Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:લગ્નની લાલચ આપી યુવતી પર શખસનું દુષ્કર્મ

    2 days ago

    જામનગર શહેરની એક યુવતિ સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ લગ્નની લાલચ આપીને પરણિત શખસે એકાદ વર્ષથી અવાર-નવાર દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદથી ચકચાર મચી ગઈ છે અને શખસ નાશી છુટતા પોલીસે તેની શોધખોળ આરંભી છે. જામનગર શહેરના એક વિસ્તારમાં રહેતી આશરે 25 વર્ષની એક યુવતિ સાથે પવન ચક્કી વિસ્તારમાં રહેતો આકાશ પ્રકાશભાઈ કનખરા નામના શખ્સે સૌ પ્રથમ ફ્રેન્ડશીપ કરી હતી. જે બાદ પોતે પરણીત હોવાનું છુપાવીને યુવતિને લગ્ન કરવાની લાલચ આપી હતી, અને તેણી સાથે શારીરીક સબંધ બાંધ્યો હતો. પાછળથી યુવતીને માલુમ પડયું હતું કે આકાશ પરણીત છે, અને પોતાની સાથે છેતરપિંડી કરી છે. જેથી તેણે આખરે આ મામલાને સીંટી એ. ડિવિઝન પોલીસ પથકે પહોંચાડ્યો હતો. જ્યાં યુવતીની ફરિયાદના આધારે આકાશ કનખરા સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ પી.આઈ. એન.એ. ચાવડાએ ગુનો નોંધ્યો હતો. પોલીસે યુવતીને તબીબી પરીક્ષણ માટે જી.જી.હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. તો ફરિયાદની જાણ થતાં જ આરોપી નાશી છુટતા પોલીસે તેની સઘન શોધખોળ આરંભી છે. સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ:કચ્છમાં 22,558 કિશોરીને સર્વાઈકલ કેન્સરની રસી અપાશે
    Next Article
    સેવામાં વધારો:ભાણવડ સરકારી હોસ્પિટલને નવી એમ્બ્યુલન્સ મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment