Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધુરિમા ન્યૂઝ:આ ગામનું સંચાલન હવે મહિલાઓના હાથમાં!

    3 days ago

    લજ્જા દવે પંડ્યા ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું ચિખલવાવ ગામ મહિલા સશક્તિકરણનું એક સુંદર ઉદાહરણ બન્યું છે. આ આદિવાસી ગામનો સમગ્ર વહીવટ સંપૂર્ણપણે મહિલાઓના હાથમાં છે. છેલ્લા ચાર વર્ષથી અહીંયા ગ્રામ પંચાયત, સ્કૂલ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓનું સંચાલન મહિલાઓ જ કરી રહી છે. સરપંચ સહિત પંચાયતના તમામ આઠ સભ્યો મહિલાઓ છે. વળી, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર, આશા વર્કર્સ, આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ અને ગામના તલાટી મંત્રી પણ મહિલાઓ જ છે. આશરે 1700ની વસ્તી ધરાવતું આ ગામ મોટાભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. છતાં, અહીં સાક્ષરતાનો દર ઘણો ઊંચો છે અને કન્યા શિક્ષણ પર અને કન્યાઓમાં બાળપણથી જ લીડરશીપ ના ગુણ વિકસે તે પર વિશેષ ધ્યાન અપાય છે. ચિખલવાવ ગામને બે વાર ‘સમરસ ગ્રામ પંચાયત’ તરીકે પણ જાહેર કરાયું છે. ગુજરાત સરકારની આ યોજના હેઠળ જે ગામમાં સરપંચ અને સભ્યોની પસંદગી ચૂંટણી વગર સર્વસંમતિથી કરવામાં આવે છે તેને વિકાસલક્ષી કામ માટે વિશેષ ગ્રાન્ટ અને ફંડ અપાય છે. ચિખલવાવ ગામની મહિલાઓ જાણે દેશની અન્ય મહિલાઓને વહીવટી કાર્યમાં જોડાઈ સામાજિક બદલાવ લાવવા માટે હાકલ કરી રહી છે. ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ ચેમ્પિયનશિપની શ્રેષ્ઠ શૂટર ઇન્દોરમાં યોજાયેલી 19મી ઓલ ઈન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં BSFની કોન્સ્ટેબલ ધીરામોની રાયએ ઉત્તમ પ્રદર્શન કરીને ‘બેસ્ટ શૂટર’નો ખિતાબ મેળવ્યો છે. છ દિવસ ચાલેલી આ ચેમ્પિયનશિપ ઇન્દોરમાં BSFના સેન્ટ્રલ સ્કૂલ ઓફ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ દ્વારા આયોજિત કરાઈ હતી. જેમાં, ધીરામોનીના ઉત્તમ પ્રદર્શનના કારણે BSF મહિલા ટીમે કુલ ચેમ્પિયનશિપ ટ્રોફી પણ જીતી હતી. મહિલાઓની કેટેગરીમાં BSFએ ‘બેસ્ટ રાઇફલ’ અને ‘બેસ્ટ પિસ્ટલ’ના ખિતાબ પણ પોતાના નામે કર્યા. આ સ્પર્ધામાં દેશભરના કેન્દ્રીય સશસ્ત્ર દળો, રાજ્ય પોલીસ અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમોના 600થી વધુ શૂટરોએ ભાગ લીધો હતો અને કુલ 17 સ્પર્ધાઓ યોજાઈ હતી. વીજળીના થાંભલે ચઢી કાર્ય કરતી ‘લાઇનમેન’ને રાષ્ટ્રીય સન્માન નાગપુરની દીપાલી ખોબરગાડેએ પુરુષપ્રધાન મનાતા લાઇનમેનના આ ક્ષેત્રમાં પોતાની મહેનત તથા સમર્પણથી નવી ઓળખ બનાવી છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડમાં સિનિયર ટેક્નિશિયન તરીકે કાર્યરત દીપાલીને નવી દિલ્હીમાં ‘લાઇનમેન ડે’ નિમિત્તે રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવશે. છેલ્લા 12 વર્ષથી આ ફિલ્ડમાં કાર્ય કરતી દીપાલીએ શરૂઆતના 7 વર્ષ ગામડાઓમાં કાર્ય કર્યું. હવે છેલ્લા 5 વર્ષથી તે નાગપુરના મહાલ વિસ્તારમાં કાર્યરત છે. લાઇન મેન જેવા જોખમી કાર્ય માટે તેને મળેલી આ રાષ્ટ્રીય ઓળખ મહિલાઓના હિંમત અને આત્મવિશ્વાસનો પુરાવો છે. ‘બલિદાન બેજ’ મેળવનારી પ્રથમ મહિલા અધિકારી ભારતીય સેનાના મેડિકલ ઓફિસર મેજર દીક્ષા સી. મુદાદેવન્નાવરએ સેનાની પેરા સ્પેશિયલ ફોર્સમાં ‘બલિદાન બેજ’ મેળવીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તેઓ આ સિદ્ધિ મેળવનારા પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. નાનપણથી જ દેશસેવાનો અડગ જુસ્સો ધરાવતા દીક્ષાએ સ્કૂલ દરમિયાન NCCમાં જોડાઈને શિસ્ત અને નેતૃત્વના પાઠ શીખ્યા હતા. MBBS પૂરું કરીને શોર્ટ સર્વિસ કમિશન દ્વારા તેઓ આર્મી મેડિકલ કોર્પ્સમાં જોડાયા હતા. લખનૌમાં કઠિન તાલીમ પૂર્ણ કર્યા બાદ તેમની પ્રથમ નિમણૂક લેહના તાંગત્સે સ્થિત 303 ફીલ્ડ હોસ્પિટલમાં થઈ હતી, જ્યાંથી તેમની અસલી સફર શરૂ થઈ હતી. પેરા સ્પેશિયલ ફોર્સમાં જોડાવું એ કોઈ ખાવાના ખેલ નથી. દીક્ષા માટે પણ આ માર્ગ પડકારોથી ભરેલો હતો. બે વખત નિષ્ફળતા મળવા છતાં તેમણે હિંમત હારી નહીં. ત્રીજા પ્રયાસમાં તેઓ પેરા સ્પેશ્યલ ફોર્સમાં સિલેક્ટ થયા અને ક્ઠીન તાલીમની શરૂઆત થઈ. બતાવી. ડિસેમ્બર 2022માં તેઓ રેજિમેન્ટલ મેડિકલ ઓફિસર તરીકે પેરા યુનિટમાં જોડાયા હતા. તેમણે તુર્કીના વિનાશક ભૂકંપ દરમિયાન ભારતના ‘ઓપરેશન દોસ્ત’ સહિત અનેક મહત્ત્વપૂર્ણ મિશનોમાં સક્રિય ભૂમિકા ભજવી છે. તેમની આ અસાધારણ સેવા અને પેરા સ્પેશિયલ ફોર્સની અત્યંત કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તેમને પ્રતિષ્ઠિત ‘બલિદાન બેજ’ એનાયત કરવામાં આવ્યો છે. જાણો શું છે ‘બલિદાન બેજ’ અને તેનું મહત્ત્વ? ભારતીય સેનામાં ‘બલિદાન બેજ’ એ માત્ર એક પ્રતીક નથી, પરંતુ તે અદમ્ય સાહસ અને સમર્પણની પરાકાષ્ઠા છે. આ બેજ માત્ર પેરા સ્પેશિયલ ફોર્સના એવા સૈનિકોને જ આપવામાં આવે છે જેઓ દુનિયાની સૌથી કઠિન ગણાતી પસંદગી પ્રક્રિયા અને તાલીમમાંથી પસાર થઈને સફળતા મેળવે છે. આ બેજ ધારણ કરનાર સૈનિક દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારી અને અસાધારણ સહનશક્તિ ધરાવે છે. સેનામાં આ બેજ મેળવવો એ કોઈપણ સૈનિક માટે સર્વોચ્ચ ગૌરવની બાબત છે.
    Click here to Read More
    Previous Article
    ફેશન:એક દુપટ્ટો, અનેક સ્ટાઈલ; શીખો ડ્રેપિંગની સ્માર્ટ રીતો
    Next Article
    પરખ:તમે મેદસ્વી છો? તો જાણો આ 7 ડાયેટ પ્લાન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment