પાણીનો વેડફાટ થઇ રહયો હોવાની વિગતો સામે આવી છે. ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.ડુંગરી વિસ્તારમાં ઓવરહેડ ટાંકીનો વાલ્વ ખરાબ થતા હજારો લીટર પાણી રસ્તા પર વહ્યું હતું ભરૂચ શહેરમાં ભર ઉનાળાની વચ્ચે અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. શહેરના ડુંગરી વિસ્તારમાં આવેલી ઓવરહેડ પાણીની ટાંકીનો વાલ્વ ખરાબ થઈ જતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું. માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર પાણી વહેતા વાહનચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે ઉનાળાના સમયમાં પાણીની ભારે જરૂરિયાત હોય છે ત્યારે આ રીતે પાણીનો બગાડ થવો ચિંતાજનક બાબત છે. પાણી રસ્તા પર વહેતા લોકોમાં તંત્ર સામે આક્રોશ પણ જોવા મળ્યો હતો. મહત્વની વાત એ છે કે આ ઓવરહેડ પાણીની ટાંકી નલ સે જલ યોજના હેઠળ અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી હતી. છતાં વાલ્વ ખરાબ થતા પાણીનો વેડફાટ થયો હોવાના કારણે લોકો તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યુદ્ધથી પાકિસ્તાનમાં 'લોકડાઉન'; હવે 25 દિવસ અગાઉ બાટલો બુક કરવો પડશે; મંદિરનાં બાથરૂમમાં બે કોલેજીયનના આપઘાતમાં મોટો ઘટસ્ફોટ
    Next Article
    Iran war-linked LPG shortage hits Mumbai kitchens; restaurants rethink menus, slow-cooked dishes at risk

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment