Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસથાળ:ઉત્તરાયણને ખાસ બનાવતા પારંપરિક વ્યંજનો

    1 day ago

    કેસર જલેબી સામગ્રી ચાસણી માટે: ખાંડ-પોણો કપ, પાણી-ખાંડ ડૂબે એટલું, કેસર-5થી 6 તાંતણા, બેટર માટે: મેંદો-અડધો કપ, ઈનો-પા ચમચી, પાણી-જરૂર મુજબ, ઘી-તળવા માટે. રીત એક બાઉલમાં મેંદો ચાળીને લઈ લો. તેમાં પાણી અને ઈનો મિક્સ કરી સારી રીતે ફીણી લો. એકદમ સિલ્કી અને સ્મૂધ બેટર તૈયાર કરી લો. બેટરને સોસ બોટલમાં ભરી લો. કડાઈમાં ઘી ગરમ મૂકો. અન્ય વાસણમાં એક તારની ચાસણી તૈયાર કરી લો. જલેબીને મધ્યમ તાપે તળી ચાસણીમાં થોડીવાર ડૂબાડી દો. જલેબી જ્યારે ચાસણીમાં નાખો ત્યારે ચાસણી થોડી ગરમ હોવી જોઈએ. તૈયાર થયેલી જલેબીને ડ્રાયફ્રુટ કતરણ અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરો. સાત ધાનનો ખીચડો સામગ્રી જુવાર-અડધો કપ, છડેલા ઘઉં-અડધો કપ, મગ-પા કપ, સૂકી તુવેર-પા કપ, સૂકા વટાણા-પા કપ, ચોખા-અડધો કપ, ચોળાના દાણા-પા કપ, લીલી તુવેર-અડધો કપ, લીલાં વટાણા-પા કપ, લીલાં ચણા-પા કપ, મીઠું-સ્વાદ મુજબ, ખાવાનો સોડા-ચપટી, તેલ-2 ચમચા, ઘી-2 ચમચા, રાઈ-અડધી ચમચી, જીરું-1 ચમચી, લવિંગ-2, તજ-નાનો ટુકડો, સૂકાં લાલ મરચાં-2 નંગ,તમાલપત્ર-2 નંગ, મીઠો લીમડો-4થી 5, સમારેલાં લીલાં મરચાં-3 નંગ, સમારેલી ડુંગળી-અડધો કપ, સમારેલું-લીલું લસણ-પા કપ, સમારેલું ગાજર-પા કપ, સમારેલાં બટાકા-2 નંગ, લાલ મરચું પાઉડર-1 ચમચી, ધાણાજીરું-1 ચમચી, હળદર-અડધી ચમચી, ગરમ મસાલો-1 ચમચી, લીંબુનો રસ-1 ચમચી, સમારેલી કોથમીર-પા કપ, સમારેલી લીલી ડુંગળી-પા કપ. રીત જુવાર, ઘઉં, સૂકી તુવેર, વટાણા અને ચોળીને આગલી રાતથી પલાળી રાખો. ચોખા અને મગને 3 કલાક પલાળી લો. પલળેલાં અનાજને કુકરમાં મીઠું અને ચપટી સોડા ઉમેરી બાફી લેવાનું છે. લીલી તુવેર અને ચણાને મીઠું અને પાણી સાથે બાફી લો.કડાઈમાં તેલ-ઘી મિક્સ ગરમ કરી ખડા મસાલા, લીમડો, લીલાં મરચાં અને ડુંગળી સાંતળો. લીલું લસણ, ગાજર, બટાકા, બાફેલાં વટાણા, તુવેર અને ચણા ઉમેરો. લાલ મરચું, હળદર, ધાણાજીરું, સ્વાદ મુજબ મીઠું અને ગરમ મસાલો ઉમેરો. થોડું તેલ છૂટે એટલે બાફેલા ધાન મિક્સ કરો. લીંબુનો રસ, સમારેલી કોથમીર અને લીલી ડુંગળી વડે ગાર્નિશ કરી ખીચડાનો સ્વાદ માણો. ઉત્તરાયણમાં આ ખાસ વાનગીઓ કેમ ખવાય છે? દરેક વાનગી ખાવા પાછળ સાંસ્કૃતિક, ઋતુપ્રધાન અને આરોગ્ય આધારિત પરંપરાઓ જોડાયેલી છે ઉંધિયું : ઉંધિયું ગુજરાતના સૌરાષ્ટ્ર–દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં શિયાળામાં મળતા શાકભાજીથી બનતી પરંપરાગત વાનગી છે. શિયાળામાં સીઝનલ શાક બહુ મળે. રતાળું, શક્કરિયા, સુરતી પાપડી, મેથી, વટાણા, ગાજર વગેરે. પહેલાંના લોકો શિયાળામાં મળતા આ શાકને એક સાથે રાંધીને ઉજવણી કરતા. ઉત્તરાયણનો સમય શિયાળાનો મધ્ય હોવાથી ગરમ, પોષક અને એનર્જી આપતી વાનગી તરીકે ઉંધિયું ખાવાની પરંપરા વિકસતી ગઈ. અગાઉ ઉંધિયું માટલામાં ધીમા તાપે જમીન નીચે રંધાતું, એટલે આ વાનગીને ‘પૃથ્વી જેવી પોષકતા’નું પ્રતિક પણ માનવામાં આવતું. ખીચડો : હજુ પણ ઘણા ઘરોમાં ઉત્તરાયણના દિવસ કે પછીના દિવસે ખીચડો બનાવવાની પરંપરા છે. એની પાછળનું કારણ તહેવારમાં હેવી ફૂડ વધુ લેવાય. ખીચડો દાળ + ચોખાથી બનેલો હોવાથી હળવો, પાચક અને આરામદાયક ભોજન ગણાય. એટલે તેને ‘શરીરને રેસ્ટ આપતું બોડી ડીટોક્સ ફૂડ’ માનવામાં આવ્યું. સમય સાથે ખીચડો ખાવો એ પરંપરા બની ગઈ. ચિક્કી / તલ–ગોળ - ઉતરાયણમાં તલ અને ગોળ ખાવાની પરંપરા માત્ર સ્વાદ માટે નથી તેની પાછળ ઋતુ સાથે જોડાયેલું વિજ્ઞાન છે. તલ અને ગોળ તાપ સંતુલિત રાખે. તે કારણે આ સમય દરમિયાન ચિક્કી, લાડુ, રેવડી વગેરેની પોષક નાસ્તા તરીકે ખાવાની શરૂઆત થઈ અને સમય સાથે ઉતરાયણની ઓળખ બની ગઈ. જલેબી , જલેબી મૂળ મધ્ય-પૂર્વ પર્શિયન મીઠાઈથી આવેલા ખ્યાલ પરથી ભારત સુધી પહોચી અને પછી ગુજરાતમાં ફેસ્ટિવ મીઠાઈ તરીકે સ્વીકારાઈ. લોકો ટેરેસ પર ગોઠવાઈને ઊંધિયું-જલેબીની સાથે મળીને મિજબાની કરતા આ મેળાપનું ફૂડ બની ગયું.
    Click here to Read More
    Previous Article
    મૂડ એન્ડ માઇન્ડ:સતત અવેલેબલ રહેવાનો થાક
    Next Article
    સેતુ:એ...ક દિવસ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment