Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે ભાગમાં વહેંચાઈ બાંગ્લાદેશ આર્મી, શું સિવિલ વોર થશે?:હિંસા પાછળ પાકિસ્તાન સમર્થક અધિકારીઓ, સ્ટુડન્ટ લીડર્સે કહ્યું- તખ્તાપલટનું કાવતરું

    21 hours ago

    12 ડિસેમ્બર 2025... બાંગ્લાદેશના ઢાકામાં વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ ઢાકાથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાના હતા અને તે દિવસે પ્રચાર કરી રહ્યા હતા. 6 દિવસની સારવાર બાદ 18 ડિસેમ્બરે તેમણે દમ તોડ્યો હતો. હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી. હિંદુઓ નિશાના પર આવ્યા. 18 ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 7 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. આ હિંસા માટે વિદ્યાર્થી નેતાઓ સેના અને પોલીસને જવાબદાર ગણાવી રહ્યા છે. તેમનો દાવો છે કે અહીં થઈ રહેલી હત્યાઓ અને હિંસા પાછળ સેનાનું એક જૂથ છે, જે સત્તામાં આવવા માગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશી આર્મી કહેવા ખાતર તો નિષ્પક્ષ છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી વચગાળાની યુનુસ સરકાર સાથે તેના સંબંધો સારા રહ્યા નથી. બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. આ પહેલી એવી તક છે, જ્યારે બાંગ્લાદેશમાં અવામી લીગ ચૂંટણી નહીં લડે અને વચગાળાની સરકાર હેઠળ ચૂંટણી યોજાશે. તેથી આ દરમિયાન સુરક્ષા સૌથી મોટો મુદ્દો છે. ચૂંટણી માટે આર્મીએ અલગથી ઇન્ટેલિજન્સ યુનિટ બનાવ્યું છે. તેના દ્વારા મળેલી માહિતીના આધારે ચૂંટણીમાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. સેના અને સરકાર વચ્ચે ક્યારે કડવાશ વધી... છેલ્લા આશરે દોઢ વર્ષની વચગાળાની સરકાર દરમિયાન એવા બે પ્રસંગો આવ્યા, જ્યારે બાંગ્લાદેશમાં સરકાર અને આર્મી વચ્ચેનો કલહ ખુલ્લેઆમ સામે આવી ગયો. 1. ચૂંટણીની તારીખ અંગે સેનાની કડકાઈ નવેમ્બરના અંતમાં સેના પ્રમુખ વકાર-ઉઝ-ઝમાને બાંગ્લાદેશની વચગાળાની સરકારને ડિસેમ્બરમાં ચૂંટણી કરાવવા માટે કહ્યું હતું. તેમણે ચેતવણી આપી હતી કે ચૂંટણી અંગે કોઈપણ નિર્ણય લેતા પહેલા સેનાને પણ જાણ કરવી પડશે. તે સમયે વચગાળાની સરકારનું વલણ ચૂંટણી ટાળવાનું દેખાઈ રહ્યું હતું. જોકે, સેનાએ ફેબ્રુઆરીથી વધુ વિલંબ ન કરવાની ચેતવણી આપી હતી. આ ઘટના બાદ સરકાર અને સેના વચ્ચેનો આંતરવિરોધ ખુલ્લેઆમ સામે આવ્યો હતો. 2. બાંગ્લાદેશની સરહદ પર કોરિડોર બનાવવાનો નિર્ણય સેના પ્રમુખે વચગાળાની સરકારને એવી પણ ચેતવણી આપી હતી કે બાંગ્લાદેશની સરહદ પર કોઈપણ નિર્ણય લેતા પહેલા આર્મી સાથે ચર્ચા કરવી જરૂરી છે. હકીકતમાં યુનુસ સરકારમાં વિદેશી બાબતોના સલાહકાર તૌહીદ હુસૈને કહ્યું હતું કે UN હેઠળ પ્રસ્તાવિત રાખાઈન ગલિયારામાંથી પસાર થનારા એક કોરિડોર પર સહમતિ બની છે, જેના હેઠળ રોહિંગ્યા શરણાર્થીઓને મદદ આપવામાં આવશે. આના પર આર્મીનું કહેવું હતું કે તેનાથી સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી વધી શકે છે. આ સિવાય જો નિર્ણય લેવો જ હોય તો આર્મી સાથે વાત કર્યા વગર લઈ શકાય નહીં. આ બાબતે પણ સરકાર અને સેના વચ્ચે કડવાશ જોવા મળી હતી. યુનુસ સરકારને હટાવવાનો પ્રયાસ, ટાર્ગેટ કિલિંગ પાછળ સેના બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અંગે અમે NCP (વિદ્યાર્થીઓની પાર્ટી)માં ઇન્ટરનેશનલ સેલના પ્રમુખ અલાઉદ્દીન મોહમ્મદ સાથે વાત કરી. તેઓ ખુલ્લેઆમ દાવો કરે છે કે આર્મી, યુનુસ સરકારને હટાવવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ કહે છે, ‘બાંગ્લાદેશમાં થઈ રહેલી ટાર્ગેટેડ પોલિટિકલ કિલિંગ અને હિંસાની કેટલીક ઘટનાઓ પાછળ આર્મીનું એક જૂથ છે, જે સત્તામાં આવવા માગે છે. એજન્સીઓ અને આર્મી મળીને આ હિંસા કરાવી રહ્યા છે જેથી ચૂંટણી ન થઈ શકે.’ સ્ટુડન્ટ લીડર હાદીની હત્યા અંગે અલાઉદ્દીન કહે છે, ‘અમે આ માહોલથી દુઃખી છીએ. સ્ટેટ પોલીસ અને આર્મી પોતાનું કામ નથી કરી રહી. રાજધાની ઢાકાના રસ્તાઓ પર જો પોલીસ કંઈ ન કરી શકી તો તે ચોંકાવનારી વાત છે. જો પોલીસે અમને વિદ્યાર્થીઓને જ જણાવી દીધું હોત કે આવું કંઈક થઈ રહ્યું છે, તો અમે જઈને આ હિંસા રોકી શક્યા હોત. બધું જ આ રીતે અચાનક થવું ચોંકાવનારું છે.’ બાંગ્લાદેશમાં ડૉ. યુનુસની વચગાળાની સરકાર આર્મીનો ભરોસો જીતી શકી નથી. અલાઉદ્દીન કહે છે, ‘વચગાળાની સરકાર ચલાવવા માટે પોલીસ, બ્યુરોક્રેસી અને આર્મીનું સમર્થન જોઈએ છે, પરંતુ અહીં એવું નથી. બાંગ્લાદેશમાં હાલમાં 27 આર્મી જનરલ કેદમાં છે કારણ કે તેઓ હસીના સરકારની રાજ્ય પ્રાયોજિત હિંસાનો હિસ્સો હતા. ચૂંટણીની જાહેરાત પણ અવામી લીગ વગર જ કરી દેવામાં આવી છે.’ ‘આર્મી નથી ઈચ્છતી કે નવી રાજકીય સરકાર ચૂંટાઈને આવે. આર્મીનો એક હિસ્સો સરકારની સાથે છે, પરંતુ એક જૂથ સરકારની સાથે નથી. મને લાગે છે કે સરકાર અને આર્મીમાં બેઠેલા લોકો આ પ્રકારની હિંસા ભડકાવી રહ્યા છે જેથી બાંગ્લાદેશમાં ચૂંટણી ન થઈ શકે.’ ‘પ્રજા વચ્ચે આર્મીનો ભરોસો નબળો પડ્યો’ બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ અને આર્મીની ભૂમિકા અંગે પોલિટિકલ એનાલિસ્ટ સલાહઉદ્દીન શોએબ ચૌધરી કહે છે, ‘દેશમાં તખ્તાપલટ પછી આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને જાહેર ક્ષેત્રે લોકોને કહ્યું હતું કે આર્મી પર ભરોસો રાખો.’ ‘છેલ્લા 18 મહિનામાં આખા બાંગ્લાદેશમાં તોડફોડ થઈ, દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ. ફેક્ટરીઓ બંધ થઈ રહી છે. બેરોજગારી વધી ગઈ છે. બાંગ્લાદેશ પાકિસ્તાનના રસ્તે ચાલી રહ્યું છે. આવા સમયે સેનાએ પણ લોકોના મનમાં પોતાનો ભરોસો ગુમાવી દીધો છે. સેના તેને ફરીથી જીતવાના પ્રયાસમાં લાગેલી છે.’ ‘તેથી જ આર્મી નક્કી કરેલા સમયમાં ચૂંટણી કરાવીને ચૂંટાયેલી સરકાર લાવવા માટે પ્રતિબદ્ધ છે. ડૉ. યુનુસ લાંબા સમય સુધી સત્તામાં રહેવા માગતા હતા, પરંતુ આર્મીએ તેમના પર લગામ કસી છે. આ બાબતે આર્મી અને સરકાર વચ્ચે પણ ખટાસ વધી છે. આર્મીમાં અમારા સોર્સ જણાવે છે કે આર્મી અને વચગાળાની સરકાર વચ્ચે કોમ્યુનિકેશન ચેનલ પણ બરાબર કામ કરી રહી નથી.’ ‘પાકિસ્તાની ISIએ હેન્ડલર્સ દ્વારા હિંસા કરાવી’ બાંગ્લાદેશમાં થયેલી હિંસા અંગે સલાહઉદ્દીન કહે છે, ‘અહીં થયેલી હાદીની હત્યા બાદ પાકિસ્તાની ISIએ પોતાના હેન્ડલર્સ દ્વારા એ ફેલાવવાનું શરૂ કરી દીધું કે આ હત્યા ભારત દ્વારા કરાવવામાં આવી છે.’ ‘ગયા વર્ષે થયેલા તખ્તાપલટ બાદ પાકિસ્તાને બાંગ્લાદેશમાં ફરીથી પ્રવૃત્તિઓ વધારી છે. આર્મીની અંદર જમાતનું જે જૂથ છે, તે પાકિસ્તાનના ઈશારે કામ કરે છે. પાકિસ્તાન ફરીથી બાંગ્લાદેશમાં કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા માગે છે અને હિંદુ મુક્ત પૂર્વ પાકિસ્તાન બનાવવા માગે છે.’ બાંગ્લાદેશમાં લઘુમતીઓની હત્યા પર આર્મી ચીફ મૌન કેમ? બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની પાર્ટી NCP ઘણા સમયથી BNP સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવા માગતી હતી. જોકે આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ, BNP તરફથી તેમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. તેથી NCPએ જમાત સાથે ગઠબંધનનો નિર્ણય કર્યો, પરંતુ જમાત સાથે ગઠબંધન કરતા જ NCPમાં ક્લેસ સર્જાયો. આર્મીમાં પણ અધિકારીઓનું એક જૂથ છે જે જમાત-એ-ઇસ્લામીનું સમર્થક રહ્યું છે, તે સેનાની અંદર જમાત માટે જૂથબંધી કરે છે. હિંદુઓ વિરુદ્ધ હિંસા અંગે સેનાના મૌન પર સલાહઉદ્દીન કહે છે, ‘યુનુસ સરકારે આર્મી ચીફ અને સિનિયર જનરલને કેસ કરવાની ધમકી આપીને ડરાવી દીધા છે. અનેક આર્મી અધિકારીઓ પર પહેલાથી જ કેસ ચાલી રહ્યા છે. તેથી આર્મી પણ વચગાળાની સરકાર સાથે સંબંધો સારા રાખવા માગે છે. આર્મીની અંદર આશરે 40% લોકો કટ્ટર વિચારધારાવાળા છે. એવામાં આર્મી ચીફ પાસે નિર્ણય લેવા માટે કોઈ શક્તિ નથી.’ ‘હિંદુઓના ઘરો અને મંદિરોમાં આગ લગાવવામાં આવી રહી છે. દેશના લોકો ડરના માહોલમાં જીવવા મજબૂર છે. આ બધાના દોષી પોતે આર્મી ચીફ છે અને તેઓ આ ઘટનાઓ પર મૌન સેવી રહ્યા છે, જેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.’ બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા પર આર્મીએ શું કહ્યું? બાંગ્લાદેશમાં હિંસા અને અફરાતફરીના સમાચારો અંગે અમે બાંગ્લાદેશી આર્મીના સત્તાવાર પ્રવક્તા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ તૈયાર થયા નહીં. ત્યારબાદ અમે આર્મીમાં અમારા સોર્સ દ્વારા અંદર થઈ રહેલા કામકાજની જાણકારી મેળવી. સોર્સે જણાવ્યું કે ચૂંટણી થાય ત્યાં સુધી આર્મીને એલર્ટ પર રાખવામાં આવી છે. આર્મી સીધી રીતે કોઈ પણ પ્રકારના ઓપરેશનનો હિસ્સો નથી, પરંતુ તે ઇન્ટેલ એકત્ર કરીને ચૂંટણીનું મોનિટરિંગ કરી રહી છે. મ્યાનમાર અને ભારતની બોર્ડર પર કડકાઈ વધારી દેવામાં આવી છે. ચૂંટણી સુધી આ જ વ્યવસ્થા રહેવાની આશા છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ આર્મી નક્કી કરશે કે દેશમાં કોઈ પણ પ્રકારની રાજકીય હિંસા ન થાય. ચૂંટણી જીતનાર પક્ષ કે ગઠબંધનને સત્તા સોંપવામાં આવે. સરકાર ચૂંટાયા બાદ આર્મી તમામ સિવિલિયન કામો નવી સરકારને સોંપી દેશે. સોર્સ જણાવે છે કે બાંગ્લાદેશમાં જે રીતે વચગાળાની સરકાર અને સેના વચ્ચે કડવાશ વધી છે, તે સ્થિતિમાં ચૂંટણી પછી પૂર્ણ બહુમતી ન મળવા પર આર્મીનું એક જૂથ સત્તાપલટો કરીને લશ્કરી સરકાર પણ બનાવી શકે છે. જોકે વ્યવહારિક રીતે અત્યારે તેની શક્યતા ઓછી છે કારણ કે સેના આવું કરીને જનતાનો ભરોસો ગુમાવવા માગશે નહીં. ‘આર્મીમાં એક વર્ગ જે રાજકારણમાં દખલગીરીનો પ્રયાસ કરી રહ્યો છે’ ત્યારબાદ અમે ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્સપર્ટ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ સંજય કુલકર્ણી સાથે વાત કરી. તેઓ બાંગ્લાદેશી સેનાના કામકાજની પદ્ધતિને નજીકથી જાણે છે. સર્વિસમાં હતા ત્યારે તેઓ બાંગ્લાદેશની સેના સાથે જોઈન્ટ એક્સરસાઇઝ પણ કરી ચૂક્યા છે. સંજય કહે છે, ‘બાંગ્લાદેશની સેનાની ટ્રેનિંગ 1971 પહેલા સુધી પાકિસ્તાન હેઠળ જ થતી હતી. તેથી બાંગ્લાદેશની આર્મી પણ એવી જ ટ્રેનિંગમાંથી નીકળી છે, જે સત્તામાં આવવાની ઈચ્છા રાખે છે. અત્યારે પણ આર્મીમાં એક વર્ગ એવો છે, જે બાંગ્લાદેશના રાજકારણમાં દખલ કરવાની કોશિશ કરે છે.’ ‘બાંગ્લાદેશી આર્મીમાં આ વર્ગ જમાતની વિચારધારાનો સમર્થક માનવામાં આવે છે. આર્મીમાં પણ ઉગ્રવાદી વિચારના લોકો છે, જે સમયે-સમયે કટ્ટરતાને પ્રોત્સાહન આપવા અને રાજકારણને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતા રહે છે. બાંગ્લાદેશની અંદર કંઈ પણ ખોટું થઈ રહ્યું હોય તો આર્મી ઘણીવાર તટસ્થ વલણ રાખે છે અથવા પડદા પાછળથી ખેલ કરે છે.’ ‘બાંગ્લાદેશની સેનામાં આશરે 20-30% લોકો જ કટ્ટરવાદી વિચારના છે. મોટાભાગના લોકો અત્યારે પણ પોતાની બંગાળી વિચારધારાને મોટી માને છે. તેથી બાંગ્લાદેશમાં ફોજની વિચારધારા અને ટ્રેનિંગ બદલાઈ ગઈ છે, તેવું પૂરેપૂરું માનવું યોગ્ય નથી.’ ‘બાંગ્લાદેશના વર્તમાન આર્મી ચીફ સપ્ટેમ્બર 2026 સુધીમાં નિવૃત્ત થઈ જશે. તેમના પત્ની શેખ હસીનાના બહેન છે. એવામાં વર્તમાન આર્મી ચીફના પણ શેખ હસીના સાથે સારા સંબંધો રહ્યા છે. ફોજે અત્યાર સુધી પોતાને સીધી રીતે રાજકારણમાં દખલ કરવાથી દૂર રાખ્યા છે. આર્મી પણ હાલમાં ઈચ્છે છે કે એકવાર દેશમાં ચૂંટણી થઈ જાય અને પ્રજાની ઈચ્છા જાણવા મળી જાય.’ ‘જો ચૂંટણી યોગ્ય રીતે નથી થઈ શકતી તો ફરી આર્મીની દખલગીરી વધી શકે છે. અત્યારે સીધો સત્તાપલટો કરવાથી આર્મી બચી રહી છે, કારણ કે તેમને પોતાના જ લોકો પર ગોળી ચલાવવી પડી શકે છે. તેનાથી ફોજની બદનામી થઈ શકે છે. ફોજ પરિપક્વતા સાથે પોતાની જવાબદારી અદા કરી રહી છે, પરંતુ ભવિષ્યમાં શું થશે તે કહી શકાય નહીં.’
    Click here to Read More
    Previous Article
    ટીઆરબીના જવાનોમાં આનંદ:જિલ્લાના 115 ટ્રાફિક બ્રિગેડના જવાનોને હવે 8100ને બદલે 12,150 માસિક વેતન મળશે
    Next Article
    પહેલા નિકાહ નોકરાણી સાથે, પરિણીતી હોવા છતાં ત્રીજી વાર પરણ્યા:'પાકીઝા' ફૅમ ડિરેક્ટર પત્ની મીના કુમારીને ગુલામની જેમ રાખતો, ફિલ્મ માટે બકરા-મરઘાની બેફામ કતલેઆમ કરી

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment