Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું PMJVK પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું:હજુ બે પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર, 14 કરોડ ગુજરાત યુનિવર્સિટીને પરત કર્યાં

    19 hours ago

    ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના કથિત કૌભાંડનો વિવાદ વધારે વકર્યો છે. નીરજા ગુપ્તાએ કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા હોય તેવા આક્ષેપ થયા હતા. જો કે હવે વિવાદ વધારે વકરતા નીરજા ગુપ્તાએ PMJVK પ્રોજેક્ટ પર પોતાના PI (પ્રિન્સિપાલ ઈન્વેન્સિગેટર) તરીકેના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેમજ PMJVKમાં 16 કરોડથી વધુની ગ્રાન્ટની રકમ પોતાના જ નામથી ખાતું ખોલાવ્યું હતું તેમાં જમા થઈ હતી. જેમાંથી 14 કરોડ રકમ હવે ગુજરાત યુનિવર્સિટીને પરત કરી છે. જો કે નીરજા ગુપ્તા હજુ પણ બે પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર તરીકે ચાલુ છે. IDSRના બ્રેન મેપિંગ લેબ અને બહુરત્ન વસુંધરા પ્રોજેક્ટમાં PI છે, જ્યારે રજીસ્ટ્રાર પિયુષ પટેલ કો.PI છે. બ્રેન મેપિંગ લેબમાં પ્રોજેક્ટમાંથી નીરજા ગુપ્તાએ 24.98 લાખ અને પિયુષ પટેલે 3.20 લાખ મેળવ્યા હતા. આ બંને પ્રોજેક્ટમાં પણ PMJVK પ્રોજેક્ટની જેમ નીરજા ગુપ્તાએ પોતાની જ પોતે નિમણૂંક કરી હતી. પોતાના નામે ખોલાવેલા એકાઉન્ટમાં રકમ જમા થઈ હતી ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનો કાર્યકાળ પૂર્ણ થતા તેમના સામે કરોડો રૂપિયાના કથિત કૌભાંડના આક્ષેપો થયા હતા. યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવેલા PMJVK પ્રોજેક્ટમાં પોતે જ પીઆઈ બની તેમના નામથી નવું એકાઉન્ટ ખોલાવ્યું હતું. જે પ્રોજેક્ટમાં મળતી ગ્રાન્ટ સાથે લિંક કરવામાં આવ્યું હતું. પોતે જ પીઆઈ બનીને પોતાના નામથી નવું એકાઉન્ટ ખોલાવી ગ્રાન્ટ તેમાં જમા થઈ હોવાનું સામે આવતા વિવાદ સર્જાયો હતો. તેમજ રાજીનામું આપ્યા બાદ પણ પોતાના પીઆઇ તરીકેના હોદ્દા પરથી રાજીનામુ ન આપ્યું હતું. તેમજ જે રકમ પોતાના નામથી ખોલેલા ખાતામાં જમા થઈ હતી તેની રકમ પણ જમા કરાવી ન હતી. જેથી તેને લઈને પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ગંભીર થયા હતા. રજીસ્ટ્રારને મેઈલ કર્યો, 14 કરોડ ડિમાન્ડ ડ્રાફ્ટ કર્યાં જો કે હવે વિવાદ વધારે સર્જાતા આખરે પૂર્વ કુલપતિએ PMJVK પ્રોજેક્ટમાં પોતાના પીઆઇ તરીકેના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. રજીસ્ટ્રારને મેઈલ મારફતે રાજીનામું મોકલી આપ્યું છે. તેમજ PMJVK પ્રોજેક્ટમાં જે 16.53 કરોડથી વધુની રકમ જમા થઈ હતી તેનાથી 14 કરોડ જેટલી રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ગુજરાત યુનિવર્સિટીને મોકલી આપવામાં આવી છે. પ્રોજેક્ટ હેઠળ મળતી ગ્રાન્ટ મેળવવા માટે પોતાના નામથી અલગ એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેમાં પોતાની સાથે સાથે કોમ્યુટર ઓપરેટર પાર્થ પંચાલ અને ટેમ્પરરી એકાઉન્ટન્ટ હર્ષાબેનનું નામ પણ એડ કરવામાં આવ્યું હતું. નિયમ પ્રમાણે માત્ર કુલપતિ, રજિસ્ટ્રાર અને ચીફ એકાઉન્ટ ઓફિસર જ રહી શકતા હોય છે. પરંતુ આ તેનું પાલન કરવામાં આવ્યું ન હતું. રાજીનામું આપ્યું ત્યાં સુધીનો હિસાબ આપવા સૂચના PMJVK પ્રોજેક્ટ હેઠળ મળેલી ગ્રાન્ટનો હિસાબ પણ છેલ્લા ઘણા સમયથી આપવામાં આવ્યો નથી. જેથી 2 કરોડનો ખર્ચ ક્યાં થયો છે તેનો હિસાબ આપવામાં ન આવ્યો હોવાથી ચીફ એકાઉન્ટ ઓફિસરને હિસાબ માટે સૂચના આપવામાં આવી છે. પોતાના કુલપતિ તરીકે કાર્યકાળ પૂર્ણ થયો છતાં નીરજા ગુપ્તા ત્રણ હોદ્દા પર પીઆઈ તરીકે રહ્યા હતા. નીરજા ગુપ્તાએ જ્યારે રાજીનામું આપ્યું ત્યાં સુધીના હિસાબની વિગતો જમા કરાવવા માટે ચીફ એકાઉન્ટન્ટને આદેશ આપવામાં આવ્યો છે. 'PMJVKમાં 40 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી' ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ હતો જેને PMJVK નામથી ઓળખવામાં આવે છે. જેમાંથી 40 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. જેમાં પ્રથમ હપ્તામાં 16 કરોડથી વધુની રકમ મળી હતી. જેમાં પીઆઇ હતા જેમના ખાતામાં જમા થઈ હતી. જેમણે 11 ઓગસ્ટમાં રોજ ગુજરાત યુનિવર્સિટીમાં રજીસ્ટ્રારને મેઈલ કરીને રાજીનામુ મોકલી આપ્યું હતું. જેમાંથી 14 કરોડ રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવીને મોકલી આપી છે. જેથી હવે આ પ્રોજેક્ટમાં નવું એકાઉન્ટ ખોલાવ્યું છે જેમાં આ રકમ જમા કરાવવામાં આવી છે. 14 કરોડ કરતાં વધુની રકમ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ મોકલી આપી હતી. જે ખાતામાં પૈસા જમા થયા હતા તે ખાતું લોકો સામે આવી ગયું છે. 'ત્રણમાંથી એક પ્રોજેક્ટના PI તરીકે રાજીનામું આપ્યું' વધુમાં ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, જેમાંથી 2 કરોડ જેટલા રૂપિયાનો ખર્ચ થયો છે જેથી તેમના એકાઉન્ટન્ટને ઓડિટ સ્ટેટમનેટ જમા કરાવવા અને તેનો ખર્ચ ક્યાં થયો છે તે હિસાબ જમા કરાવવા સૂચના આપવામાં આવી છે. તેમજ ફાઇનાન્સિયલ વર્ષ પૂરું થયા બાદ પણ હિસાબ જમા કરાવવામાં આવ્યો નહતો જેથી તે પણ સત્વરે જમા કરાવવા અન્ય અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે જ્યારે કોઈ કુલપતિનો કાર્યકાળ પૂરો થાય ત્યારે સામાન્ય રીતે તેમને તમામ પદ પરથી રાજીનામુ આપવું જોઈએ પરંતુ તે થયું ન હતું. કુલ ત્રણ પ્રોજેક્ટમાં પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પીઆઈ તરીકે કાર્યરત હતા જેમાંથી માત્ર એક પદ પરથી રાજીનામુ મળ્યું છે બાકીના પદ પરથી હજુ સુધી રાજીનામું આપવામાં આવ્યું હોય તેવું સામે આવ્યું નથી. આ પણ વાંચો: 1. ગુજરાત યુનિ.માં પીએમના નામની યોજનાના 40 કરોડનો હિસાબ નથી મળતો 2. ગુજરાત યુનિ. પૂર્વ VC નીરજા ગુપ્તાનું વધુ એક કથિત કૌભાંડ
    Click here to Read More
    Previous Article
    કમાટીબાગ ખાતે સંકલ્પ દિવસની ઉજવણી:વડોદરામાં દેશમાંથી લોકો ઉમટ્યા, મેવાણીએ કહ્યું-RSS અને ભાજપ આંબેડકર નહીં સાવરકરની વિચારધારામાં માનનારા
    Next Article
    Pat Cummins Likely To Miss 1st ODI VS South Africa, Australia To Manage Pace Trio

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment