Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકા-ઈરાન વચ્ચે 2 અઠવાડિયાનો યુદ્ધવિરામ:ટ્રમ્પે કહ્યું- પાકિસ્તાનનાં PM અને આર્મી ચીફની અપીલ બાદ 40મા દિવસે યુદ્ધ અટક્યું

    4 days ago

    અમેરિકા અને ઈરાન વચ્ચે 40 દિવસથી ચાલી રહેલા યુદ્ધ પછી આખરે 2 અઠવાડિયાના યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ નિર્ણય પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફની અપીલ પછી લેવામાં આવ્યો. યુદ્ધવિરામ પહેલાં ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી હતી કે જો હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને સુરક્ષિત રસ્તો નહીં મળે તો તે તેની આખી સભ્યતા ખતમ કરી દેશે. તેમણે મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની પણ ધમકી આપી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, આ ડીલ પાકિસ્તાનની મધ્યસ્થી અને છેલ્લી ઘડીએ ચીનના હસ્તક્ષેપ પછી શક્ય બની. પાકિસ્તાને 2 અઠવાડિયાના યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને ઈરાને સ્વીકારી લીધો. સમજૂતી હેઠળ, અમેરિકા અને ઇઝરાયલ પોતાના હુમલા રોકશે. ઈરાન પણ હુમલા બંધ કરશે. આ દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ, ગેસ અને અન્ય જહાજોની સુરક્ષિત અવરજવર ઈરાની સેનાની મદદથી સુનિશ્ચિત કરવામાં આવશે. આ યુદ્ધવિરામ લેબનોન સહિત અન્ય વિસ્તારો પર પણ લાગુ પડશે. ત્યારબાદ 10 એપ્રિલે અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ઔપચારિક વાતચીત શરૂ થશે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    US-Iran two-week ceasefire: How Trump stepped back from brink, Pakistan’s role, and what comes next
    Next Article
    યુદ્ધ વિરામ પાછળ અસલી ભેજું કોણ?:પાકિસ્તાની PMએ X પર મૂકેલો મેસેજ કોપી-પેસ્ટ, વોર સીઝફાયરની સ્ક્રીપ્ટ ટ્રમ્પે લખી કે જિનપિંગે?; યુઝર્સે દાવ લઈ લીધો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment