Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બાળકના ગણિતમાં ઓછા માર્ક્સ છે, ક્યાંક IQ તો નબળો નથી?':સાઇકોલોજિસ્ટ પાસેથી જાણો IQ ટેસ્ટ ક્યારે કરાવવો, દબાણ વગર ભણવાની ધગશ વધારવાની ટિપ્સ

    1 day ago

    પ્રશ્ન- હું બેંગલુરુથી છું. મારો 12 વર્ષનો દીકરો ધોરણ 6માં છે. ગણિત અને વિજ્ઞાનમાં તેના માર્ક્સ ખૂબ ઓછા આવે છે. મારા મિત્રોએ સૂચવ્યું કે બાળકનો IQ ટેસ્ટ કરાવો, જેથી ખબર પડે કે તેની ઇન્ટેલિજન્સ (બુદ્ધિમત્તા)નું સ્તર શું છે. પરંતુ મને ડર છે કે આ ટેસ્ટથી તેનો આત્મવિશ્વાસ ઓછો ન થઈ જાય. શું બાળકોનો IQ ટેસ્ટ કરાવવો જોઈએ? શું તેનાથી ખરેખર ફાયદો થશે? દબાણ કર્યા વિના બાળકને ભણવા માટે કેવી રીતે પ્રેરિત કરું? નિષ્ણાત: ડૉ. અમિતા શ્રૃંગી, સાઇકોલોજિસ્ટ, ફેમિલી એન્ડ ચાઈલ્ડ કાઉન્સેલર, જયપુર જવાબ- હું તમારી આ મૂંઝવણને સંપૂર્ણપણે સમજી શકું છું. માતા-પિતા તરીકે બાળકના સ્કૂલના માર્ક્સ જોઈને ચિંતા થવી બિલકુલ સ્વાભાવિક છે. પરંતુ સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે, 12 વર્ષની ઉંમરે સરેરાશ માર્ક્સ આવવા એ કોઈ અસામાન્ય બાબત નથી. આ ઉંમરે બાળકો શીખવાની પ્રક્રિયામાં હોય છે અને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં મુશ્કેલી ખૂબ સામાન્ય છે. જોકે, યોગ્ય માર્ગદર્શન, ધીરજ અને સપોર્ટ મળવા પર આ જ બાળકો આગળ જતાં ઉત્તમ પ્રદર્શન કરે છે. બાળકના ઓછા માર્ક્સ પાછળ ઘણાં અન્ય કારણો પણ હોઈ શકે છે. જેમ કે- તેથી, ફક્ત સરેરાશ માર્ક્સના આધારે બાળકને જજ કરવું કે તેના પર દબાણ કરવું યોગ્ય નથી. આ ઉપરાંત, શક્ય છે કે તમારો દીકરો અન્ય વિષયો કે કોઈ બીજા ક્ષેત્રોમાં ખૂબ સારો હોય. ઘણા બાળકો સંગીત, પેઇન્ટિંગ, રમતગમત કે કોઈ ક્રિએટિવ ક્ષેત્રમાં કમાલ કરે છે. તેથી, સૌથી પહેલા બાળકની રુચિઓ અને તેની ક્ષમતાઓને સમજવાનો પ્રયાસ કરો. ઘણીવાર માતા-પિતા આ જ ભૂલ કરે છે. તેઓ બાળકોને પોતાની ઈચ્છા મુજબ ડોક્ટર, એન્જિનિયર અને IAS વગેરે બનાવવા માંગે છે. આ પ્રયાસમાં તેઓ બાળકની રુચિઓ, ક્ષમતાઓ અને સ્વભાવને અવગણે છે. જ્યારે ભણતરના શરૂઆતના તબક્કામાં બાળકને દિશા આપવા કરતાં, તેમને સમજવાની અને ભાવનાત્મક રીતે ટેકો આપવાની જરૂર હોય છે. બાળકો જેવા છે, તેમને તેવા જ સ્વીકારવા એ પેરેન્ટિંગની પહેલી સીડી છે. દરેક બાળકની પોતાની એક ઓળખ હોય છે અને પોતાની ખાસ રુચિઓ હોય છે. પેરેન્ટિંગનો અર્થ તેને કોઈ નિશ્ચિત માળખામાં ઢાળવાનો નથી, પરંતુ તેની અંદર છુપાયેલી સંભાવનાઓને ઓળખીને તેમને ખીલવાનો અવસર આપવાનો છે. આ જ વિચાર સાથે આગળ વધો અને પેરેન્ટિંગની કેટલીક પ્રાથમિક જવાબદારીઓ પર ધ્યાન આપો. હવે IQ ટેસ્ટ એટલે કે ‘ઇન્ટેલિજન્સ કોશન્ટ’ ટેસ્ટના પ્રશ્ન પર આવીએ કે, આ શું છે, કેવી રીતે કામ કરે છે, ક્યારે જરૂરી છે અને જો સ્કોર ઓછો આવે તો શું કરવું? તો ચાલો, સ્ટેપ-બાય-સ્ટેપ તેને સમજીએ. ઇન્ટેલિજન્સ શું છે? ઇન્ટેલિજન્સ એ ક્ષમતા છે, જેનાથી બાળક વિચારે છે-સમજે છે, સમસ્યાનું સમાધાન કરે છે અને નવી પરિસ્થિતિઓમાં પોતાને ઢાળે છે. કોઈ બાળક ભણવામાં હોશિયાર હોય છે, કોઈ રમતમાં, કોઈ મ્યુઝિક કે આર્ટમાં, તો કોઈ લોકોને સમજવામાં અને તેમની સાથે જોડાવામાં. દરેક બાળકની ઇન્ટેલિજન્સ અલગ હોય છે. તેને ફક્ત પુસ્તકો અને માર્ક્સથી માપી શકાતી નથી. આ ઘણી બધી ક્ષમતાઓનો સમન્વય છે. જેમ કે- IQ ટેસ્ટ શું છે? IQ ટેસ્ટ એટલે 'ઇન્ટેલિજન્સ કોશન્ટ' ટેસ્ટ દ્વારા બાળકની વિચારવાની, સમજવાની, તર્ક કરવાની અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ ટેસ્ટ મુખ્યત્વે લોજિકલ થિંકિંગ, મેથેમેટિકલ અન્ડરસ્ટેન્ડિંગ, મેમરી અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલને માપે છે. જોકે, IQ ટેસ્ટમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ક્રિએટિવિટી, સોશિયલ સ્કિલ્સ અને ટેલેન્ટ જેવા ઘણા પાસાઓ સામેલ હોતા નથી. અમેરિકન સાઇકોલોજિકલ એસોસિએશન (APA) અનુસાર, IQ ટેસ્ટ બુદ્ધિમત્તાના ફક્ત કેટલાક ભાગોને જ માપે છે. આ બાળકના આસપાસના વાતાવરણ, શીખવાની પ્રક્રિયા અને અગાઉથી મળેલી માહિતીથી પ્રભાવિત થાય છે. IQ ટેસ્ટ શું માપે છે? IQ ટેસ્ટની શરૂઆત વર્ષ 1905માં ફ્રાન્સના સાઇકોલોજિસ્ટ આલ્ફ્રેડ બિને અને થિયોડોર સાયમને કરી હતી. તેનો હેતુ બાળકોની સ્કૂલ રેડિનેસ તપાસવાનો હતો. એટલે કે બાળક શીખવા માટે કેટલું તૈયાર છે. સમય જતાં એ સ્પષ્ટ થયું કે IQ સ્કોર ઘણી બાબતોથી પ્રભાવિત થાય છે. જેમ કે બાળકના વાતાવરણ, ભાષા, એક્સપોઝર અને તે દિવસનો મૂડ. તેથી IQ ને બાળકની સ્માર્ટનેસનો સંપૂર્ણ માપદંડ માનવો યોગ્ય નથી. એક સારો સ્ટાન્ડર્ડાઇઝ્ડ IQ ટેસ્ટ બાળકની ઘણી ક્ષમતાઓને ચકાસે છે. તેને નીચે આપેલા ગ્રાફિકથી સમજીએ- IQ ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ? IQ ટેસ્ટ દરેક બાળક માટે જરૂરી નથી. જો બાળક માત્ર સરેરાશ માર્ક્સ લાવે છે, ફોકસ કરવામાં મુશ્કેલી હોય અથવા તેને ગણિત મુશ્કેલ લાગતું હોય તો IQ ટેસ્ટની જરૂર નથી. જોકે, કેટલીક પરિસ્થિતિઓમાં IQ ટેસ્ટ કરાવવો યોગ્ય માનવામાં આવે છે. ભારતમાં કેટલાક IQ ટેસ્ટ કરવામાં આવે છે, જે ભારતીય બાળકો અને તેમના વાતાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. ધ્યાન રાખો, ઓનલાઈન IQ ટેસ્ટ ભરોસાપાત્ર હોતા નથી. ટેસ્ટનું સાચું અને સચોટ મૂલ્યાંકન હંમેશા પ્રશિક્ષિત મનોવૈજ્ઞાનિક (સાઇકોલોજિસ્ટ) દ્વારા જ થવું જોઈએ. IQ સ્કોર કેવી રીતે સમજવો? IQ સ્કોરને એક સૂચક તરીકે સમજવો જોઈએ, નિર્ણય તરીકે નહીં. તે દર્શાવે છે કે, બાળક વિચારવા-સમજવા, તર્ક કરવા અને અમુક ખાસ પ્રકારની માહિતીને કેટલી ઝડપથી પ્રોસેસ કરે છે. પરંતુ તે એ નથી દર્શાવતું કે, બાળક કેટલું સર્જનાત્મક છે અથવા કયા ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. તેથી IQ સ્કોરને ફક્ત બાળકની પ્રોફાઇલના એક ભાગ તરીકે જ જોવો જોઈએ. નીચે આપેલા ગ્રાફિક પરથી IQ સ્કોરનું અર્થઘટન સમજીએ- જો IQ સ્કોર ઓછો આવે તો શું કરવું? જો બાળકનો IQ સ્કોર થોડો ઓછો આવે, તો તેનો અર્થ એ નથી કે બાળક નબળું છે. તે ફક્ત એટલું જ દર્શાવે છે કે, તેને કયા ક્ષેત્રમાં મદદની જરૂર છે. હાર્વર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એજ્યુકેશનના એક સંશોધન મુજબ, પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટથી બાળકોનું પ્રદર્શન લગભગ 25% સુધી સુધરે છે. જ્યારે વધુ દબાણ અને તણાવ તેમની શીખવાની પ્રક્રિયાને અવરોધે છે. તેથી બાળકો સાથે ધીરજ, સમજણ અને પ્રોત્સાહન અત્યંત જરૂરી છે. આ માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખો. અંતે હું એટલું જ કહીશ કે તમારો દીકરો 12 વર્ષનો છે. આ ઉંમરે જો માતા-પિતાનો યોગ્ય સહયોગ મળે, તો બાળકો ખૂબ ઝડપથી શીખે છે. જો તે સ્વસ્થ છે, સામાન્ય રીતે શીખી રહ્યો છે, તો IQ ટેસ્ટની કોઈ જરૂર નથી. તમારો ધ્યેય બાળકને સ્માર્ટ સાબિત કરવાનો નહીં, પરંતુ તેને સ્માર્ટ રીતે શીખવામાં મદદ કરવાનો હોવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    શિયાળાની ઠંડીમાં શરીરને રાખશે 'હોટ':તલ, ગોળ અને મગફળીમાં છુપાયેલું છે લાંબુ આયુષ્ય, વિટામિન્સ-મિનરલ્સ ભરપૂર; જાણો ત્રણેય સુપરફૂડના હેલ્થ બેનિફિટ્સ
    Next Article
    સફળતા માટે જરૂરી 'ચાર પુરુષાર્થ':ધર્મ, અર્થ, કામ, મોક્ષની આધુનિક વ્યાખ્યા; ભારતીય દર્શન સમજવું હોય તો પુસ્તક 'ગીતા' સમાન

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment