Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PNG-LPG બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં સરેન્ડર કરવું પડશે:દરેક જિલ્લામાં 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી, ગુજરાતમાં ગેસ પુરવઠા પર સરકારનો મોટો નિર્ણય

    2 days ago

    ગુજરાતમાં ગેસ પુરવઠા અંગે ઉભી થયેલી સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર સક્રિય બની છે. હાલની આ પરિસ્થિતિને લઈ રાજ્ય સરકારે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. ગાંધીનગર વિધાનસભા પરિસર ખાતે રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં LPG અંગેના કોઈ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-232-0222નો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. આ પત્રકાર પરિષદમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખંધારે LPGના પુરવઠા અંગેના પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં નાગરિકો માટે ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને બફર સ્ટોકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને રાજ્ય સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં રાજ્યમાં LPGનો પુરવઠો સામાન્ય કરતાં લગભગ 20 ટકા વધુ કરવામાં આવ્યો છે. જોકે PNG નેટવર્ક ઉપલબ્ધ ન હોય તેવા વિસ્તારોમાં 70 ટકા મર્યાદામાં LPG કનેક્શન આપવા નિર્ણય લેવાયો છે. ઉપરાંત એક વર્ષથી સતત ભોજન સેવા આપતી ધાર્મિક સંસ્થાઓને 10 ટકા મર્યાદામાં કોમર્શિયલ LPG કનેક્શન આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે. મોના ખંધારે જણાવ્યું હતું કે જેમની પાસે PNG અને LPG એમ બંને કનેક્શન છે તેમણે બુધવાર સુધી LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. રાજ્યમાં ગેસ વિતરણ વ્યવસ્થા પારદર્શક રહે તે માટે દરેક ગેસ એજન્સી પર મહેસૂલ વિભાગના અધિકારી અને પોલીસ કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી છે. શહેરોમાં LPG ડિલિવરી વાનને દિવસ દરમિયાન પણ પ્રવેશ આપવા સૂચના આપવામાં આવી છે. LPGને PNGમાં કન્વર્ટ કરવામાં પ્રાથમિકતા મોના ખંધારના જણાવ્યા અનુસાર અત્યારે LPGના ઘરેલુ તથા કોમર્શિયલ વપરાશકર્તાઓને PNGમાં કન્વર્ટ કરવાની પ્રક્રિયાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જે વપરાશકર્તાઓ LPG સાથે PNG કનેક્શન ધરાવતા હોય તેમણે બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવાના રહેશે. દરેક જિલ્લામાં 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં LPGના પુરવઠાની સાથોસાથ વધારાના વિકલ્પ તરીકે કેરોસીનના વિતરણ અંગેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી રહી છે. મોના ખંધારના જણાવ્યા અનાસાર, “LPG ઉપરાંત આ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા 1452 KL (14,52,000 લિટર) કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેમાંથી દરેક જિલ્લાને 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. તેમાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન ફાળવવામાં આવશે. તેના માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.” આવશ્યક અને અર્ધ આવશ્યક સેવાઓ અનુસાર LPGની ફાળવણી રાજ્યમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓમાં 100 ટકા જ્યારે ફાર્મા, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી, એરલાઇન/રેલવે કેન્ટીનમાં 70 ટકા તેમજ મત્સ્યોદ્યોગ જેવી આવશ્યક સેવાઓમાં 10 ટકા કેપ સાથે કોમર્શિયલ LPG પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. તે સિવાય અર્ધ આવશ્યક સેવાઓ જેમ કે રેસ્ટોરાં/ઢાબા, હોટેલ્સ, કોર્પોરેટ કેન્ટીન, ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફુડ પ્રોસેસિંગમાં 10 કેપ સાથે પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પૂરતા પગલા લેવામાં આવ્યા છે, જેથી જરૂરિયાત અનુસાર તમામ ક્ષેત્રોને જરૂરી પુરવઠો મળી રહે. LPG વિતરણની ચુસ્ત દેખરેખ માટે અધિકારીઓની નિમણૂંક રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં કડક દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમના દ્વારા એ સુનિશ્વિત કરવામાં આવી રહ્યું છે કે નાગરિકોને સમયસર LPG પુરવઠો મળે અને ગેરરીતિને અટકાવી શકાય. છેલ્લા 12 દિવસમાં જિલ્લા કક્ષાએ 912 અને રાજ્ય કક્ષાએ ટીમ દ્વારા 17 કિસ્સાઓમાં તપાસની કામગીરી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઉમા કોલેજની 89 વિદ્યાર્થિનીઓએ વિધાનસભાની મુલાકાત લીધી:રાજ્યની લોકશાહી વ્યવસ્થા અને કાર્યપદ્ધતિ સમજી
    Next Article
    ગાંધીનગરમાં મહિલાઓ માટે 18 માર્ચે રોજગાર ભરતીમેળો:જિલ્લા રોજગાર અને મહિલા બાળ કચેરીનું સંયુક્ત આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment