Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠંડીમાં તમારી આંગળીઓ લાલચોળ થઈને દુખે છે?:સામાન્ય સોજો નહીં, ચિલ બ્લેનના છે લક્ષણો; ડૉક્ટર પાસેથી જાણો બચવાના ઉપાય

    11 hours ago

    ઋતુ બદલાતા જ શરીરને નવી પરિસ્થિતિઓમાં પોતાને ઢાળવું પડે છે. તાપમાનમાં થતી વધઘટ શરીર પર અસર કરી શકે છે. ઘણીવાર આ બદલાવ આંતરિક સંતુલન બગાડી દે છે. તેનું પરિણામ અલગ-અલગ શારીરિક પરેશાનીઓના રૂપમાં સામે આવે છે. આ જ પરેશાનીઓમાંથી એક આંગળીઓમાં સોજો (ઇમ્ફ્લેમેશન) આવવો છે. આ તકલીફ રોજિંદા કાર્યોને પણ મુશ્કેલ બનાવી દે છે. અચાનક ફૂલેલી આંગળીઓ દુખાવો, બળતરા અને અસ્વસ્થતા પેદા કરી શકે છે, જેનાથી મનમાં પ્રશ્ન થાય છે કે, આખરે આ શા માટે થઈ રહ્યું છે. ખરેખરમાં, ઠંડીમાં બ્લડ વેસલ્સ (રક્તવાહિનીઓ) સંકોચાઈ જાય છે અને બ્લડ ફ્લો (રક્ત પ્રવાહ) ઓછો થઈ જાય છે, જેના કારણે આંગળીઓમાં સોજો આવી જાય છે. મેડિસિનની ભાષામાં આ સ્થિતિને ચિલ બ્લેન કહે છે. તો ચાલો, આજે 'કામના સમાચાર'માં જાણીશું કે- નિષ્ણાત: ડૉ. રોહિત શર્મા, કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન, અપોલો સ્પેક્ટ્રા હૉસ્પિટલ, જયપુર પ્રશ્ન- ચિલ બ્લેન શું છે? જવાબ- ચિલ બ્લેનને પર્નિઓસિસ અથવા પર્નિઓ પણ કહેવાય છે. ખરેખરમાં, જ્યારે ત્વચા લાંબા સમય સુધી ઠંડી, ભેજવાળી હવામાં રહે છે, ત્યારે સપાટીની નજીકની બ્લડ વેસલ્સ (રક્તવાહિનીઓ) સંકોચાઈ જાય છે, જેનાથી ઓક્સિજનનો પ્રવાહ ઓછો થાય છે અને સોજો શરૂ થાય છે. પછી જ્યારે ત્વચા અચાનક ગરમ થાય છે, ત્યારે બ્લડ વેસલ્સ ઝડપથી ફેલાય છે. આ ફેરફાર ઘણીવાર એટલો ઝડપી હોય છે કે, વધારાનું લોહી આસપાસના પેશીઓમાં લીક થવા લાગે છે, જેનાથી ખંજવાળ, લાલાશ અને સોજો વધી જાય છે. પ્રશ્ન- શરીરના કયા ભાગમાં ચિલ બ્લેન થાય છે? જવાબ- ચિલ બ્લેન સામાન્ય રીતે શરીરના એવા ભાગો પર થાય છે, જે ખુલ્લા હોય છે. તેઓ મોટે ભાગે હાથ-પગ જેવા ભાગો પર દેખાય છે. જેમ કે ગાલ, પગની આંગળીઓ, નાક, કાન, એડી અને આંગળીઓ. ઘણી વાર તે ટાઈટ (ચુસ્ત) કપડાંથી ઘસાઈને પણ થાય છે. આવા કિસ્સાઓમાં સાથળ કે હિપ્સ પર થઈ શકે છે. ઘણી વાર દુર્લભ કિસ્સાઓમાં ચિલ બ્લેન બટૉક્સ પર પણ થઈ શકે છે. પ્રશ્ન- ચિલ બ્લેનના શું લક્ષણો હોય છે? જવાબ- ચિલ બ્લેનમાં સામાન્ય રીતે ત્વચા પર લાલ કે વાદળી ફોલ્લીઓ દેખાવા લાગે છે, જે મોટાભાગે હાથ અને પગ પર હોય છે. ઘણીવાર આ ફોલ્લીઓ પર નાના ઘા કે ફોલ્લા પણ બની શકે છે. અસરગ્રસ્ત ભાગમાં સોજો આવી જાય છે, જેનાથી દુખાવો, બળતરા કે ચચરાટ જેવો અનુભવ થાય છે. ઠંડીના સંપર્કમાં આવ્યા પછી ત્વચાનો રંગ પણ બદલાઈ શકે છે. આ ચિલ બ્લેનનો એક મુખ્ય સંકેત છે. પ્રશ્ન- કોને ચિલ બ્લેન થવાનું જોખમ વધુ રહે છે? જવાબ- ચિલ બ્લેન કોઈને પણ થઈ શકે છે, પરંતુ ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, મહિલાઓમાં તેની સંભાવના પુરુષોની તુલનામાં વધુ હોય છે. પ્રશ્ન- ચિલ બ્લેનથી બચવા માટે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? જવાબ- ચિલ બ્લેનથી બચવાનો સૌથી સારો રસ્તો એ છે કે, શરૂઆતમાં જ તેને થતો અટકાવવામાં આવે. આ માટે શિયાળામાં કેટલીક સરળ પણ ખૂબ જ અસરકારક સાવચેતીઓ રાખવી જરૂરી છે. ગ્રાફિકથી સમજીએ- પ્રશ્ન- ચિલ બ્લેનનો ઘરેલું ઇલાજ શું છે? જવાબ- કેટલાક ઘરેલું ઉપાયો ચિલ બ્લેનથી ઘણી રાહત આપી શકે છે. આ માટે– ચિલ બ્લેન સંબંધિત કેટલાક સામાન્ય પ્રશ્નો અને જવાબો પ્રશ્ન- ચિલ બ્લેનની સારવાર કેવી રીતે થાય છે? જવાબ- ડોકટરો સામાન્ય રીતે શારીરિક તપાસ અને શિયાળાના સંપર્કના ઇતિહાસના આધારે તેનું નિદાન કરે છે. ક્યારેક જો કેસ ગંભીર, સતત અથવા અસામાન્ય હોય, તો ડોકટરો બ્લડ ટેસ્ટ અથવા સ્કિન બાયોપ્સી કરાવીને લ્યુપસ અથવા વાસ્ક્યુલાઇટિસ જેવા અન્ય રોગોને રૂલ આઉટ કરી શકે છે. પ્રશ્ન- ચિલ બ્લેન કેટલા દિવસમાં ઠીક થાય છે? જવાબ- સામાન્ય રીતે ચિલ બ્લેન 2-3 અઠવાડિયામાં અથવા હવામાન ગરમ થવા પર જાતે જ ઠીક થઈ જાય છે. જો 2-3 અઠવાડિયા પછી પણ લક્ષણો ચાલુ રહે અથવા વારંવાર પાછા આવે, તો ત્વચા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. પ્રશ્ન- ડોક્ટર પાસે ક્યારે જવું? જવાબ- જો બે અઠવાડિયા સુધી ઘરે કાળજી લીધા પછી પણ ચિલ બ્લેનના લક્ષણો ઠીક ન થાય, અથવા હવામાન ગરમ થઈ ગયા પછી પણ સમસ્યા ચાલુ રહે, તો ડોક્ટરને ચોક્કસ મળો.
    Click here to Read More
    Previous Article
    What it means when your heart suddenly races mid-workout: ‘It can show up unexpectedly during a run…’
    Next Article
    મંદિર ટ્રસ્ટે 8000 કરોડની જમીન મફતમાં લીધી, 4 કરોડમાં વેચી:નિયમ વિરુદ્ધ સાબરમતીના પટમાં સરવે નંબર પાડ્યો, ભાજપના નેતાઓએ વાંધો ઉઠાવ્યો, રિવરફ્રન્ટના કામ પર પ્રશ્નાર્થ

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment