Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં બેંકની POP પડતા ગ્રાહકો હેરાન, કામકાજ ઠપ:​દિવાન ચોકમાં બેંક ઓફ ઇન્ડિયામાં મહિલા કર્મચારી ઈજાગ્રસ્ત, અરજદારે કહ્યું-ગાડીના ભાડા-ખર્ચ અને સમયનો બગાડ થયો

    19 hours ago

    ​જૂનાગઢના દિવાન ચોકમાં બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં બે દિવસ પહેલા મેનેજરની અને આજે કેશિયરની બેઠક પાછળ છતનો અમુક ભાગ (POP) ધરાશાયી થવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એક મહિલા કર્મચારીને ખભાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. યુનિયનના તમામ કર્મચારીઓ બહાર આવી જતા અને કામકાજ બંધ કરી દેતા રવિવારના દિવસે સરકારી ગાઈડલાઈન મુજબ પોતાના જરૂરી કામ પતાવવા આવેલા અસંખ્ય ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. બેંકમાં કામ માટે આવેલા અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, 3 દિવસની હડતાળ બાદ સરકારની ગાઈડલાઈન મુજબ આજે રવિવારે બેંકો ચાલુ રહેવાની હોવાથી તેઓ પોતાનો હપ્તો ભરવા આવ્યા હતા. પરંતુ અંદર POP પડવાની ઘટના બાદ યુનિયનના લોકો દાદાગીરી કરીને કોઈને અંદર આવવા દેતા નથી અને હડતાળનું બહાનું ધરીને કામ કરવા તૈયાર નથી. જો રવિવારે કામ જ નહોતું કરવાનું તો બેંક ખુલ્લી રાખવાની વાત જ ક્યાં હતી? મારો હપ્તો બાઉન્સ થાય તો જવાબદાર કોણ? વળી અંદર કોઈ જવાબદાર અધિકારી ઉપસ્થિત નથી અને કાઉન્ટરો પર મનફાવે તેમ વ્યવહારો થઈ રહ્યા છે છતાં કોઈ ધ્યાન આપતું નથી. 'દોઢ કલાકથી બેઠા છે પરંતુ કોઈ સ્ટાફ જવાબ ન આપ્યો' બીજી તરફ વૃદ્ધા પેન્શન અને લોનની રકમની એન્ટ્રી માટે આવેલા એમુબેને જણાવ્યું હતું કે અમે દોઢ કલાકથી બેંકમાં બેઠા છે પરંતુ કોઈ સ્ટાફ જવાબ આપતો નથી. મારે કમરનો ભારે દુખાવો હોવા છતાં કોઈ સાંભળતું નથી. અગાઉ બેંકનું બધું જ કામ મારા પતિ સંભાળતા હતા. પરંતુ બે મહિના પહેલા તેમનું અવસાન થઈ જતાં હવે તેઓ એકલા પડી ગયા છે અને મુશ્કેલીમાં મુકાયા છે. 'સમયનો બગાડ થયો, બેંકનું કામકાજ બંધ છે' પૈસા ઉપાડવા આવેલા નયનભાઈએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે મારે અહીંથી ચેક દ્વારા નાણાં ઉપાડીને કારવા ચોક સ્થિત આઈસીઆઈસીઆઈ બેંક તેમજ પંજાબ નેશનલ બેંકમાં ભરપાઈ કરવાના હતા. ગાંધીગ્રામ શાખાએ તેમને ખાતાધારક પોતે જ આવે તેમ કહીને પરત મોકલી દીધા હતા. અહીં આવ્યા બાદ બેંકનું કામકાજ સંપૂર્ણ બંધ હોવાથી અને ગાડીના ભાડા-ખર્ચ તેમજ સમયનો બગાડ થવાથી તેઓ ભારે આર્થિક અને માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે, પરંતુ આ બાબતે કોઈ જવાબ આપવા તૈયાર નથી. 'બેંકના મેનેજરે કંઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો' અન્ય એક ગ્રાહક કાસમભાઈ નારેજાએ પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું મારા માજીના પેન્શનના નાણાં ઉપાડવા આવ્યા છે, પરંતુ છેલ્લા અઢીથી ત્રણ કલાકથી બેંક બંધ છે અને કોઈ કામ થતું નથી. સરકારના આદેશ મુજબ રવિવારે બેંક ખુલ્લી હોવા છતાં અંદર છત પડવાના કારણે કામકાજ ઠપ છે અને બેઠા હોવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ જ સંતોષકારક નિર્ણય કે જવાબ આપવામાં આવી રહ્યો નથી. આ ગંભીર મામલે બેંકના મેનેજર દ્વારા કંઈપણ કહેવાનો આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી ITI માં 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ:કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા સહિતના પ્રતિનિધિઓ જોડાયા
    Next Article
    Ahmedabad Road Repair Drive | અમદાવાદમાં 48 કલાકમાં 15 હજાર ચો.મી. ખાડા પુરાયા !| Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment