Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધ વિરામ પાછળ અસલી ભેજું કોણ?:પાકિસ્તાની PMએ X પર મૂકેલો મેસેજ કોપી-પેસ્ટ, વોર સીઝફાયરની સ્ક્રીપ્ટ ટ્રમ્પે લખી કે જિનપિંગે?; યુઝર્સે દાવ લઈ લીધો

    2 days ago

    અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે પોતાને ‘ચૌધરી’ બતાવવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની મૂર્ખામીનો ભાંડો ફરી એકવાર ફૂટી ગયો છે. શાહબાઝ શરીફની એક ઓનલાઈન પોસ્ટ સામે આવી છે, જેનાથી ઈરાન સંકટમાં પાકિસ્તાનની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. આ શાહબાઝની X પરની એક પોસ્ટ પછી થયું, જેને તાત્કાલિક એડિટ કરવામાં આવી હતી. પરંતુ આ એડિટે લોકોનું ધ્યાન ઝડપથી ખેંચ્યું અને હવે તેને લઈને પાકિસ્તાનના વડાપ્રધાનની મજાક ઉડી રહી છે. શરીફે મંગળવારે ટ્રમ્પના યુદ્ધવિરામની જાહેરાત પહેલા X પર એક પોસ્ટ કરી હતી. પાકિસ્તાનના વડાપ્રધાને તેમાં ટ્રમ્પને ઈરાન પરના તેમના હુમલાની સમયમર્યાદા વધારવા અને રાજદ્વારી વાટાઘાટોને તક આપવા અપીલ કરી હતી. શરીફે લખ્યું, રાજદ્વારીને પોતાનો માર્ગ નક્કી કરવા દેવા માટે, હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને સમયમર્યાદા બે અઠવાડિયા માટે વધારવા નમ્ર વિનંતી કરું છું. આ જ પોસ્ટમાં તેમણે ઈરાનને હોર્મુઝને ફરીથી ખોલવા વિનંતી પણ કરી હતી. પોસ્ટની એડિટ હિસ્ટ્રીએ પોલ ખોલી પરંતુ ટૂંક સમયમાં જ યુઝર્સનું ધ્યાન પાકિસ્તાની વડા પ્રધાનની પોસ્ટની એડિટ હિસ્ટ્રી પર ગયું, જેના પરથી જાણવા મળ્યું કે તેમની આ પોસ્ટ કોઈ બીજાએ તૈયાર કરી હતી. આ પોસ્ટમાં અમેરિકાની મહત્વની હસ્તીઓને ટેગ કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, મિડલ ઈસ્ટના વિશેષ અમેરિકી દૂત સ્ટીવ વિટકૉફ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોનો સમાવેશ થતો હતો. રસપ્રદ વાત એ છે કે, શાહબાઝ શરીફની પોસ્ટના અગાઉના વર્ઝનનો જે સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યો છે, તેના પર લખેલું છે- 'ડ્રાફ્ટ- પાકિસ્તાનના પીએમનો એક્સ પર મેસેજ'. મેસેજની એડિટ હિસ્ટ્રી પછી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે શું આ મેસેજ અગાઉથી લખીને મોકલવામાં આવ્યો હતો. શું ટ્રમ્પની ટીમે આ મેસેજ મોકલ્યો? લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે શું પાકિસ્તાનનો રાજદ્વારી સંદેશ બહારથી મોકલવામાં આવી રહ્યો છે. કેટલાક યુઝર્સે કહ્યું છે કે પોસ્ટ પહેલા ‘Draft : Pakistan’s PM message on X’ જોઈને એવું લાગે છે કે પાકિસ્તાનના PMની ટીમ તરફથી નહીં, પરંતુ બહારથી આવેલો ડ્રાફ્ટેડ મેસેજ છે. કારણ કે કોઈ દેશના PMની ટીમ ડ્રાફ્ટ મેસેજમાં પોતાના દેશનું નામ નહીં લખે. તે સીધું 'ડ્રાફ્ટ: PM મેસેજ' લખી શકે છે. ઘણા યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ મેસેજ ટ્રમ્પની ટીમ તરફથી મોકલવામાં આવ્યો હતો. X પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે એવું લાગે છે કે શરીફ વ્હાઇટ હાઉસના નિર્દેશો હટાવવાનું ભૂલી ગયા હતા. એક અન્ય યુઝરે તો તેનાથી પણ આગળ વધીને આરોપ લગાવ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનને કંટ્રોલ કરી રહ્યા છે. જોકે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ દાવાઓની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. ટ્રમ્પે વારંવાર ડેડલાઇન આપી ને પછી પાણીમાં બેસી ગયા એ પણ મહત્ત્વનું છે કે જ્યારેથી યુદ્ધ શરૂ થયું છે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ વારંવાર ડેડલાઇન પૂરી થવાના બરાબર પહેલાં પીછેહટ કરી રહ્યા છે. આ વખતે પણ એવું જ થયું. મંગળવારે ફરી એકવાર આવું કરતા, ટ્રમ્પે જાહેરાત કરી કે તેઓ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથેની વાતચીતના આધારે આ નિર્ણય પર પહોંચ્યા છે. પીએમ શરીફે સોશિયલ મીડિયા X પર મોડી રાત્રે એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે ટ્રમ્પ સાથેની વાતચીતને આગળ વધારવા માટે તેમની ડેડલાઇન 2 અઠવાડિયા આગળ વધારવા વિનંતી કરી હતી. સાથે જ તેમણે આ જ પોસ્ટમાં ઈરાનને બે અઠવાડિયા માટે હોર્મુઝ સ્ટ્રેટ પણ ખોલવાની વાત કહી હતી. એક જ મિનિટમાં ભૂલ પકડાઇ, EDIT કર્યું શરીફની ટીમે એક મિનિટની અંદર જ પોતાની આ ભૂલ પકડી લીધી અને સવારે 12.47 વાગ્યે તેને એડિટ કરીને સીધો મેસેજ જ પોસ્ટ કરી દીધો. આ રીતે એક મિનિટની અંદર ડ્રાફ્ટ મેસેજને હટાવીને સીધો પોસ્ટ કર્યા પછી સોશિયલ મીડિયા પર ઘણા સવાલો ઉઠવા લાગ્યા છે. દાવા સાથે-સાથે આ સવાલ પણ કરવામાં આવી રહ્યો છે કે શું આ મેસેજ ટ્રમ્પની ટીમ તરફથી મોકલવામાં આવ્યો હતો? શરીફે પોતાની પોસ્ટમાં લખ્યું, “મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટે રાજદ્વારી પ્રયાસો સતત, મજબૂતીથી અને જોરશોરથી આગળ વધી રહ્યા છે, જેનાથી જલ્દી જ નક્કર પરિણામો મળવાની પૂરી સંભાવના છે. રાજદ્વારીઓને પોતાનું કામ પૂરું કરવાનો મોકો આપવા માટે, હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂરી નમ્રતા સાથે વિનંતી કરું છું કે તેઓ પોતાની ડેડલાઇનને 2 અઠવાડિયા માટે લંબાવી દે.” પોસ્ટમાં તેમણે આગળ કહ્યું, “સાથે જ પાકિસ્તાન પૂરી ઇમાનદારી સાથે પોતાના ઇરાની ભાઈઓથી પણ આ અનુરોધ કરે છે કે તેઓ સદ્ભાવનાના ભાગરૂપે, આ જ 2 અઠવાડિયાના સમયગાળા માટે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને ખોલી દે. અમે યુદ્ધમાં સામેલ તમામ પક્ષોથી પણ અનુરોધ કરીએ છીએ કે તેઓ આ ક્ષેત્રમાં લાંબા સમય સુધી શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાના હિતમાં, કૂટનીતિને યુદ્ધનો નિર્ણાયક અંત લાવવાની તક આપવા માટે, દરેક જગ્યાએ 2 અઠવાડિયા સુધી યુદ્ધવિરામનું પાલન કરે.” યુદ્ધવિરામ પાછળ ચીન કે પાકિસ્તાન યુદ્ધવિરામને લઈને કોણે નેતૃત્વ કર્યું તે અંગે અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. સમાચાર એજન્સી એપી સાથે સંકળાયેલા સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ચીની અધિકારીઓએ યુદ્ધવિરામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ચીની અધિકારીઓએ ઈરાનને અમેરિકા સાથેના યુદ્ધમાં યુદ્ધવિરામની દિશામાં કોઈ રસ્તો શોધવા માટે પ્રોત્સાહિત કર્યા. જ્યારે અમેરિકી મીડિયા પણ આ મામલે વહેંચાયેલું દેખાઈ રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સ યુદ્ધવિરામમાં ચીનની ભૂમિકા જણાવી રહ્યું છે, જ્યારે CNNનું કહેવું છે કે આ મામલે પાકિસ્તાનની મહત્વની ભૂમિકા રહી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકા-ઈરાન વચ્ચે 2 અઠવાડિયાનો યુદ્ધવિરામ:ટ્રમ્પે કહ્યું- પાકિસ્તાનનાં PM અને આર્મી ચીફની અપીલ બાદ 40મા દિવસે યુદ્ધ અટક્યું
    Next Article
    AAPએ ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી:કોંગ્રેસનું બીજુ લિસ્ટ જાહેર થઈ શકે, ભાજપની ચૂંટણી સમિતિની બેઠકનો બીજો દિવસ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment