Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારની બપોરે:એ ક્યાં ઊભી હશે?

    8 hours ago

    કલાકેક હું રિવરફ્રન્ટની પાળે ય બેસી આવ્યો, કે ‘આ અમારું ઑલમોસ્ટ કાયમનું ઠેકાણું! અહીં તો એ મળી જ જશે.’ પણ ‘કલાકેક’ બોલવામાં ઈઝી લાગે છે, કોઇની રાહ જોવામાં તો બરડો આખો વાળી દે છે. રિવરફ્રન્ટની બે જ દિશામાં જોઇ શકાય છે, ડાબે યા જમણે! સામે તો સાબરમતી છે. એમાંથી તરીને તો એ આવે નહિ? હું તો પગ નીચે ય જોતો નહોતો. કંટાળીને ‘રિવર’ ત્યાંની ત્યાં રાખીને ‘ફ્રન્ટ’ છોડ્યું. ગાડી ઉપાડી અને આવ્યો સીધો સી. જી. રોડ! (ચુસ્ત વૈષ્ણવો એને ‘શ્રીજી રોડ' કહે છે!...જે સી ક્રસ્ણ!) આમ પાછો હું ‘કૅરેક્ટર’નો ખરાબ નહિ, પણ આટલી બધી રાહો જોવાને બદલે, ભલે એને બદલે કોઇ બીજી આવે...‘આઈ ડિડન્ટ માઇન્ડ!’ જોકે, એ મારી રિવરફ્રન્ટ જેવી જ ભૂલ હતી કે, ત્યાં ન આવે તો અહીં ભરચક ટ્રાફિકમાં શું ફટાકડા ફોડવા આવે? મારો એ નિર્ણય બુદ્ધિપૂર્વકનો હતો ને સીજી રોડ ખાલી કરીને મારા નારણપુરામાં આવી ગયો. સારા ઘરની સ્ત્રીઓ આ ઍરિયામાં વધુ આવતી હોય છે. ખાસ કરીને સબ્જીવાળાની શૉપ પર!....એટલે જ મેં ફ્લૅટ પણ સબ્જીવાળાના બીલ્ડિંગમાં લીધો છે. આઇ મીન, જવાનું તો મારે જ હોય, એટલે શાકભાજી જેવી સામાન્ય ખરીદી માટે મેટ્રો પકડવી ન પડે! ઓહ....કમનસીબે, પૂરા નારણપુરામાં માણસોને બેસવાનો એકે ય બાંકડો નહિ! અહીંના કોઇ પણ ખૂણે રોડ ઉપર સો-બસ્સો ગાડીઓ પાર્ક થતી હોય છે, એમાંની એકના બૉનેટ ઉપર બેસી ગયો. જોનારાને ય લાગે કે, ‘વાઉ....આ તો ‘જગુઆર’ લઇને શાક લેવા આયો છે!’ બૉનેટ કોઇની ગાડીનું હોય તો એની ઉપર બેઠાં બેઠાં પગો હલાવવાનો ચસકો જુદો આવે છે. (આપણી ગાડીમાં બોનેટ પર બેસતા જ ખાડો પડી જાય છે!) કમનસીબે, હું ત્યાં યુવતીઓ ઉપર વટ પાડવા નહોતો બેઠો, એટલે જગુઆર પરથી ઉતરી ગયો. યાદ આવ્યું કે, ઘેરથી કીધું હતું કે, આ શ્રાવણ મહિનો ચાલે છે. કોક સારી ગાય જોઇને દસ રૂપિયાનો ચારો નાંખતા આવજો. ‘ઓહ....કોઇ સ્ત્રી સારી છે કે નહિ, એ તો પળભરમાં જોઇને નક્કી કરી શકાય, પણ ‘સારી ગાય’ કેવી રીતે નક્કી કરવી? પ્રોબ્લેમ એ ય હતો કે, સારી કે ઢંગધડા વગરની, એકેય ગાય દેખાવી તો જોઇએ ને? નારણપુરામાં રસ્તાઓ કરતાં ગલીઓ વધારે છે ને ગાયો ત્યાં જ મળે, એટલે ગલી-ગલી ફેંદવા માંડ્યો. દૂર કૉર્નરો ઉપરે ય જોઉં કે, ત્યાંથી કોઇ વળતી દેખાય છે? (મારું ધ્યાન ન ભટકે, માટે ‘વળતી દેખાવા માટે’ આ વખતે ફક્ત ગાયોનો માપદંડ જ રાખ્યો હતો.) નારણપુરામાં આજ સુધી નહિ બનેલી ગલીઓ પણ ફેંદી જોઇ કે, ભલે ઊભેલી નહિ, તો બેઠેલી ગાયો ય જોવા મળે તો પુણ્ય કમાયા! દૂરથી કંઇક દેખાયું ને નજીક પહોંચ્યો તો ભેંસ હતી. ગાયને ચારો નાંખવાથી પુણ્ય મળે, પણ ભેંસને નાંખવાથી મળે કે નહિ, એ વાઇફે કીધું નહોતું. ગાય નહિ તો છેવટે કોઇ ભલો પશુપાલકે ય મળી જાય તો ઍડ્રેસ એને પૂછી જોવાય. પણ રામ જાણે, એ વખતે હું જ પશુપાલક જેવો લાગતો હોઇશ કે. એક વડીલ મને પૂછવા આવ્યા, ‘ભઇ, આઁય ક્યોંય ગાય-બાય દેખાય છઅ? મારે તો ફકત ચારો જ નાંખવો છે.’ હું જાણે કેમ ચારો ‘ખાવા’ આવ્યો હોઉં. એમ એમણે ઉપાડેલો ચારો સીધો મારા મ્હોં પર આવતો હતો. મેં પડેલા મોંઢે કીધું કે ‘વડીલ, મને તો દેખાઇ નથી, પણ આપને દેખાય તો આ મારું વિઝિટિંગ-કાર્ડ છે. મને તુરંત જાણ કરવા વિનંતી.’ ‘ઓ ભ’ઇ, ગાય તો તારું કાર્ડ ચાવી જશે. કોંય બીજું કાંઇ હોય તો આલ!’ એ ગયા ને મેં પ્રવાસ આગળ વધાર્યો. કહે છે કે, ભક્તિભાવથી પરમેશ્વર ન મળે, પણ નસીબ હોય તો એમના આશીર્વાદ મળે. મને તરત મળ્યા. સામેની ગલીના નાકે એક ગાય ઊભેલી દેખાણી. મેં પલભરનો વિલંબ કર્યા વિના ગાડી ભગાવી ને રામનામ લેતો ઘટનાસ્થળે પહોંચ્યો. ‘હાઆઆઆ...શ! ગાયમાતા, પ્રણામ કરું છું. મને ખબર નહિ કે, રોજ તમે અહીં બેસો છો!’ હું ઉતાવળે ઉતાવળે ગાડી પાસે ગયો ને દરવાજો ખોલ્યો ત્યાં અવાજ વગરની ચીસ પડાઇ ગઇ. ઘાસના પૂળા તો મેં લીધા જ નહોતા! સામાન્ય રીતે, ગાયોની બી એક ‘ગાયાલિટી’ (એટલે કે ‘પર્સનાલિટી’) હોય છે. એ બધીઓ સાંજકણે ટોળે જ બેસતી હોય છે. પણ એકલીવાળીનો કોઇ ભરોસો નહિ. હું પૂળો લેવા ઘેર જઉં....આઇ મીન, કોઇ માલધારીની ગમાણમાં જઇને પાછો આવું, ત્યાં સુધીમાં તો માતાજી અંતર્ધ્યાન થઇ ગયાં હોય. સામટી બેઠી હોય તો બેસી રહે. ગાયલોકો દેખાવમાં પણ ખૂબ પવિત્ર હોય છે, પણ એના ગળે વાત્સલ્યનો હાથ ફેરવવા જાઓ, તો ક્યારે આપણને ઉલાળી મારે, તે કહેવાય નહિ. અને આમે ય, હું કોઇની સાથે સંબંધ બગાડતો નથી. મારો સ્વભાવ જ પવિત્ર. ગાય મને ઉલાળી મારે, તો એને ઉલાળવાનો બદલો લેવા હું કદી ન જાઉં! મારતી ગાડીએ પૂળા લેવા ઘેર પહોંચ્યો ત્યાં વાઇફ ભડકી, ‘આંઇ સુઉં લેવા હાઇલા આવો છો? ઘરમાં ઘાસ ભેલૂં કરીને હું વાગોળું છું, તી આંઇ હાઇલા આવો છો?’ આ જ કારણે, ગાયોએ મને રસ્તામાં ચાલીસ ફૂટ ઉલાળ્યો હોય તો હું ગભરાતો નથી. જલ્દી જલ્દી રેલ્વે ટ્રેક પાસે પૂળા વેચવા બેસનારા પાસે જઇને ચાર પૂળા ખરીદ્યા. મારંમાર ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે ગાય જતી રહી હતી. ... અને અમારા ઘરમાં કોઇને પૂળાનું શાક ભાવતું નથી! સિક્સર - શું છેએએએ...? કેમ ચાલે છે?? - ના. હવે પગ ઠીક થઇ ગયો!
    Click here to Read More
    Previous Article
    ‘After 8 years of self-work and therapy, I’ve learnt to..’: Ira Khan reflects on fitness, mental health and healing
    Next Article
    કળશ ન્યુઝ:સોમનાથની સખાતે લોકબલિદાન

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment