Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસથાળ:શિયાળામાં ખાવા જેવા શક્તિવર્ધક પાક

    1 week ago

    કોકોનટ મખાણા પાક સામગ્રી મખાણા-2 કપ, સૂકા કોપરાની છીણ-1 કપ, બદામ-અડધી વાટકી, પિસ્તા-અડધી વાટકી, કાજુ-અડધી વાટકી, અખરોટ-અડધી વાટકી, મગજતરીના બી-પા કપ, ખસખસ-2 ચમચી, ઈલાયચી પાઉડર-1 ચમચી, બૂરું ખાંડ-1 કપ, ઘી-5 ચમચી, મિલ્ક પાઉડર-1 કપ રીત બે ચમચી ધી ગરમ થાય એટલે તેમાં ડ્રાયફ્રુટ અને મખાણાને ધીમા તાપે સાંતળી લેવા. ઠંડાં થાય એટલે મિક્સરમાં ક્રશ કરી તેમાં મિલ્ક પાઉડર, બૂરું ખાંડ, કોપરાની છીણ અને ઈલાયચી પાઉડર મિક્સ કરી લો. કડાઈમાં બાકીનું ધી ગરમ કરી ખસખસ ઉમેરી શેકો. ખસખસ ફુલે એટલે તેમાં ક્રશ કરેલું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરો. થાળીમાં ઘી લગાવી મિશ્રણને તેમાં દબાવીને પાથરી કાપા પાડી લો. ખજૂર બાઈટ સામગ્રી ખજૂર-1 કપ, મિક્સ ડ્રાયફ્રુટ-1 કપ, સૂકા કોપરાની છીણ-1 કપ, ઘી-2 ચમચી, મેરી બિસ્કિટ-10 નંગ રીત કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં ખજૂરને નરમ થાય ત્યાં સુધી શેકો. મિક્સ ડ્રાયફ્રુટને ખૂબ ઝીણા સમારી લેવાના છે. ખજૂર નરમ થાય એટલે તેમાં ડ્રાયફ્રુટ અને કોપરાની છીણ મિક્સ કરી લો. સરસ લચકા પડતું પૂરણ તૈયાર થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણને પ્લેટમાં લઈ લો. મેરી બિસ્કિટ ઉપર આ પૂરણને પાથરી તેની ઉપર બીજું બિસ્કિટ મૂકી સેન્ડવીચની જેમ તૈયાર કરી લો. ગરમ ગરમ હોય ત્યારે જ તવેથા વડે નાના ટુકડા પાડી લો. અડદિયા પાક સામગ્રી અડદનો લોટ-અડધો કિલો, ખાંડ-400 ગ્રામ, કાટલું પાઉડર-2 ચમચી, સૂંઠ પાઉડર-1 ચમચી, બાવળિયો ગુંદર-અડધો કપ, ઘી-500 ગ્રામ, ઝીણું સમારેલું મિક્સ ડ્રાયફ્રુટ કતરણ-1 કપ, કોપરાની છીણ-1 કપ, કેસર રીત કડાઈમાં થોડું ઘી ગરમ કરી ગુંદર તળી લો. હવે તેમાં બાકીનું ઘી ઉમેરી લોટને શેકો. બીજી બાજુ તપેલીમાં ખાંડ ડૂબે એટલું પાણી રેડી એક તારની ચાસણી તૈયાર કરો. લોટ સરસ શેકાય અને સુગંધ આવવા લાગે એટલે ખાંડની ચાસણી તેમાં રેડી સતત હલાવો. હવે તેમાં તળેલો ગુંદર, સૂકા કોપરાની છીણ, કાટલું પાઉડર મિક્સ કરી થાળીમાં ઢાળી લો. ડ્રાયફ્રુટ કતરણ-કેસર ભભરાવી કાપા પાડી લો. આદું પાક સામગ્રી રેસા વગરનું આદું-1 કપ, ઘઉંનો લોટ-2 કપ, સમારેલો ગોળ-2 કપ, બદામ કતરણ-પા કપ, ઘી-જરૂર મુજબ રીત સૌ પ્રથમ આદુંને પાણીમાં પલાળીને માટી સાફ કરી લો. છાલ દૂર કરી આદુંને છીણી લો. હવે કડાઈમાં થોડું ઘી ગરમ મૂકી છીણેલા આદુંને બદામી રંગનું થાય ત્યાં સુધી શેકી એક વાસણમાં કાઢી લો. કડાઈમાં ફરી થોડું ઘી ઉમેરી લોટને સુગંધ આવે ત્યાં સુધી શેકો. લોટ શેકાય જાય એટલે સમારેલો ગોળ, શેકેલું આદું અને બદામ કતરણ મિક્સ કરી લો. ઘી લગાવેલી થાળીમાં ઢાળી કાપા પાડી લો. વિન્ટર એનર્જી બાર સામગ્રી બદામ-1 કપ, કાજુ-1 કપ, પિસ્તા-1 કપ, કિસમિસ-1 કપ, મગફળીના બી-અડધો કપ, મગજતરીના બી-અડધો કપ, શેકેલા ઓટ્સ-2 કપ, મધ-અડધો કપ, ખજૂર-2 કપ રીત બધા ડ્રાયફ્રુટ અને મગજતરીના બીને કડાઈમાં શેકી લો. ખજૂરને મિક્સરમાં થોડો ક્રશ કરી લો. કડાઈમાં એક ચમચી ઘી મૂકી ખજૂર, ડ્રાયફ્રુટ અને મગજતરીના બીને શેકી લો. ગેસ બંધ કરી તેમાં મધ ઉમેરી સરસ લચકા પડતું મિશ્રણ તૈયાર કરો. મિશ્રણને થાળીમાં પાથરીને ફ્રિજમાં એક કલાક સેટ કરવા મૂકો. એ પછી કાપા પાડી એરટાઈટ ડબ્બામાં ભરી લો. શિયાળામાં પાક ખાવા કેમ જરૂરી? • શિયાળામાં પાચનશક્તિ તેજ હોય છે, પોષક પાક સરળતાથી પચે છે. • પાક શરીરને અંદરથી ગરમી આપે છે અને ઠંડીની અસર ઘટાડે છે. • અડદનો લોટ, ગુંદર અને ઘી શરીરને બળ આપે છે, થાક દૂર કરે છે. • ગોળ, ખજૂર અને કિસમિસ તરત ઊર્જા આપે છે અને લોહીની ઉણપમાં મદદરૂપ બને છે. • તલ અને મગફળી હાડકાં મજબૂત કરે છે. • સુકા મેવા યાદશક્તિ અને પોષણ વધારવામાં ઉપયોગી છે. • સૂંઠ, અજમો, મરી જેવા વસાણાં પાચનશક્તિ સુધારી અને ગેસ–કફ જેવી સમસ્યા દૂર કરે છે. • ઈલાયચી, જાયફળ અને લવિંગ શરીરમાં ગરમી પેદા કરે છે. • શિયાળુ પાક રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. • નિયમિત-મર્યાદિત પ્રમાણમાં લેવાથી શરીર સક્રિય, તંદુરસ્ત રહે છે.
    Click here to Read More
    Previous Article
    સેતુ:મજા આવી ગઈ!
    Next Article
    WPL- મુંબઈએ દિલ્હીને 50 રનથી હરાવ્યું:હરમનપ્રીત અને સીવર-બ્રન્ટની ફિફ્ટી; નિકોલા કેરી અને એમેલિયા કરે 3-3 વિકેટ લીધી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment