Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજની જનરલ હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો:ઇમરજન્સીમાં સમયને જ મોટું શસ્ત્ર સમજી દર્દીઓની અસરકારક સારવાર કરવી જોઇએ

    3 days ago

    ઈમરજન્સી ગણાતી હૃદય, અકસ્માત, મગજ, ઝેરીદવા પી લેવા સમાન ગંભીર ઘટનામાં સમયને જ મોટું શસ્ત્ર સમજી સારવાર કરવી જોઇએ તેમ યુનાઈટેડ કિંગડમ સહિત ભારતના જુદાજુદા ઇમરજન્સી મેડિસિનના નિષ્ણાતોએ ભુજની જનરલ હોસ્પિટલ ખાતે યોજાયેલા સેમિનારમાં જણાવ્યું હતું. યુ.કે.ની રોયલ ડર્બી હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડો. વેંકટ કોટમરાજુએ સ્ટ્રોક ઉપર સમજ આપી હતી. GAIMSના મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ આવકાર આપ્યો હતો. હૈદરાબાદની નિઝામ ઇન્સ્ટીટયુટના ડો. આસિમા શર્મા, ડી.વાય.પાટીલ મેડિકલ કોલેજ પૂણેના ડૉ. સરબરી સ્વાઈકા, જયપુર એમ. જી. એમ. મેડિકલ કોલેજના પ્રોફે.ડો. સુચિત વાયા તથા ડો.રેવાંત અગ્રવાલ, લખનૌ ડો.રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડો.રાજીવ રતનસિંઘ યાદવે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, બેંગલુરુ વ્યેદેહી મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટરના ડો.સહાના, બેંગલુરુ રામૈયા મેડિકલ કોલેજના ડો.હરિપ્રસાદ કે.વી., તમિલનાડુ મેડિકલ કોલેજના ડો.સત્ય તેજા રવિ, મેદાંતા હોસ્પિટલ નોઇડાના ડો. નતાશા તથા મેરિંગો સિમ્સ હોસ્પિટલના ડો.હર્ષિલ મેહતા, અમદાવાદના એચ.સી.જી. હોસ્પિટલના કન્સલ્ટન્ટ ન્યૂરો સર્જન ડો.પાર્થ જાનીએ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, અમદાવાદ ન.મો.મેડિકલ કોલેજના ડો.મેહુલ ગજ્જર, વડોદરા મેડિકલ કોલેજના ડો.રીના પરીખ, રાજકોટ ના ડો.પ્રતીક દોશી તેમજ આણંદ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ ડો.દર્શન શાહ અને ડો.કેયુર શાહે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત મેડિકલ કાઉન્સિલ ઓબ્ઝર્વર ડો.બળવંતદાન ખડિયા હાજર રહ્યા હતા. અદાણી હેલ્થ કેરના હેડ ડૉ.પંકજ દોશીના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં ડીન ડો. એ.એન.ઘોષ, ચીફ મેડિકલ સુપ્રિ.ડો. નરેન્દ્ર હિરાણી, આસિસ્ટન્ટ.ડીન ડો.અજીત ખીલનાની સહિત તબીબો જોડાયા હતા. સંકેત પટેલ, ડો.શિવમ ભાનુશાલી અને ડો. રાહુલસિંહ જાડેજાએ આયોજન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    Kharge seeks discussion on West Asia; irresponsible behaviour, says Nadda
    Next Article
    મહાનુભાવો કચ્છની મુલાકાતે:સદગુરુ જગ્ગી વાસુદેવ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કચ્છના મહારાણી પ્રીતિદેવી સાથે ભુજમાં કરી મુલાકાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment