Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાગ બિન્દાસ:એક અદૃશ્ય અમીરી: સારા કર્મનું માઈલેજ વધારે મળે!

    11 hours ago

    ટાઇટલ્સ: સલાહ ને સ્નેહ આપવામાં જ મજા છે.(છેલવાણી) કોલકાતાનો એક રિક્ષાવાળો રોજ ફક્ત બે રૂપિયા બચાવતો ને 20 વર્ષ પછી પૂરગ્રસ્તો માટે 50, 000 રૂપિયા દાનમાં આપ્યા! એક પત્રકારે પૂછ્યું: ‘તમને આવું કરવાનું કેમ સૂઝ્યું?’ રિક્ષાવાળાએ કહ્યું: ‘… કારણ કે ભૂખ શું હોય છે, એ મને ખબર છે.’ તો મહારાષ્ટ્રના નિવૃત્ત પોસ્ટમેને પોતાની મરણ–મૂડી જેવી પ્રોવિડન્ટ ફંડની રકમ ગામમાં શાળા બનાવવા દાનમાં આપી ધીધી. કોઈએ પૂછ્યું,‘તમે નિવૃત્તિ સમયે આટલું બધું દાન કેમ આપ્યું?’ ‘હું જિંદગીભર પત્રો વહેંચતો રહ્યો. હવે ભવિષ્ય વહેંચું છું.’ પોસ્ટમેને હસીને કહ્યું. … અને મુંબઈનો એક ટેક્સીવાળો દરરોજ ભુલાઈ ગયેલાં મોબાઇલ, પર્સ ને દસ્તાવેજો મુસાફરોને શોધી શોધીને પરત આપવા જાય છે. આની પાછળ એનો અદભુત તર્ક છે: ‘સારા કર્મનું માઈલેજ વધારે મળે છે!’ ચાલો, આ બધા નાના લોકો છે, જેનું મોટું દિલ છે, પણ મોટે ભાગે પૈસાવાળા દાતાઓ પોતાના નામની તકતી સ્માશાનની બેન્ચ પર પણ મૂકવાનું ભૂલતા નથી જ્યાં રોજ અનેક લોકો ધુમાડો બનીને વિસરાઇ જાય છે. ભાગ્યે જ દાતાઓ યશ કે પુણ્યની લાલસા વિના આપી શકે છે, પણ એક એવા અબજોપતિની વાત હમણાં જાણી કે કે જે જગભરના મહાન દાતાઓના ઇતિહાસમાં સાવ અદૃશ્ય છે! એક એવા અબજોપતિ જે ગગનચુંબી ઇમારત ખરીદી શકે એ ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતા. પોતાનો સામાન પ્લાસ્ટિક બેગમાં રાખતા, મોંઘી ગાડીઓ ખરીદી શકતા છતાં એની પાસે એક કાર પણ નહોતી. માત્ર 1, 000-1, 500 રૂપિયાની મામૂલી ઘડિયાળ પહેરતા. બિઝનેસ મુસાફરીમાં દસ્તાવેજો બ્રીફકેસને બદલે પ્લાસ્ટિકની શોપિંગ બેગમાં રાખતા. એ મહાન વ્યક્તિ ‘ચક ફીની’ હતા. ચક ફીની 1980ના દાયકામાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક હતા. જગતભરના એરપોર્ટ પર ડ્યૂટી–ફ્રી સામાનની દુકાનોના સહ-સંસ્થાપક હતા. 1982માં એમણે ‘એટલાન્ટિક ફિલાન્થ્રોપિઝ’ નામના સખાવતી ફાઉન્ડેશનની સ્થાપના કરી. 1984માં, એમણે જીવતેજીવત ધંધામાંથી અબજો ડોલરનો હિસ્સો ફાઉન્ડેશનનેને દાનમાં આપી દીધો! આપણે ત્યાં દરેક ધર્મમાં અપરિગ્રહ કે ત્યાગ, ભલાઇ કે સદકાની વાતો બહુ થાય છે પણ પૈસો છૂટતો નથી. ચક ફીનીએ ચાર દાયકાઓ દુનિયાભરમાં લગભગ 8૦૦ કરોડથી વધુનું દાન આપ્યું. યુનિવર્સિટીઓને ભંડોળ આપ્યું જેથી સામાન્ય વિદ્યાર્થીઓને પણ ભણી શકે. એવા દેશોમાં હોસ્પિટલો બનાવી જ્યાં ચારેકોર ગરીબી ને ભૂખમરો હતો. મેડિકલ સંશોધનમાં દાન આપ્યું જેનાથી લાખોના જીવ બચ્યા. વિયેતનામથી લઇને દ. આફ્રિકા સુધી માનવઅધિકારો માટે ધંધાના ભોગે અમેરકિન સરકાર સામે લડત પણ કરી. ઇન્ટરવલ યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ?( સાહિર) એક દાતાએ કહ્યું: ‘મેં મારી અડધી સંપત્તિ દાનમાં આપી દીધી.’ ‘કેમ?’ ‘કારણ કે બાકીની સંપત્તિ તો મારો અહંકાર હતીને?’ ચક ફીનીએ આ ત્યાગના અહંકાર પર વિજય મેળવેલો. લગભગ 15 વર્ષ સુધી આટલું બધું ગુપ્ત દાન કર્યું. કરોડનું ડોનેશન મેળવતી યુનિવર્સિટીઓને ખબર નહોતી કે પૈસા ક્યાંથી આવે છે. જગતના સૌથી મોટા દાતા વિશે વિશ્વને એમના અસ્તિત્વનો કોઈ ખ્યાલ નહોતો કારણકે હોસ્પિટલ કે કોલેજ ક્યાંય ચકના નામની તકતીઓ નહોતી. એકવાર ચક એક યુનિવર્સિટીમાં ગયા, જેમાં લાખોનું દાન કર્યું હતું. એમને બાથરૂમ જવું હતું, એટલે એમણે સ્ટાફને પૂછ્યું. તો એણે પબ્લિક ટોઇલેટ દેખાડ્યું. ચક, ચૂપચાપ પબ્લિક ટોઇલેટનો ઉપયોગ કરીને બહાર નીકળી ગયા. ધારત તો પ્રાઇવેટ ટોઇલેટની માગ કરી શક્યા હોત પણ ચક માટે અબજોપતિ હોવું એ અભિમાન કે સ્વાર્થ નહીં પણ માત્ર જવાબદારી હતી. છેક 1997માં ચકની ઇચ્છા વિરુદ્ધ એમની ઓળખ જાહેર થઈ. લોકોને નવાઈ લાગી કે કોઈ માણસ અબજો રૂપિયા દાન કેવી રીતે આપી શકે ને પૈસા હોવા છતાં આટલું સાધારણ જીવન કેવી રીતે જીવી શકે? ચક બહુ પહેલાં એક એવી વાત સમજી ચૂકેલા કે સંપત્તિ એ નથી કે તમે શું સંઘરી રાખો છો પણ તમે જીવતા હો ત્યારે તમે એનું શું કરો છો જેથી અસર જોવા મળે. ‘Giving while living’ એટલે કે જીવતા હોઈએ ત્યારે જ દાન આપવું. પુણ્યની લાલચમાં કે સ્વર્ગના ખ્વાબમાં તમે મૃત્યુ પામો ત્યાં સુધી કેમ રાહ જોવાની? ચકની ફિલસૂફીએ દાન કે પરોપકારની વિચાધારા સાવ બદલી નાખી. બિલ ગેટ્સ ચક ફીનીના આવા અભિગમથી બદલાયા. વોરેન બફેએ એમને હીરો કહ્યા. એમણે ચક સાથે મળીને ‘ગિવિંગ પ્લેજ’ નામે ભંડોળ શરૂ કર્યું. આજે 240થી વધુ અબજોપતિઓએ એમાં સામેલ છે. એક વિચાર, એક માણસનો ત્યાગ અનેક અબજોપતિના ઇગોને ઓગાળી શકે છે! 2020 સુધીમાં ચકના ‘એટલાન્ટિક ફિલાન્થ્રોપિઝ ફાઉન્ડેશન’એ ડોનેશન લેવાનું બંધ કરી દીધું. ફાઉન્ડેશને ભેગા કરેલા એક એક પૈસો ખર્ચ કરી નાખ્યો ને મિશન પૂરું થયું. ચક ફીનીએ પોતાના માટે 20 લાખ ડોલર રાખ્યા, જે એમની પત્ની હેલ્ગા સાથે જીવવા માટે પૂરતા હતા. અબજોપતિમાંથી મધ્યમ વર્ગના નિવૃત્ત લોકો કરતાં તે ઓછા પૈસા સાથે અંત સુધી જીવ્યા. ચકની એક જ ફિલોસોફી: ‘તમારે તમારી સંપત્તિનો ઉપયોગ લોકોને મદદ કરવા માટે કરવો જોઈએ.’ ચક ફીનીએ સાબિત કર્યું કે વારસો છોડવા માટે તમારે સ્મારકોની જરૂર નથી. દુનિયા બદલવા માટે તમારાં નામવાળી ઇમારતોની જરૂર નથી. માત્ર ઉદારતાથી આપવાની ને નમ્રતાથી જીવવાની વાત છે. ઓક્ટોબર, 2023માં ચક ફીનીનું 92 વરસે અવસાન થયું. ત્યાં સુધી એમણે ડોનેશન આપેલી યુનિવર્સિટીઓમાંથી અનેક વિદ્યાર્થીઓ સ્નાતક થતા જોયા. પોતાની હોસ્પિટલોમાં લાખો દર્દીઓને સ્વસ્થ થતા જોયા. આજે એ ગુમનામ દાતા ચક ફીનીના માન-સન્માનનું સ્મારક કે તકતી લાખો લોકોના દિલમાં વસે છે. એન્ડ ટાઇટલ્સ આદમ: તું ગુપ્ત દાનમાં માને? ઇવ: તને દિલ આપ્યા બાદ ખાસ!
    Click here to Read More
    Previous Article
    તર...બ...તર:કલમદેવીની કૃપા અને શબ્દનો સાક્ષાત્કાર
    Next Article
    વિચારોના વૃંદાવનમાં:માનવતાને ટકાવી રાખે તે ધર્મ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment