Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'છોકરી પસંદ કરો, ફસાવવાનું કામ અમારું':કોન્ટ્રેક્ટ લઈને હનીટ્રેપ અને સેક્સટોર્શન કરનારનો પર્દાફાશ, સગીરો સાથે વીડિયો બનાવતા

    1 day ago

    ‘14 પ્લસ બેસ્ટ છે... એમાં સીધું પોક્સો લાગે છે. ટચ પણ ન થયો હોય તોપણ કેસ પાક્કો. 18માં સહમતીનો સવાલ આવી જાય છે. 14માં માણસ પૂરી રીતે ફસાય છે.’ આ વાત સેક્સટોર્શન અને હનીટ્રેપનો કોન્ટ્રેક્ટ લેનારી ગેંગના એજન્ટે ભાસ્કરના ગુપ્ત કેમેરા પર કહી. આ ગેંગ કાયદેસર કોન્ટ્રેક્ટ સાઇન કરીને સેક્સટોર્શનને અંજામ આપી રહી છે. પર્દાફાશ કરવા માટે અમારી ટીમે નવી દિલ્હીમાં બે એજન્ટો સાથે મુલાકાત કરી. અમે સોર્સ દ્વારા આ એજન્ટો સુધી પહોંચ્યા. વાંચો અને જુઓ આ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ... કોન્ટ્રેક્ટ લેનારી ગેંગની એજન્ટ સાથે રિપોર્ટરની મુલાકાત રિપોર્ટર: તમારું નામ શું છે? એજન્ટ: પૂજા. રિપોર્ટર: કામ શું છે? એજન્ટ: ભાઈએ સમજાવી દીધું છે. રિપોર્ટર: શું સમજાવ્યું છે? એજન્ટ: છોકરીઓ અરેન્જ કરવાની છે. જૂના કનેક્શન છે. રિપોર્ટર: ક્લાયન્ટ મુંબઈના મોટા બિઝનેસમેન છે. પૈસા સારા છે એજન્ટ: ઠીક છે રિપોર્ટર: તમને શું-શું જાણકારી છે, જણાવો. એજન્ટ: બે સુંદર છોકરી જોઈએ. હોટલમાં મિટિંગ થશે રિપોર્ટર: હની ટ્રેપ સમજો છો? એજન્ટ: હા. રિપોર્ટર: પ્રોસેસ કેવી રીતે થશે? એજન્ટ: પીધા પછી ટચ થાય છે, વાતો થાય છે. એ જ બધું જોઈએ રિપોર્ટર: છોકરીની ઉંમર કેટલી હશે? એજન્ટ: 14 પ્લસ બેસ્ટ છે. રિપોર્ટર: 14? એજન્ટ: એમાં જ સીધું પોક્સો લાગે છે. ટચ પણ ન થયો હોય તોપણ કેસ પાક્કો. રિપોર્ટર: 18 પ્લસ કેમ નહીં? એજન્ટ: 18માં સહમતીનો સવાલ આવી જાય છે. 14માં માણસ પૂરી રીતે ફસાય છે રિપોર્ટર: રેકોર્ડિંગ કેવી રીતે કરશો? એજન્ટ: પોતાના ફોનથી. બસ હાય-હેલો, વાતચીત બતાવવાની છે રિપોર્ટર: એે પછી? એજન્ટ: હોટલ લઈ જઈશું. રૂમ બુક કરાવીશું. અંદર જતાં જ કામ બની જાય છે રિપોર્ટર: પોલીસને ક્યારે બોલાવશો? એજન્ટ: જ્યારે અમારા માટે મજબૂત થઈ જશે. પછી બોલીશું કે બાળકી સાથે બદતમીજી કરી. રિપોર્ટર: પેમેન્ટ કેવી રીતે લો છો? એજન્ટ: એડવાન્સ, પછી કામ થવા પર. ત્રણ હિસ્સામાં રિપોર્ટર: માણસ અંદર જતો રહે છે? એજન્ટ: હા. મારી જુબાની સુધી બહાર નથી આવતો. ત્રણ વર્ષથી લોકો અંદર છે રિપોર્ટર: સમજૂતી થઈ શકે છે? એજન્ટ: જો પૈસા આપી દે તો પહેલા રૂમમાં જ મેનેજ કરી લઈએ છીએ. રિપોર્ટર: હોટલમાં બાળકીની એન્ટ્રી કેવી રીતે? એજન્ટ: આધાર નથી લાગતો. અમે માસી-મામી બનીને જઈએ છીએ. બધું પૈસાની રમત છે. રિપોર્ટર: એક ક્લાયન્ટ પોલિટિશિયન (રાજકારણી) છે, હરિયાણાથી. એજન્ટ: થઈ જશે. મોટી ઉંમરના પોલિટિશિયન જલદી ફસાય છે. રિપોર્ટર: તેમને કેવી રીતે ટ્રેપ કરશો? એજન્ટ: મિટિંગ કરાવી દો. નંબર એક્સચેન્જ થશે. છોકરી સામે આવી તો કામ થઈ જશે. એજન્ટ દાવો કરે છે કે તેણે હનીટ્રેપ અને સેક્સટોર્શન માટે ચાર કેસમાં અલગ-અલગ લોકો પર પોક્સો લગાડેલો છે, જેની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. જુબાની તેમના હાથમાં હોય છે. વાતચીતમાં તેઓ એવું પણ કહે છે કે જો સામેવાળો અંદર જતો રહ્યો, તો બહાર નીકળવું તેમની મરજી પર નિર્ભર કરશે. એજન્ટ અને રિપોર્ટર વચ્ચે ફરી આગળ વાતચીત થાય છે... એજન્ટ: છોકરી નક્કી કરી લો. વિચારીને મેસેજ કરજો. રિપોર્ટર: તમને કોન્ટ્રેક્ટ આપી દીધો છે. કેવી રીતે કરવાનું છે, એ તમે નક્કી કરો. મારું કામ ફક્ત મેળાપ કરાવવાનું છે એજન્ટ: ટાર્ગેટ દારૂ પીવે છે? રિપોર્ટર: હા. એજન્ટ: અમે પિવડાવનારી બેસાડીશું. નશો હશે ત્યારે જ કામ બનશે. રિપોર્ટર: પહેલી મિટિંગ હું કરાવીશ. એજન્ટ: બસ હાય-હેલો કરાવજો. એ પછી અમે બહાર મળીશું. માણસ પોતે કહે છે હોટલ ચાલો… રિપોર્ટર: જો તે ટચ કરવા લાગે? એજન્ટ: કોઈ વાંધો નહીં. આપણે ફસાવવો છે. મહિલા એજન્ટે અમને કહ્યું કે તે ટાર્ગેટ (મુંબઈના બિઝનેસમેન) સાથે એકવાર મેળાપ કરાવીને દોસ્તી કરાવી દે. અમે તેને જણાવ્યું કે મુંબઈથી તેનો મિત્ર બે દિવસમાં આવી રહ્યો છે, આવતા જ મેળાપ કરાવવાનો વાદો કરીને અમે એ દિવસે ત્યાંથી નીકળી જઈએ છીએ. બરાબર ત્રણ દિવસ પછી અંડર કવર રિપોર્ટર મુંબઈનો બિઝનેસમેન બનીને એજન્ટ સાથે મુલાકાત કરે છે. રિપોર્ટર જણાવે છે કે આમને જ ફસાવવાના છે. એજન્ટ બિઝનેસમેનને દોસ્તી કરવા માટે મનાલી લઈ જવાનું કહે છે. રિપોર્ટર: ફાઈનલ પ્લાન જણાવો. એજન્ટ: આઠ તારીખ. રિપોર્ટર: દિલ્હી કે હરિયાણા? એજન્ટ: મનાલી લઈ જઈશું. એજન્ટ: ફરવાના બહાને દોસ્તી થશે. દારૂ, ચેટિંગ, હસી-મજાક. એજન્ટ: પાછા ફરતી વખતે દિલ્હીમાં હોટલમાં રોકાઈશું. રિપોર્ટર: FIR ક્યાં? એજન્ટ: દિલ્હીમાં. પોલીસ પુરાવા માગે છે, વીડિયો બનાવી લઈશું રિપોર્ટર: કામ પાક્કું થઈ જશે? એજન્ટ: પાક્કું. ત્યાર બાદ અમારી ટીમ એક વધુ ગેંગની શોધમાં લાગી ગઈ. મકસદ એ જાણવાનો હતો કે સેક્સટોર્શનની આ રમત કોઈ એક ટોળકી સુધી સીમિત છે કે તેની પાછળ ઘણાં નેટવર્ક એક્ટિવ છે. આ જ શોધમાં અમારી વાતચીત રાજુ નામના એક બંગાળી એજન્ટ સાથે થાય છે. રાજુ સાથે મુલાકાત દિલ્હીના મહિપાલપુરમાં નક્કી થાય છે. તે હોટલમાં મળવાની ના પાડે છે અને કહે છે કે જો ગાડી છે તો વાતચીત ગાડીમાં જ થશે. કારણ, હોટલના CCTV કેમેરાથી બચવું. શરૂઆતમાં રાજુને ટીમ પર ભરોસો નથી આવતો. નક્કી કરેલા સમયે રાજુ આવે છે. તેની સાથે તેની ગેંગની એક મહિલા સભ્ય પણ હાજર રહે છે. વાતચીતની શરૂઆતમાં અમે પહેલાંની જેમ મુંબઈના બિઝનેસમેનને ટાર્ગેટ બતાવીએ છીએ. રાજુ અને રિપોર્ટર વચ્ચે થયેલી વાતચીત રિપોર્ટર: ટાર્ગેટને હની ટ્રેપ કે સેક્સટોર્શન—શેમાં ફસાવશો? રાજુ: સેક્સટોર્શન. સેક્સ કરાવો અને ટોર્ચર કરો રિપોર્ટર: ઇન્ડિયન કે રશિયન? રાજુ: બંને ઓપ્શન છે રિપોર્ટર: પહેલા આવું કામ કર્યું છે? રાજુ: લૂંટફાટ નથી કરી, પણ કામ થઈ જશે રિપોર્ટર: રેકોર્ડિંગ કોણ કરશે? રાજુ: છોકરી કરશે એજન્ટ-2: અમને બધું આવડે છે રિપોર્ટર: ચાર્જ કેટલો લેશો? રાજુ: પાર્ટી પાસેથી જે મળે, 50-50 રિપોર્ટર: બ્લેકમેલ ક્યારે? રાજુ: બીજા દિવસે ફોન કરીશું. વીડિયો મોકલીશું એજન્ટ-2: લોકો ડરી જાય છે. ઇજ્જતનો ડર સૌથી મોટો હોય છે રાજુ: મોટી પાર્ટી હોય તો એક કરોડ પણ આપી દે છે રિપોર્ટર: પોલીસ બોલાવવાની વ્યવસ્થા? રાજુ: પૂરું સેટિંગ છે. મંથલી આપીએ છીએ. પાંચ મિનિટમાં પહોંચી જાય છે રિપોર્ટર: હોટલ ક્યાં? રાજુ: મહિપાલપુર. 300 હોટલમાં સેટિંગ છે ગેંગના કામ કરવાની 3 રીતો 1. પહેલી: પોતે ટાર્ગેટનો સંપર્ક કરે છે. દોસ્તી, પ્રેમ કે ભરોસાનું નાટક કરીને પહેલા નજીકતા વધારવામાં આવે છે અને પ્લાનિંગ સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવે છે, જેને સ્પાય કેમેરામાં રેકોર્ડ કરે છે. પછી બ્લેકમેલ કરીને ડિમાન્ડ પૂરી કરાવે છે. જો ટાર્ગેટ ડિમાન્ડ પૂરી કરવાની ના પાડે છે તો સગીર છોકરીઓને સામે રાખીને પોલીસ બોલાવીને પોક્સોમાં ગુનો દાખલ કરાવી દેવામાં આવે છે. 2. બીજી: આ મામલામાં કોઈ પોતાના જ ટાર્ગેટ પાસેથી પૈસા કે ગુપ્ત જાણકારી મેળવવા માટે ગેંગની મહિલાઓને મિત્ર બતાવીને મેળાપ કરાવે છે. મહિલા ટાર્ગેટ સાથે દોસ્તી વધારે છે. પછી શારીરિક સંબંધ બાંધવામાં આવે છે, જેને સ્પાય કેમેરામાં રેકોર્ડ કરે છે. ધમકી આપીને ડિમાન્ડ પૂરી કરાવે છે. 3. ત્રીજી: વીડિયો કોલ દ્વારા આપત્તિજનક વીડિયો રેકોર્ડ કરે છે. પછી આ જ ફૂટેજ દ્વારા બ્લેકમેઇલિંગ કરવામાં આવે છે. આ પ્રકારના સેક્સટોર્શનનો શિકાર ઉત્તરપ્રદેશ પોલીસના એક મોટા અધિકારી પણ થઈ ચૂક્યા છે. હનીટ્રેપ-સેક્સટોર્શનના 3 કિસ્સા પહેલો: 12 જુલાઈ 2023ના રોજ દિલ્હી નિવાસી ધીરજ વિરુદ્ધ બળાત્કારની એફઆઈઆર નોંધવામાં આવી. આરોપ લગાવવામાં આવ્યો કે ડિસેમ્બર 2022માં એક મોલના બેઝમેન્ટ પાર્કિંગમાં ઊભેલી કારમાં તેણે છોકરીનો રેપ કર્યો. એફઆઈઆરના આધારે ધીરજની ધરપકડ કરવામાં આવી. જ્યારે મુલાકાત તે મહિલા સાથે ક્યારેય થઈ જ નહોતી, જેણે તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો. ધરપકડ દરમિયાન ધીરજનો નજીકનો મિત્ર મુકેશ સામે આવ્યો અને પરિવાર પાસેથી 50 લાખ રૂપિયાની માગણી કરતા દાવો કર્યો કે તે છોકરીને પૈસા આપીને ધીરજને જેલમાંથી છોડાવી દેશે. ગભરાયેલા પરિવારે 33 લાખ રૂપિયા આપી દીધા. આ છતાં ધીરજે લગભગ 3.5 મહિના જેલમાં વિતાવવા પડ્યા, જે પછી તેને જામીન મળ્યા. તપાસમાં સામે આવ્યું કે આ આખો મામલો પૈસાની ઉઘરાણી માટે રચવામાં આવ્યો હતો. જે મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો તે મુકેશના જ સ્પા સેન્ટરમાં કામ કરતી હતી. એ પણ બહાર આવ્યું કે સાજિશનો માસ્ટરમાઇન્ડ ખુદ મુકેશ હતો, જેણે આ ખોટા કેસ દ્વારા ધીરજના પરિવાર પાસેથી પૈસા પડાવ્યા. મુકેશ અને પિંકી વિરુદ્ધ એક્સ્ટોર્શનની એફઆઈઆર નોંધવામાં આવી અને બંનેની ધરપકડ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં. બીજો: ગુરુગ્રામમાં 8 જૂન 2023ના રોજ પોલીસે બિનીતા કુમારી અને મહેશ ફોગાટને ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપીને પૈસા પડાવતા રંગે હાથે ધરપકડ કરી. બિહારની રહેવાસી બિનીતા કુમારી અને રોહતક નિવાસી મહેશ ફોગાટ, ગુરુગ્રામમાં એક સંગઠિત સેક્સટોર્શન રેકેટ દ્વારા પુરુષોને નિશાન બનાવીને તેમની પાસેથી જબરદસ્તી વસૂલાત કરી રહ્યા હતા. 28 મે 2023ના રોજ બિનીતાએ એક ડેટિંગ એપ દ્વારા એક વ્યક્તિને ફસાવ્યો. તે તેને મળવાના બહાને બોલાવીને જબરદસ્તી બિયર પીવાનું દબાણ કરવા લાગી. જ્યારે તે વ્યક્તિને શંકા થઈ, તો તે ત્યાંથી નીકળી ગયો. એે પછી બિનીતાએ તે વ્યક્તિ પાસેથી 5 લાખ રૂપિયાની માગણી કરી અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. ડરના કારણે પીડિત વ્યક્તિએ મહેશ ફોગાટને 50 હજાર રૂપિયા આપી દીધા, પરંતુ જ્યારે ફરીથી પૈસાની માગણી કરવામાં આવી, તો એક એનજીઓ દ્વારા ગુરુગ્રામ પોલીસને સૂચના આપી. બંને આરોપી વિરુદ્ધ કલમ 120B, 384 અને 389 આઈપીસી હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી અને ધરપકડ કરવામાં આવી. ત્રીજો: ગુરુગ્રામમાં એક સિનિયર સિટિઝનને બે મહિલાએ ખોટા રેપ કેસમાં ફસાવ્યા. એફઆઈઆર અનુસાર, બંને મહિલાએ મિસ્ડ કોલ દ્વારા સંપર્ક કર્યો અને ધીરે-ધીરે દોસ્તી વધારી. એક દિવસ તેઓ તેમના ઘરે પહોંચી, એક મહિલાએ તેમને શારીરિક સંબંધ બાંધવા માટે ઉકસાવ્યા. થોડા સમય પછી તે એમ કહેતી ત્યાંથી ચાલી ગઈ કે ‘કામ થઈ ગયું, પુરાવો મળી ગયો.’ તેના થોડા સમય પછી જ પીડિતને આ મહિલાઓના ફોન આવવા લાગ્યા. 10 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી. પૈસા ન આપવા પર ખોટા બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી. પૈસા નહીં આપવા પર ઘટનાના 14 દિવસ પછી મહિલાએ બળાત્કારનો કેસ દાખલ કરાવી દીધો. પીડિત પરિવારે પોલીસને પૂરી વાર્તા જણાવી. એક ઓડિયો રેકોર્ડિંગ પણ સંભળાવ્યું, જેમાં વરિષ્ઠ નાગરિકને ખોટા કેસથી બચાવવાના બદલામાં મહિલા અને તેના ગિરોહના સરગનાને 6.5 લાખ રૂપિયા આપવાની માગણી કરતા સાંભળવામાં આવ્યા. પોક્સો અને સેક્શન 376નો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે દિલ્હી હાઈકોર્ટના સિનિયર એડવોકેટ શૈલેન્દ્ર બબ્બર કહે છે, ‘પોસ્ટ નિર્ભયા પછી પોક્સો અને સેક્શન 376 જેવા કાયદાનો સૌથી વધુ મિસયુઝ જોવા મળ્યો છે. મેટ્રિમોનિયલ વિવાદોમાં પણ પોક્સોનો મિસયુઝ થાય છે. કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિ સેક્સટોર્શન કે હનીટ્રેપ દ્વારા પૈસા વસૂલવા કે બદલો લેવા માટે ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે. કેટલાક કેસો એવા છે, જ્યાં ખાનગી લેણદેણ કોર્ટમાં નહોતી ઉકેલાઈ રહી. ત્યારે એક પક્ષે બીજા પક્ષનાં બાળકોને ફસાવ્યાં. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આવા કિસ્સાઓમાં ઇલેક્ટ્રોનિક એવિડન્સ એકઠા કરવા જરૂરી છે. ખોટા પુરાવા બનાવવા એ ગંભીર ગુનો છે, જેમાં 6 મહિનાથી 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. પોક્સો એક્ટમાં વિશેષ જોગવાઈ છે. જો માઇનર ખોટી ફરિયાદ કરાવે છે, તો તેની સજા છ મહિના સુધીની હોય છે. ટાર્ગેટ ડરી જાય છે અને પૈસા આપવા લાગે છે રિટાયર્ડ એસીપી વેદ ભૂષણ કહે છે, ‘અત્યારે તમે જોયું કે કર્ણાટકના ડીજી પોતાની ઓફિસમાં બેઠા હતા અને એક છોકરી સાથે વીડિયો બની ગયો. જ્યારે આવા કિસ્સાઓ સામે આવે છે, ત્યારે ટાર્ગેટ ડરી જાય છે અને પૈસા આપવા લાગે છે.’ ‘હનીટ્રેપ જૂના સમયથી છે, જ્યાં છોકરીઓ મોટા અધિકારીઓ અને રાજકીય નેતાઓને ફસાવતી હતી. વીડિયો બનાવીને પૈસાની માગણી કરવામાં આવતી હતી. દિલ્હીમાં એક સુપ્રીમ કોર્ટની વકીલે સાંસદ પાસેથી સાત કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. તપાસ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.’ ‘લોકો કિસ્સા રિપોર્ટ નથી કરતા, કારણ કે ડર કે પરિવારની ઇજ્જતને લઈને દબાણ હોય છે. હવે ધીરે-ધીરે લોકો સામે આવી રહ્યા છે, પોલીસ તપાસ કરે છે અને આરોપીઓ ધરપકડ કરવામાં આવે છે. આનાથી બચવાનો સૌથી સરળ રસ્તો છે સતર્ક રહેવું અને કોઈ અજાણી વ્યક્તિના દબાણમાં ન આવવું.’ એ જ સમયે, એકમ ન્યાય ફાઉન્ડેશનની સંસ્થાપક દીપિકા નારાયણ ભારદ્વાજ કહે છે, ‘અમારી પાસે બળાત્કાર, હનીટ્રેપ અને સેક્સટોર્શનના ઘણા કેસ આવે છે, જેમાંથી કેટલાક અમે પહેલાં જ સાર્વજનિક કરી ચૂક્યા છીએ. હરિયાણા, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી સૌથી વધુ કેસો સામે આવી રહ્યા છે.’ ‘ઘણીવાર મહિલા પોતાની મરજીથી સંબંધ બાંધે છે, પરંતુ પછીથી તેના પર બળાત્કારનો કેસ દાખલ કરી દે છે. ઘણી વખત આ પૈસા વસૂલવા માટે કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં વકીલ અને પોલીસ પણ આમાં સામેલ જોવા મળ્યા છે.’ નિષ્કર્ષ: હનીટ્રેપ અને સેક્સટોર્શન સંગઠિત ગુના છે. કાયદો અસ્તિત્વમાં છે, પરંતુ ડરના કારણે રિપોર્ટિંગ ઓછું છે. પોક્સો અને રેપ કાયદાનો ડર ઉઘરાણીનું હથિયાર બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સિપ્પી પરિવારના દીકરાની લાશ મળી, હત્યા કે આત્મહત્યા? રહસ્ય અકબંધ:'શોલે' ફૅમ ડિરેક્ટરે ત્રણ સંતાનો હોવા છતાં 17 વર્ષ નાની એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા
    Next Article
    રાજકોટ એઈમ્સની અંદરનો VIDEO:ક્યારેય ના જોઈ હોય એવી મશીનરી અને ટેક્નોલોજીનો સંગમ; જુઓ, આવતીકાલે સવારે 6 વાગ્યે

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment