Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:હવે માંડવીમાં પાઇપ મારફતે પહોચશે PNG ગેસ

    10 hours ago

    કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રદૂષણ મુક્ત ઈંધણને પ્રોત્સાહન આપવા માટે એલપીજીના બદલે પીએનજી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ કડીમાં કચ્છ જિલ્લામાં પીએનજીના વિસ્તરણમાં નડતા વહીવટી અવરોધોને દૂર કરવા જિલ્લા પ્રશાસને એક્ટીવ બન્યું છે, બાકી રહેલી મંજૂરો તાત્કાલિક મંજુર કરવા માટે કલેકટર આનંદ પટેલે સ્પસ્ટ સુચના આપી છે. જિલ્લા કક્ષાએ પડતર રહેલી તમામ મંજૂરીઓ મળતા વિવધ વિસ્તારમાં અટકેલી કામગીરી વધુ તેજ બનશે. અત્યાર સુધી ભુજ અને મુન્દ્રા શહેરમાં પીએનજીની સુવિધા ઉપલબ્ધ છે. હવે માંડવી શહેરમાં પણ પીએનજી મારફતે ગેસ પહોચાડવાની કામગીરી વેગવંતી બની છે. ગુજરાત ગેસ કંપનીના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ માંડવીમાં પીએનજી પહોચાડવવ માટે સર્વેની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. બાકી રહેલી મંજૂરીઓ પણ ઝડપથી મળી જાય તેવી શક્યતા છે. એટલે મંજુરી મળતા જ માંડવી શહેરમાં પણ પીએનજી ગેસ માટે પાઈપલાઈન બિછાવવાની કામગીરી શરૂ થઇ જશે. અત્યાર સુધી ભુજ અને મુન્દ્રા શહેરમાં જ પીઅનેજીની સુવિધા ઉપલબ્ધ છે અને ત્યાં 17,200 ઘરોમાં ગેસ પહોચી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં માંડવીની સાથે માધાપર, અને પધ્ધર ગામમાં પણ પીએનજીનું વિસ્તરણ થવાનું છે. માધાપરના નવાવાસ અને જૂનાવાસમાં હાલ અમુક વિસ્તારોમાં પાઇપલાઈ દ્વારા ગેસ પહોચી રહ્યું છે. જો કે હવે સમગ્ર માધાપર ગામને આવરી લેવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસનની તત્પરતાને કારણે હવે પીએનજી માટે અટકેલી પ્રક્રિયાનું ઝડપથી નિરાકરણ થઇ રહ્યું છે. એલપીજી સિલિન્ડરની સરખામણીએ પીએનજી ગેસ સુરક્ષિત અને સસ્તો પડે છે. સિલિન્ડર બુક કરાવવાની કે તેની ડિલિવરીની રાહ જોવાની ઝંઝટમાંથી ગૃહિણીઓને મુક્તિ મળશે. જિલ્લા કલેક્ટરના આ સકારાત્મક અભિગમથી કચ્છના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં જીવનધોરણ વધુ સુવિધાજનક બનશે તેવી આશા સેવાઈ રહી છે. ભાસ્કર નોલેજ સુરક્ષા, સગવડ, બચતમાં PNG એ LPG કરતા ચડિયાતો પીએનજીને ઘરમાં સ્ટોર કરવાની ઝંઝટ રહે છે, પરંતુ PNG માં 24 કલાક સતત ગેસ પુરવઠો મળે છે અને કોઈ બુકિંગની માથાકૂટ રહેતી નથી. ભાવ અને આર્થિક ફાયદાની દ્રષ્ટિએ જોતા PNG સામાન્ય રીતે LPG કરતા 20% થી 30% જેટલો સસ્તો પડે છે, કારણ કે LPG માં આખા સિલિન્ડરના પૈસા અગાઉથી ચૂકવવા પડે છે અને વધારાનો ડિલિવરી ચાર્જ પણ લાગે છે, જ્યારે PNG માં જેટલો વપરાશ કરો તેટલું જ બિલ મીટર રીડિંગ મુજબ બે મહિને આવે છે. આમ, સુરક્ષા, સગવડ અને બચત એમ ત્રણેય માપદંડો પર PNG એ LPG કરતા ઘણો ચડિયાતો અને આધુનિક વિકલ્પ સાબિત થાય છે. ભુજ અને મુન્દ્રા શહેરમાં પણ સુવિધાનું વિસ્તરણ LPGના સંકટ વચ્ચે હવે ભુજ અને મુન્દ્રા શહેરમાં બાકી રહેલ પીએનજી ગેસ પરવાનગીને મંજુર કરી દેવામાં આવી છે, જેથી ભુજ શહેરના અને મુન્દ્રાના અનેક વિસ્તારોમાં પીએનજી ગેસની લાઈનો પાથરવામાંની કામગીરી હવે વેગવંતી બનશે. ભુજ શહેરનો વિસ્તાર 54 સ્કેવર કિલોમીટરમાં પથરાયેલો છે. જેથી વિવિધ મંજૂરીઓની પ્રક્રિયાના કારણે સમગ્ર ભુજ શહેરમાં હજુ પીએનજી ગેસ પહોચ્યું નથી. હવે ભુજ અને મુન્દ્રા શહેરમાં પાઈપ મારફતે ઝડપી પીએનજી ગેસ પહોચે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસ કાર્યવાહી:રાપરના મોડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા 2 જબ્બે
    Next Article
    સંયુક્ત બચાવ અભિયાન:ભાણવડમાં 7 ફૂટના મગરનું દિલધડક રેસ્કયુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment