Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્ણય‎:PNG - LPG ડબલ કનેક્શન રાખવું ગેરકાયદે, જમા કરાવવા 25 દિવસ

    1 week ago

    પીએનજી ગેસના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પીએનજી કનેક્શન ધરાવતા ગ્રાહકોને એલપીજી ગેસ કનેક્શન ફરજિયાત રીતે સરેન્ડર કરવાનું રહેશે.નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થશે, પરંતુ ટર્મિનેશન વાઉચર દ્વારા ભવિષ્યમાં ફરી એલપીજી કનેક્શન મેળવવાની સગવડ પણ આપવામાં આવી છે.જો નહી કરાવે તો તેમની સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવનારી છે. બનાસકાંઠા જિલ્લામાં વાણિજય હેતુ માટે વપરાતા ગેસના બાટલા આપવાના બંધ કરી દેવાયા છે. બીજી તરફ પીએનજી કનેકશન ધરાવતાં હોય અને સાથે એલ પી જી કનેકશન પણ હોય તેવા ગ્રાહકોને 25 દિવસમાં કનેકશન ગેસ એજન્સીએ જમા કરાવવા માટે આદેશ કરાયો છે. પુરવઠા કચેરીના સૂત્રોએ જણાવ્યું હતુ કે, વર્તમાન સમયે થરાદ વાવ જિલ્લા સહિત આઇ. આર. એમ. કંપની દ્વારા પીએનજી કનેકશનો આપવામાં આવી રહ્યા છે. જેમાં 63,000 મકાનો, 315 હોટલ, રેસ્ટોરન્ટ અને 16 ઔધોગિક એકમો છે. જોકે, ઘણા ગ્રાહકો સાથે એલ. પી. જી. સિલિન્ડર પણ રાખતા હોય છે. નિયમ મુજબ આ ગેરકાયદેસર છે. જો તમારા ઘરે પી.એન.જી કનેક્શન કાર્યરત થાય,તો 15 થી 30 દિવસમાં જૂનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવું ફરજિયાત છે.સિલિન્ડર જમા કરાવી કનેકશન રદ કરવાનું પ્રમાણપત્રથી મેળવી લો. જો ભવિષ્યમાં પી.એન.જી બંધ કરાવો, તો આ વાઉચર દ્વારા ફરીથી સરળતાથી એલી પી.જી.કનેક્શન મળી શકે છે.નવી નીતિ મુજબ, આવા ગ્રાહકોએ પોતાનું એલપીજી સિલિન્ડર પરત કરવું પડશે. LPG કનેકશન સબંધીના નામે ટ્રાન્સફર થઇ શકશે સબંધીને કનેક્શન આપવા માટે એજન્સીમાં સિલિન્ડર અને રેગ્યુલેટર જમા કરાવી ટર્મિનેશન વાઉચર મેળવવું પડશે. આ વાઉચરના આધારે સબંધી તેમના નામે નવું કનેક્શન લઈ શકશે. આ પ્રક્રિયામાં તેમના આધાર કાર્ડ અને રહેઠાણના પુરાવા (કેવાયસી) આપવા અનિવાર્ય છે. આમ કરવાથી કનેક્શન કાયદેસર રીતે તેમના નામે ટ્રાન્સફર થશે. ડિપોજીટ તમારા ખાતામાં જમા થશે. જોકે, સબંધી પાસે અગાઉ થી આ કનેકશન ન હોવું જોઇએ.- પી. એ. પટેલ (નિવૃત નાયબ મામલતદાર પુરવઠા, બનાસકાંઠા)
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:મંજૂરી વિના કોઈપણ વાહન પર જાહેરખબર લગાવી નહીં શકાય, પોલીસે 13 વાહનોને મેમો આપી દંડ વસૂલ્યો
    Next Article
    કાર્યવાહી:પાલનપુર હાઇવે પરથી 6.96 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment