Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ટ્રમ્પની નવી નીતિથી ગુજરાતીઓને મોટો ફટકો પડશે':વિઝાની તારીખ મેળવવા માટે પણ ફાંફાં, એક્સપર્ટે કહ્યું, વિદ્યાર્થીઓ અમેરિકા સિવાયનો બેકઅપ પ્લાન તૈયાર રાખે

    1 day ago

    અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી જ કંઇ ને કંઇ નવાજૂની કરતા જ રહે છે. પહેલા ઇમિગ્રન્ટ્સ માટેના નિયમોમાં સતત ફેરફાર, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાથમાં હાથકડી બાંધી પોતાના વતન પાછા મોકલવા સહિતનાં કારણોને લીધે તેઓ સતત ચર્ચામાં રહ્યાં. હવે તેઓ H-1B વિઝા માટે લોટરી સિસ્ટમની જગ્યાએ નવી ગ્રેડિંગ સિસ્ટમ એટલે કે 'વેજ વેઇટેડ સિલેક્શન સિસ્ટમ' લઇને આવ્યા છે. આ નવી સિસ્ટમ આવતા મહિને ફેબ્રુઆરીથી જ લાગુ થશે. એક્સપર્ટના મતે આ નવી વિઝા નીતિના કારણે ભારતીયો અને એમાં પણ ગુજરાતીઓને ખૂબ મોટો ફટકો પડવાનો છે, જેથી સ્ટુડન્ટે અમેરિકા સિવાયનો પણ બેકઅપ પ્લાન તૈયાર રાખવો પડશે. આ વેજ વેઇટેડ સિલેક્શન સિસ્ટમ છે શું? લોટરી સિસ્ટમથી કેટલી અલગ છે? સૌથી મહત્ત્વની વાત આનાથી ગુજરાતીઓ પર શું અસર થશે? એ જાણવા દિવ્ય ભાસ્કરે જાણીતા ઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર અને ભાવિન ઠાકર સાથે વાત કરી હતી. જૂની લોટરી સિસ્ટમ એ એક એવી પદ્ધતિ હતી, જેમાં લાયકાત કરતાં નસીબનું મહત્ત્વ વધુ હતું. દર વર્ષે અમેરિકા 85 હજાર H-1B વિઝા આપતી હતી, પરંતુ અરજીઓ લાખોમાં આવતી હોવાથી લોટરીથી એટલે કે 'રેન્ડમ સિલેક્શન' કરવામાં આવતું હતું. વિઝા કન્સલ્ટન્ટ ભાવિન ઠાકર નવી સિસ્ટમને લઇને કહે છે કે આ વેજ વેઇટેડ સિલેક્શન સિસ્ટમમાં નામ પ્રમાણે સેલરીના બેઝ પર સિલેક્શન થશે, એટલે કે પગારનું મહત્ત્વ વધી જશે. અત્યારસુધી લોટરી બેઝ સિલેક્શન થતું, જેમાં નામ નીકળે તો તેને H-1Bનું અપ્રૂવલ મળે, પરંતુ હવે નવી સિસ્ટમ ચાર લેવલમાં છે. ‘હાઇ સેલરીવાળા લેવલ 4માં આવશે. તેમને 4 વખત એપ્લાય કરવાની તક મળશે. એ રીતે લેવલ 3માં 3 તક, લેવલ 2માં 2 તક, જ્યારે લેવલ 1માં 1 તક મળશે. ઓછી સેલરી અથવા વ્યવસાય ડિમાન્ડ લિસ્ટમાં નથી એ પણ એપ્લાય કરી શકશે, પણ એના ચાન્સ ઓછા રહેશે.' ‘અમેરિકન સિટિઝન, પ્રોફેશનલ અને હાઇ સ્કિલ્ડ વર્કર્સને રક્ષણ આપવા માટે આ નિયમ બનાવ્યો છે. આની અમેરિકાના એમ્પ્લોયરને પણ અસર થશે. તેમના માટે ઓપ્શન ઓછા થઇ જશે. સેલરી થ્રેશ હોલ્ડ આવી હશે. જોકે ગ્રેડમાં એવું પણ નથી કે ખાલી સેલરી જ કામ કરશે.’ 'આમાં ત્રણ બાબત મહત્ત્વની છે. તમારી સેલરી કેટલી છે? કયા વ્યવસાયમાં છો અને કઇ કાઉન્ટી કે કયા સ્ટેટમાં છો? આ ત્રણેય પર આધાર રાખે છે કે તમને વિઝા મળવાના કેટલા ચાન્સ છે. OFLC નામની વેબસાઇટ છે, જેના પર H-1B એપ્લિકેન્ટ પોતાનો ગ્રેડ અને કયા સેક્શનમાં છે એ જોઇ શકે છે.' આ નવી સિસ્ટમથી ગુજરાતીઓને શું અસર થશે એે અંગે વિઝા કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર કહે છે કે ગુજરાતી કે ભારતીયો કેટલા H1 વિઝા પર છે એનો કોઈ ચોક્કસ આંકડો નથી. H1માં સિલેક્શન મોટેભાગે ભારતીયોનું જ થાય છે એમ કહી શકાય. ઇન્ડિયન ટેક કંપનીઓ પણ પોતાના વધુમાં વધુ કર્મચારીને ત્યાં મોકલતી હતી. જે હવે નહીં થાય. 85 હજારમાંથી મોટાભાગની એપ્લિકેશન IT વાળાની જ આવતી હતી એમ કહેવાય છે. ‘2024માં 1 લાખથી 1.30 લાખ ભારતીય સ્ટુડન્ટને USAમાં વિઝા મળ્યા હતા, જે આંકડો 2025માં ઘટીને 29 હજાર થઇ ગયો. 2026માં એટલા પણ આપશે એમ લાગતું નથી. હવે અમેરિકામાં છે એ જ નવી એપ્લિકેશન કરી શકશે. એમાં પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સમાં ભારતીયો હાઇએસ્ટ હોય છે. બીજા ચાઇનીઝ હોય છે. એ બધા મોટેભાગે ભણીને તેમના દેશમાં પરત જાય છે, જ્યારે ભારતના 100માંથી 90 સ્ટુડન્ટ્સ પાછા નથી આવતા.’ ‘આ પ્રપોઝલ ફાઇનલ સ્ટેજમાં છે. એની સામે કોઇ કાયદાકીય અડચણ નહીં આવે તો ઇમ્પલિમેન્ટ થઇ જશે. કાયદાકીય અડચણ આવવાની શક્યતા હવે દેખાતી નથી. 2026માં નવી લોટરી આવશે એમાં ઇમ્પ્લિમેન્ટ થશે.’ નામ ન આપવાની શરતે અન્ય એક કન્સલ્ટન્ટે કહ્યું હતું કે નવા નિયમની પાછળનું કારણ એવું હોઈ શકે કે ઘણા બધા કર્મચારીઓ ઘણી કંપની માટે ખૂબ મહત્ત્વના હોય. ટ્રમ્પ સરકારે કોર્પોરેટ કાર્ડ લોન્ચ કર્યું છે, જેમાં 2 મિલિયન ડોલર (18 કરોડથી વધુ) ભરીને બે નોમિનેશન મળે અથવા ક્ષમતા ધરાવતો કર્મચારી 1 મિલિયન ડોલર(9 કરોડથી વધુ) ભરીને ગોલ્ડ કાર્ડ લઇ લે. ‘ડૉક્ટર માટે આ નિયમ લાગુ કરે તો અમેરિકાની મેડિકલ સિસ્ટમ ભાંગી પડે’ 'એ રૂપિયા ક્યારેય પાછા નથી આવવાના. USAમાં હાઇ અર્નિંગ કેટેગરીમાં વિદેશીઓમાં H1 ધારક હોય છે. એમાં ડૉક્ટર પણ આવે છે, પરંતુ ડૉક્ટર માટે આ નિયમ લાગુ કરે તો અમેરિકાની મેડિકલ સિસ્ટમ ભાંગી પડે, જેથી તેમણે ટેક્નોલોજીને ટાર્ગેટ કરી છે.' 'ગોલ્ડ કાર્ડ ન ચાલ્યું તો કંઇ નવું પણ આવી શકે' 'જેમાં આવક ઘણી સારી છે, જેમ કે કેલિફોર્નિયામાં તો ઘણા ભારતીયોની 2 લાખ ડોલર સેલરી હોય છે. ઘણા એવા ભારતીયો છે જેમની આવક 200-300 મિલિયન ડોલર સુધી પહોંચે છે, પણ એવું કોઈ ન હોય જે H1 ચાલતું હોય તો 2 મિલિયન ડોલર ભરવા રાજી થાય. એવા લોકોની પાસે રૂપિયા ભરાવવા માટે અને અપ્રૂવ કરવા કે ગોલ્ડ કાર્ડ સક્સેસફુલ છે આ કવાયત થઇ રહી છે એવી વાતો ચાલે છે. જો ગોલ્ડ કાર્ડમાં તેમનો ટાર્ગેટ પૂરો નહીં થાય તો હવે નવું પણ કઇ આવી શકે છે.' ‘ગ્રેડ 4માં છે એનું 100 ટકા સિલેક્શન થવાના ચાન્સ છે’ પાર્થેશ ઠક્કર કહે છે કે એક લાખ ડોલરની ફીનો રૂલ બધાને ખબર છે, ત્યાંની કોર્ટે એ એપ્રૂવ કર્યો છે. હવે જે લોકો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર છે તેમને તેમનું સ્ટેટસ H1માં કન્વર્ટ કરવા નવી વેજ બેઝ ગ્રેડિંગ સિસ્ટમ લાવી છે. એના ગ્રેડ 1થી 4 લેવલ છે. કેન્ડિડેટ લોકેશન અને કયા વ્યવસાયમાં છે એના પર વેજ લેવલ નક્કી થશે. ગ્રેડ સિસ્ટમ મુજબ ગ્રેડ-1માં હોય એની 1 ટિકિટ, 2માં 2 ટિકિટ, 3માં ટિકિટ અને 4માં ટિકિટ મળે, જેથી એમ કહી શકાય કે ગ્રેડ 4માં છે એનું 100 ટકા સિલેક્શન થવાના ચાન્સ છે. ઉદાહરણ તરીકે સમજીએ તો કેલિફોર્નિયામાં ટેક એમ્પ્લોયીનો 1 લાખ ડોલરથી વધુ પગાર હોવા છતાં તેને લેવલ-1માં ગણવામાં આવે છે, કારણ કે ત્યાં આટલો પગાર સામાન્ય છે, પરંતુ જો આટલો જ પગાર બીજા કોઈ એવા શહેરમાં હોય, જ્યાં ટેક એમ્પ્લોયીની સંખ્યા ઓછી છે, તો ત્યાં તેને લેવલ-2 અથવા 3માં ગણી શકાય. એેવી જ રીતે જો શિકાગોમાં કોઈ ડેટા સાયન્ટિસ્ટનો પગાર 75 હજાર ડોલર હોય તો તે લેવલ-1માં આવે, 1.25 લાખ ડોલર હોય તો લેવલ-3 અને 1.50 લાખ ડોલર હોય તો લેવલ-4માં ગણાય, પરંતુ એ જ વ્યક્તિ જો 1.50 લાખ ડોલરના પગાર સાથે કેલિફોર્નિયામાં કામ કરતી હોય તો તે લેવલ-1માં જ આવં. 'USA ગવર્નમેન્ટે વેબસાઇટ પર એક ડોક્યુમેન્ટ મૂક્યું છે. એ મુજબ ગ્રેડ 4માં સિલેક્શન ચાન્સ 100%, ગ્રેડ 3માં ચાન્સ 55%, ગ્રેડ 2માં 3 % છે જ્યારે ગ્રેડ 1માં માઇનસ 48 % ચાન્સ છે. મતલબ, નસીબ હોય તો જ ગ્રેડ 1વાળાને H1 વિઝા મળશે. જો તમે કોઈ એવી સ્ટ્રીમમાં અને લોકેશન પર છો જ્યાં એ સ્ટ્રીમની જરૂર છે ત્યાં ગ્રેડ ઉપર જઇ શકે છે. એમ લોકેશન, સેલરી અને વ્યવસાય પ્રમાણે ક્લાસિફિકેશન થશે.'
    Click here to Read More
    Previous Article
    ‘મારા લીધે પત્ની અને માએ મજૂરીએ જવું પડે છે’:દારૂને લીધે બરબાદ થયેલા સાબરમતી જેલના બે કેદી સાથે વાત, ‘બનવું હતું CA ને બની ગયો હત્યારો’
    Next Article
    नितिन नबीन बने भाजपा के अध्यक्ष: पीएम मोदी ने कहा, भाजपा की विरासत को आगे बढ़ाएंगे | 20 Jan

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment