Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:કચ્છમાં 22,558 કિશોરીને સર્વાઈકલ કેન્સરની રસી અપાશે

    2 days ago

    કચ્છમાં મહિલાઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને સરકાર દ્વારા ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઈકલ કેન્સર) સામે રક્ષણ આપતી એચપીવી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ઝુંબેશ આગામી 31 મે સુધી કાર્યરત રહેશે, જે અંતર્ગત કિશોરીઓને બીમારી સામે રક્ષણ આપતી વેકસિન મૂકવામાં આવશે. જિલ્લા આરોગ્ય વિભાગના આંકડા મુજબ, આ અભિયાન હેઠળ જિલ્લામાં કુલ 22,558 લાભાર્થી કિશોરીની નોંધણી કરાઈ છે. અભિયાનના પ્રારંભિક તબક્કાથી અત્યાર સુધીમાં 494 દીકરીને રસીનો ડોઝ અપાયો છે. આ રસી ખાસ કરીને 14 વર્ષ પૂર્ણ અને 15મું વર્ષ ચાલતું હોય તેવી કિશોરીઓને આપવામાં આવી રહી છે. જિલ્લામાં રસીની ગુણવત્તા જળવાઈ રહે તે માટે 96 કોલ્ડ ચેઈન સેન્ટરો કાર્યરત છે. લાભાર્થીઓ નજીકના સીએચસી, પીએચસી, યુએસસી અથવા જિલ્લા હોસ્પિટલ ખાતે જઈને નિઃશુલ્ક રસી મેળવી શકે છે. રસી આપ્યા બાદ ટેકો સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવે છે અને લાભાર્થીને ઓનલાઈન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. કચ્છના આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે, જે કિશોરીઓની વય 14 થી 15 વર્ષની વચ્ચે છે, તેમના વાલીઓએ જાગૃત બની નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. 31 મે સુધી ચાલનારા આ અભિયાનનો મહત્તમ લાભ લઈ જિલ્લાની દીકરીઓને કેન્સર મુક્ત ભવિષ્ય આપવા સહભાગી બનવું જોઈએ. ભાસ્કર નોલેજ શા માટે એચપીવી રસી લેવી જરૂરી છે? ગર્ભાશયના મુખનું કેન્સર એ ભારતમાં મહિલાઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે. એચપીવી રસી આ કેન્સર સામે 90% થી વધુ સુરક્ષા આપે છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આ રસી તબીબી રીતે સુરક્ષિત છે. સામાન્ય રસીની જેમ જ હાથ પર સ્નાયુમાં આપવામાં આવે છે. રસી લીધા બાદ ભાગ્યે જ કોઈને સામાન્ય તાવ અથવા જે જગ્યાએ રસી આપી હોય ત્યાં સામાન્ય દુખાવો કે સોજો આવી શકે છે, જે ટૂંકા સમયમાં આપોઆપ મટી જાય છે. આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓ અને આશાવર્કર મારફતે જાગૃત્તિ કાર્યક્રમો કરી રસીની સમજ આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
    Click here to Read More
    Previous Article
    'સૂર્યાએ હનુમાનજીને કહ્યું'તું ટ્રોફી લઈને આવીશું':દાદાના આશીર્વાદથી જીતી ફરી દર્શન કર્યાં, સ્ટેડિયમે સ્કેચ સાથે રાહ જોઇ પણ ન મળ્યાને મંદિરે હાર્દિક-સૂર્યાનો પરીને ભેટો થયો
    Next Article
    ફરિયાદ:લગ્નની લાલચ આપી યુવતી પર શખસનું દુષ્કર્મ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment