Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાનુભાવો કચ્છની મુલાકાતે:સદગુરુ જગ્ગી વાસુદેવ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કચ્છના મહારાણી પ્રીતિદેવી સાથે ભુજમાં કરી મુલાકાત

    3 days ago

    કચ્છના આંગણે આજે એક વિશેષ મુલાકાતે ભારે કુતૂહલ સર્જ્યું હતું. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુરુ જગ્ગી વાસુદેવ મહારાજે આજે કચ્છના મહારાણી પ્રીતિદેવી સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવોએ કચ્છના વિકાસ અને સંસ્કૃતિમાં રાજપરિવારના ઐતિહાસિક યોગદાનને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું. અગાઉ, માંડવી રોડ પર સ્થિત હેલીપેડ પર અચાનક ખાનગી ચોપરનું ઉતરણ થતા સ્થાનિકોમાં ભારે આશ્ચર્ય અને જિજ્ઞાસા જોવા મળી હતી. શરૂઆતમાં અસમંજસ બાદ માલુમ પડ્યું હતું કે આ હેલિકોપ્ટરમાં ગૌતમ અદાણી અને સદગુરુ ભુજની મુલાકાતે આવ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતને પગલે વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની હતી. પ્રભાવી વ્યક્તિત્વોના આ મિલનને કચ્છના સામાજિક વર્તુળોમાં ગૌરવપૂર્ણ ગણાવવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભુજની જનરલ હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો:ઇમરજન્સીમાં સમયને જ મોટું શસ્ત્ર સમજી દર્દીઓની અસરકારક સારવાર કરવી જોઇએ
    Next Article
    વિધાનસભામાં સરકાર દ્વારા અપાઈ માહિતી:ધોરડોમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો પાછળ 6.74 કરોડનો ખર્ચ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment