Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાને PoKમાં 80 આતંકવાદી લોન્ચપેડ બનાવ્યા:હિમવર્ષા પહેલાં ભારતમાં ઘૂસણખોરીની તૈયારી, થર્મલ સેન્સર અને એન્ટી-ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવ્યા

    9 hours ago

    પાકિસ્તાન શિયાળામાં બરફવર્ષા શરૂ થાય તે પહેલાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં (PoK) આશરે 80 લૉન્ચપેડ બનાવવામાં આવ્યા છે. આમાંથી 60થી વધુ જમ્મુ ક્ષેત્રમાં નિયંત્રણ રેખા (LoC)ની સામે આવેલા છે. આ ઠેકાણાઓ પર થર્મલ સેન્સર અને એન્ટી-ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે. પાકિસ્તાની સેનાપ્રમુખ આસિમ મુનીરના કહેવા પર ગુપ્તચર એજન્સી ISI તેનું સંચાલન કરી રહી છે. અહીં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના 4થી 5 આતંકવાદીઓને રાખવામાં આવ્યા છે. તેઓ ભારતીય સીમામાં ઘૂસણખોરીની તક મળવાની રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાને ઑપરેશન સિંદૂર બાદ વ્યૂહરચના બદલી ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાનના અનેક મોટા આતંકવાદી ઠેકાણાઓ નષ્ટ થઈ ગયા હતા. ત્યાર બાદ પાકિસ્તાને પોતાની વ્યૂહરચના બદલી નાખી. હવે મોટા ઠેકાણાઓને બદલે નાના-નાના લૉન્ચપેડ બનાવવામાં આવી રહ્યા છે. દરેક લોન્ચપેડ પર આતંકવાદીઓની સંખ્યા ઓછી રાખવામાં આવી રહી છે. આથી જો ભારતીય સેના કોઈ એક ઠેકાણા પર કાર્યવાહી કરે, તો સમગ્ર આતંકવાદી નેટવર્કને એકસાથે નુકસાન નહીં પહોંચે. નાના ઠેકાણા હોવાથી તેમનો પત્તો લગાવવો પણ મુશ્કેલ બની શકે છે. થર્મલ સેન્સર અને એન્ટી-ડ્રોન સિસ્ટમથી દેખરેખ PoKમાં બનાવવામાં આવેલા લોન્ચપેડ પર થર્મલ સેન્સર અને એન્ટી-ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવ્યા છે. થર્મલ સેન્સરની મદદથી અંધારામાં અને ખરાબ હવામાનમાં પણ લોકોની હાજરીનો પત્તો લગાવી શકાય છે. બીજી તરફ, એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ દેખરેખ માટે આવતા ડ્રોનનો પત્તો લગાવવા અને તેમને રોકવા માટે કરવામાં આવે છે. આ ઉપકરણો દ્વારા આતંકવાદી ઠેકાણાઓની સુરક્ષા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખાસ કરીને શિયાળામાં હિમવર્ષા દરમિયાન ઘૂસણખોરીની યોજના ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હાફિઝ સઈદ રાવલપિંડી અને મસૂદ અઝહર નવાબશાહ શિફ્ટ ISIએ લશ્કર-એ-તૈયબાના સરગના હાફિઝ સઈદ અને જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને પણ સુરક્ષિત ઠેકાણાઓ પર મોકલી દીધા છે. છેલ્લા એક અઠવાડિયામાં બંનેને તેમના જૂના ઠેકાણાઓ પરથી બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. હાફિઝ સઈદને લાહોરના જોહર વિસ્તારથી રાવલપિંડીના ગેરિસન ગ્રાઉન્ડમાં મોકલવામાં આવ્યો છે. ત્યાં જ, મસૂદ અઝહરને સિંધ પ્રાંતના નવાબશાહ સ્થિત સેફ હાઉસમાં રાખવામાં આવ્યો છે. ઑડિયો મેસેજ દ્વારા લશ્કરના લોકોના સંપર્કમાં હાફિઝ પાકિસ્તાનનો દાવો છે કે હાફિઝ સઈદ આતંકવાદી ફંડિંગના કેસોમાં લાહોરની કોટ લખપત જેલમાં સજા ભોગવી રહ્યો છે. જોકે, ગુપ્તચર સૂત્રોનો દાવો છે કે તે જેલને બદલે ISIના સેફ હાઉસમાં રહે છે. તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને આવવા-જવા પર પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. હવે તે લશ્કરના સભ્યો સાથે સીધી મુલાકાત કરવાને બદલે ઑડિયો મેસેજ દ્વારા સંપર્ક કરે છે. ઑપરેશન સિંદૂર બાદ જૈશનું નેટવર્ક નબળું પડ્યું ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુર સ્થિત જૈશ-એ-મોહમ્મદના મરકઝને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ સંગઠનનું નેટવર્ક નબળું પડ્યું છે. કિડનીની બીમારીથી પીડાતા મસૂદ અઝહરની સક્રિયતા પણ અગાઉની સરખામણીએ ઓછી હોવાનું જણાવાઈ રહ્યું છે. મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર (UN)એ વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. બીજી તરફ, હાફિઝ સઈદ પણ ભારતમાં થયેલા અનેક આતંકવાદી હુમલાઓના કેસોમાં વોન્ટેડ છે.
    Click here to Read More
    Previous Article
    દારૂના દરોડા પ્રકરણમાં પોલીસકર્મી જ શંકાના ઘેરામાં:બુટલેગર સાથે સંપર્કના આરોપમાં હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, કોલ ડિટેઇલ-ટાવર લોકેશનના આધારે DIG નિર્લિપ્ત રાયની કાર્યવાહી
    Next Article
    Mark Zuckerberg, Priscilla Chan Buy Rs 538 Crore Irish Castle Estate

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment