Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિયાળાની ઠંડીમાં શરીરને રાખશે 'હોટ':તલ, ગોળ અને મગફળીમાં છુપાયેલું છે લાંબુ આયુષ્ય, વિટામિન્સ-મિનરલ્સ ભરપૂર; જાણો ત્રણેય સુપરફૂડના હેલ્થ બેનિફિટ્સ

    1 day ago

    મકરસંક્રાંતિ એટલે ઠંડીની વિદાયનો સંદેશ. આ દિવસે ભગવાન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. તેને ભારતમાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. દરેક રાજ્યમાં તેને અલગ-અલગ નામથી ઉજવવામાં આવે છે - ક્યાંક પોંગલ, ક્યાંક ખીચડી તો ક્યાંક મકર સંક્રાંતિ, લોહડી અને ઉત્તરાયણ. દેશના દરેક ભાગમાં તેના નામ ભલે અલગ હોય, પરંતુ આખા દેશમાં આ દિવસે તલ અને ગોળ ખાવાની પરંપરા એકસરખી જ છે. આ દિવસે મગફળી પણ ખાવામાં આવે છે. તલ, ગોળ અને મગફળી, ત્રણેય વસ્તુઓ સુપરફૂડ છે. તેમાંથી બનેલી વસ્તુઓ ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે, સ્વાસ્થ્ય માટે પણ તેટલી જ ફાયદાકારક હોય છે. તલ અને મગફળીમાં પ્રોટીન, વિટામિન અને ઓમેગા 6 જેવા પોષક તત્વો હોય છે. જ્યારે ગોળમાં આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા મહત્વપૂર્ણ મિનરલ્સ હોય છે. તેથી ‘કામના સમાચાર’માં આજે તલ, ગોળ અને મગફળીની વાત કરીશું. સાથે જ જાણીશું કે- તલ-ગોળના લાડુ ખાવાની પરંપરા મકરસંક્રાંતિના દિવસે લોકો તલ અને ગોળના લાડુ ખાઈ છે. પંજાબ અને તેની આસપાસના વિસ્તારોમાં સાંજે ઘરના બધા લોકો અગ્નિ પ્રગટાવીને ગીતો ગાય છે અને મગફળી ખાઈ છે. આ બધી વસ્તુઓ શિયાળામાં ખાવા માટે ખૂબ ફાયદાકારક છે. શિયાળાના સુપરફૂડ આ ત્રણેય સુપરફૂડ્સની તાસીર ગરમ હોય છે. તેથી તેને શિયાળાના સુપરફૂડ પણ કહેવાય છે. તેનું પોષણ મૂલ્ય તેને વધુ ખાસ બનાવે છે. ચાલો બધી વસ્તુઓની પોષણ મૂલ્ય અને ફાયદા જાણીએ. ગોળનું પોષણ મૂલ્ય ગોળમાં સુક્રોઝ અને ફ્રુક્ટોઝના રૂપમાં સુગર હોય છે. તેથી તેનો સ્વાદ મીઠો હોય છે અને તેને ખાવાથી તરત જ એનર્જી મળે છે. ગોળમાં શરીર માટે જરૂરી વિટામિન A, C અને E હોય છે. તેમાં આયર્ન સહિત ઘણા જરૂરી મિનરલ્સ પણ હોય છે. ગ્રાફિકમાં જુઓ: ગોળ ખાવાના 10 મોટા ફાયદા તલનું પોષક મૂલ્ય તલમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને પોટેશિયમ જેવા મિનરલ્સ હોય છે. તેમાં વિટામિન B6 પણ હોય છે. શરીરની દૈનિક જરૂરિયાતના કેટલા મિનરલ્સ તલ ખાવાથી મળે છે, ગ્રાફિકમાં જુઓ: તલ ખાવાના 10 મોટા ફાયદા મગફળીનું પોષણ મૂલ્ય મગફળીમાં પ્રોટીન, ફેટ સહિત ઘણા હેલ્ધી ન્યુટ્રિઅન્ટ્સ હોય છે. ઘણા જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે. ગ્રાફિકમાં જુઓ: મગફળી ખાવાના 10 મોટા ફાયદા તલ, ગોળ અને મગફળી સંબંધિત કેટલાક સામાન્ય પ્રશ્નો અને તેના જવાબો પ્રશ્ન: શું તલ અને મગફળીમાં રહેલી ચરબી હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે? જવાબ: ના, એવું બિલકુલ નથી થતું. લોકોને એવી ગેરસમજ છે કે ચરબીથી કોલેસ્ટ્રોલ વધે છે, જ્યારે વાસ્તવમાં ટ્રાન્સ ફેટ, સેચ્યુરેટેડ ફેટથી કોલેસ્ટ્રોલ વધે છે. તલ અને મગફળીમાં રહેલી હેલ્ધી ફેટ આપણને સ્વસ્થ બનાવે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, તલ અને મગફળીમાં રહેલી હેલ્ધી ફેટ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઘટાડવામાં મદદરૂપ છે. તેનાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. પ્રશ્ન: શું તલ અને મગફળી ખાવાથી વાળ ખરવા લાગે છે? જવાબ: ના, આ સાચું નથી. તેનાથી વિપરીત, તલ અને મગફળી ખાવાથી વાળ ખરતા અટકી શકે છે. તેના સેવનથી વાળના વિકાસમાં પણ મદદ મળે છે. તલમાં રહેલા ઓમેગા-3, ઓમેગા-6 અને ઓમેગા-9 ફેટી એસિડથી સ્કાલ્પના બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. તેનાથી વાળના મૂળને જરૂરી પોષક તત્વો અને ઓક્સિજન મળે છે. તલ અને મગફળીમાં ભરપૂર માત્રામાં કોપર, ફોસ્ફરસ, ઝીંક, આયર્ન, વિટામિન B1 અને મેગ્નેશિયમ હોય છે. તેનાથી સ્કાલ્પ સ્વસ્થ રહે છે અને વાળ ખરતા ઓછા થાય છે. પ્રશ્ન: શું તલ અને મગફળી ખાવાથી કેટલાક નુકસાન પણ થઈ શકે છે? જવાબ: હા, કેટલાક લોકોને મગફળી અને તલથી એલર્જી થઈ શકે છે. તલની એલર્જીના કારણે ઉલટી થઈ શકે છે અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તેનાથી કબજિયાત થઈ શકે છે અને એપેન્ડિક્સમાં દુખાવો થઈ શકે છે. તલમાં સાયકોએક્ટિવ કમ્પાઉન્ડ THC હોય છે. આ ડ્રગ્સ ટેસ્ટ થવા પર સામે આવી શકે છે. તેથી મોટાભાગના પ્રોફેશનલ સ્પોર્ટ્સ પર્સન તલ ખાવાથી બચે છે. મગફળી ખાવાથી કેટલાક લોકોને એનાફિલેક્સિસ નામની ગંભીર એલર્જિક પ્રતિક્રિયા થઈ શકે છે. ઘણીવાર તે જીવલેણ પણ હોય છે. તેના કારણે ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે અને સોજો આવી શકે છે. બ્લડ પ્રેશર અચાનક ઘટી શકે છે. તેનાથી પેટમાં ઇન્ફેક્શન થઈ શકે છે. શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે. પ્રશ્ન: શું ડાયાબિટીસના દર્દીઓ તલ, ગોળ અને મગફળીમાંથી બનેલી વસ્તુઓ ખાઈ શકે છે? જવાબ: ડાયાબિટીસના દર્દીઓ તલ અને મગફળી ખૂબ આરામથી ખાઈ શકે છે. તેની હેલ્ધી ફેટ ઇન્સ્યુલિન સ્પાઇક અને સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે. જોકે, તેમણે ગોળ અને ગોળમાંથી બનેલી વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ. ડાયાબિટીસમાં લો ગ્લાયસેમિક ફૂડ ખાવાની સલાહ આપવામાં આવે છે, જ્યારે ગોળ હાઈ ગ્લાયસેમિક ફૂડ છે. તેનાથી સુગર સ્પાઇક થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    Usha Nadkarni, 79, reveals her all-time favourite food, says she cooks herself: ‘Chicken me kya khaane ka meri samajh me nahi aata’
    Next Article
    'બાળકના ગણિતમાં ઓછા માર્ક્સ છે, ક્યાંક IQ તો નબળો નથી?':સાઇકોલોજિસ્ટ પાસેથી જાણો IQ ટેસ્ટ ક્યારે કરાવવો, દબાણ વગર ભણવાની ધગશ વધારવાની ટિપ્સ

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment