Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસ્તિત્વની અટારીએથી:એક નહીં કપાયેલા પતંગને પત્ર

    8 hours ago

    ભાગ્યેશ જહા પ્રિય મિત્ર (વડીલ) કાકા ઉર્ફે વિ. ભ. ઉર્ફે વિનોદ ભટ્ટ… કાકા, ઉત્તરાયણ ગઈ. તે દિવસે તમને ખૂબ યાદ કર્યા. જન્મદિવસની શુભકામનાઓ એટલા માટે આપવાની કે તમે એવી જગ્યાએ છો કે જ્યાં જન્મદિવસનું કોઈ મહત્ત્વ નહીં હોય પણ અમારા માટે ખૂબ છે. અમારા પૃથ્વીવાસીઓની આ મજા છે, અમે તારીખનાં પાટિયાં ભરાવીને ફરીએ છીએ, ઉત્સવને પણ બીજા દિવસે ઊજવીએ છીએ, વાસી ઉત્તરાયણને આગલા દિવસની વધેલી ખીચડીને વઘારીને ખાવાના રિવાજને કશી તો સગાઇ હશે જ! કશી ચીજ આ દુનિયામાં વાસી થાય જ નહીં, તમારી પાસે એક ગુજરાતી હોવો જોઈએ! કાકા, ગજબ સમય ચાલે છે, યાદ છે તમે મરણપથારીએ હતા અને વારંવાર જમણી બાજુ પડી જતા, તમને પૂછેલું, ‘આવું કેમ થાય છે?’ તમે તમારી સ્ટાઇલમાં કહેલું, ‘તમને ખબર તો છે કે મારો જન્મ ઉત્તરાયણના દિવસે થયેલો, એટલે જમણી બાજુ નમન છે. પતંગ સ્થિર રહે એટલા માટે તો બે-બે કન્યાઓ બાંધવામાં આવી હતી…’ બાપુ, મરણપથારીએ આ અને આવી અનેક કોમેન્ટ કરીને તમે એને વિજય પહેલાં જ હરાવી દીધું હતું. તમે સ્વર્ગની ઘણીબધી વાતો વર્ષ દરમિયાન કરો છો, આજે થયું કે તમને પણ જરા અમદાવાદ-ગાંધીનગરનો અહેવાલ આપી દઉં. તમે જાણો છો કે, તમારું અમદાવાદ હવે વાર્તાના રાજકુમારની જેમ રાતે નહીં એટલું દિવસે અને દિવસે નહીં એટલું રાતે વધે છે. એવું કહેવાય છે કે, ફ્લાય ઓવર થવાથી શહેરના ખૂણા અદૃશ્ય થઈ જાય છે. એમ એમ મોટા મોટા ફ્લેટ થવાથી નાનાં નાનાં ધાબાં અને પોળનાં પતરાવાળાં મકાનની મજા અદૃશ્ય થઈ જાય છે.‌ સામાન્ય રીતે શૂરવીર ગુજરાતી બે વખત ધાબા ઉપર ચડે છે, એક શ્રાદ્ધ પક્ષમાં અને બીજો ઉત્તરાયણમાં. ફ્લેટની અગાશીમાં એકથી વધારે કુટુંબો ચઢી જાય છે એના લીધે ઊંધિયાં-જલેબીની જ્યાફતોનો રંગ બદલાઈ ગયો છે. ક્યારેક બધું ‘સોલ્જરી’થી ગોઠવાય છે, નહીં તો ‘સ્માર્ટ ગુજરાતીઓ’ પોતપોતાના ગ્રૂપવાળાને ચોક્કસ ફ્લેટમાં બોલાવીને પાર્ટી કરી નાખે છે. ફ્લેટમાં એટલી પ્રજા હોય છે એટલે બૂમો પાડવાની મજા ઓસરી ગઈ છે. બીજી એક નવી બાબત એ ઉમેરાણી છે કે હવે લોકો ‘પવન’ જોઇને જ ધાબા ઉપર જાય છે. ઘણા તો પવનની દિશા જોઇને નક્કી કરે છે કે મણિનગર જવું કે બીમાનગર… ! હમણાં આમંત્રણ આપતા એક મિત્રે મને કહ્યું, ‘આવજોને, અમે તો સેટેલાઇટ ઉપર છીએ, વાંધો નહીં આવે.’હમણાં સ્ટાર્ટ-અપ સ્ટાર્ટ-અપ રમતા યુવાને એક રીલ બનાવીને કહ્યું, ‘પવન ન હોય તો અમને ફોન કરજો. અમે તમારી અગાશી પર બ્લોઅર ફિટ કરી આપીશું. છ જેટલાં બ્લોઅર હવા ફેંકે તો કહ્યાગરો પતંગ તો ચઢી જ જાય!એવી જ રીતે, બીજા એક જૂથે પોતાના સ્વરોજગાર માટે કિન્યા (કન્યા!) બાંધેલા પતંગ વેચવા મૂક્યા છે.‌ જોકે, લોકોના ગુસ્સાનો ભોગ ન બનવું પડે એટલે અનેક ભવિષ્યવેત્તાઓએ પવન અંગે આગાહીઓ કરવાનું મુલતવી રાખ્યું છે. તમારા ફેમસ પુસ્તક ‘આપણા અમદાવાદ’વાળા ખાડિયા-રાયપુરમાં આ વર્ષે બહાર રહેવા ગયેલા લોકો ઉત્તરાયણ કરવા આવતા હતા તે આ વર્ષે ઓછા આવ્યા છે, કદાચ ગાયો ઓછી થવાથી પુણ્ય મળવાનું નથી તો શું કામ જવું? એવો વિચાર કર્યો હશે! જોકે, ઘણા લોકોએ ઉત્સવોને‘હાઇબ્રિડ’ બનાવવા માટે ફટાકડાઓ ફોડે છે.ગાંધીનગરમાં પણ ફ્લેટ-કલ્ચર વિકસ્યું છે, હવે કોઇનો પતંગ કપાઇ જાય ત્યારે વધારે બૂમાબૂમ સંભળાય છે, જ્યારે કોઇનો પતંગ કપાય છે ત્યારે એમનો પતંગ‘ મેં કાપ્યો’ એમ કહીને ક્રેડિટ લેવાની છૂપી સ્પર્ધા ચાલતી હોવાથી ઉત્તરાયણનો દિવસ આવી ક્રેડિટ-કાપાકાપીમાં સમય વધારે થાય છે. કાકા, તમે જણાવજો કે સ્વર્ગમાં ઉત્તરાયણ હોય છે કે નહીં! જોકે, જ્યાં કોઇને બીજાના પતંગ કાપવામાં રસ જ ના હોય ત્યાં ઉત્તરાયણની ‘થ્રિલ’ જ ન આવે…ઘણા ‘હોશિયાર’ લોકો માને છે કે આવી રીતે ખાલી-ખાલી કાપાકાપી કરવાનો અર્થ નથી… આવા લોકો હવે ડિજિટલ દુનિયામાં ટ્રોલ કરવાના પવિત્ર વ્યવસાયમાં જોડાઇ ગયા છે. હમણાં એક ઝેન-આલ્ફા બાળકને ‘લંગશિયું’ સમજાવતાં સમજાવતાં થાકી જવાયું. જોકે, આપણા સમયમાં ફીરકી પકડનારા અને ગૂંચો ઉકેલનારાઓ મળી રહેતા. હવે એ બધા અને એમની ખાનદાની હોશિયારી સાથે એ લોકો બીજા ‘ધંધાઓમા’ લાગી ગયા છે. કાકા, એટલે એક કદી નહીં કપાયેલા પતંગ તરીકે તમને યાદ કર્યા કરીશું.ભારેખમ ઉત્તરાયણનો ઉત્સાહી,ભત્રીજો.
    Click here to Read More
    Previous Article
    How return of corporators will change the overall functioning of BMC
    Next Article
    તર...બ...તર:કલમદેવીની કૃપા અને શબ્દનો સાક્ષાત્કાર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment